________________
ભૌતિક કાર્યોમાં વેરવિખેર થઈ જાય છે. તે શક્તિને સમૂહના અનુષ્ઠાનમાં જોડવામાં આવે તો તેનું બળ વધી જવાથી આંતરિક મળનું શોધન થાય છે, ત્યારે ચૈતન્યમાં નિર્દોષ સુખ પ્રગટ થાય છે, તેની સાથે બહારના પણ રાજ્ય, લક્ષ્મી, વિદ્યા જેવી સામગ્રીઓ સહજ પ્રાપ્ત થાય છે. કયાંક આવતી કઠિનતા તે શક્તિ દૂર કરી શકે છે.
માનવદેહમાં અતિ વિલક્ષણ એવી વિચાર શક્તિ છે. આ વિચારશક્તિ જો અશુદ્ધ છે તો માનવની ચેતનાને આવરણ કરે છે, એ વિચાર શક્તિ જો શુદ્ધ છે તો ચેતનાનું સર્વજ્ઞ અને સર્વદર્શિત્વ પ્રગટ થાય છે. પરંતુ મહદ્અંશે માનવ પોતાની શુદ્ધ ચૈતન્ય શક્તિમાં વિશ્વાસઆદર ધરાવતો નથી.
પચાસ વેગનને ખેંચતા એન્જિન કરતાં પણ આ વિચારશક્તિ બળવાન છે. એ સર્વેનું ઉત્પાદક તત્ત્વ ચેતનાશક્તિ છે. પરંતુ માનવે તેને રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, કામ, ક્રોધ, લોભ અને ભય જેવાં તત્ત્વોને હવાલે કરી પોતાને જ હિન સત્ત્વ જાહેર કર્યો છે.
આ વિચારનો પ્રવાહ સૂક્ષ્મ અને વેગવંતો હોવાથી માનવ તેના પર પોતાનો સંયમ રાખી શકતો નથી. એ જ વિચારશકિતનું ભાવજગતમાં નિર્માણ કરીને મહામાનવોએ શ્રાપ અને વરદાન જેવી વિલક્ષણ શક્તિઓ વડે વિધ્વંસ કે સર્જન કર્યું છે.
ચૈતન્યની શુદ્ધ શક્તિ એ મારું સ્વરૂપ છે. આ શુદ્ધ વિચારને - ભાવને પુષ્ટ કરવો. અત્યંત આદરપૂર્વક આત્મસ્વરૂપનું સ્મરણ કરવું,
જ્યાં જ્યાં મન જાય ત્યાં એ ભાવને સાથે રાખો, અશુદ્ધ વિચાર દૂર થઈ જ જશે. શુદ્ધ ભાવ સિવાયના વિજાતીય વિચારોને સાથ ન આપો. પોતાની ચૈતન્ય શક્તિમાં તન્મય થવું તે પરમાત્મભક્તિની ફલશ્રુતિ છે. પરા ભક્તિ છે.
સમભાવ અને નિર્મળ પ્રેમ એક જ સિક્કાની બે બાજુ છે. રાજા હો રંક હો, બાલ હો યુવાન હો, રોગી હો, નિરોગી હો, રૂપવાન હો કે કુરૂપ હો, શત્રુ હો, મિત્ર હો. સર્વ પ્રતિ નિર્દોષ પ્રેમધારા જ વહે તે આપણી શુદ્ધ ચેતનાને પ્રગટ કરી જાણે કે આપણા જ ઉપર પ્રસન્ન થઈ સ્વને સર્વ સુખનો સ્વામી બનાવે છે. કારણ કે સર્વમાં ચૈતન્ય સમાન હોવાથી પ્રાણીમાત્રમાં પ્રગટ અપ્રગટ પ્રેમનો પ્રવાહ ફૂટ થઈ તમારી ચેતનાના પ્રવાહમાં ભળે છે. તેથી વીતરાગી દેવોને ત્રિલોકના
૧૯૨