________________
વળી કોઈ સાધુભગવંતે સામાયિકનું પુણ્ય બતાવ્યું. કારણ કે પ્રશ્ન તો હતો જ કે આ જન્મમાં કંઈ સુકૃત્ય કર્યા વગર જેને ભૌતિક સુખ કહેવાય તે કેવી રીતે મળ્યું?
જવાબ : પૂર્વ પુણ્યથી. અને આ જન્મમાં પુણ્યની વૃદ્ધિ કરો. કેવી રીતે !
દર્શન, પૂજન, નવકારમંત્ર, સામાયિક વગેરેની વૃદ્ધિ કરતા જાવ. વ્રત, તપ યથાશક્તિ કરતા રહેવું. આમ સામાયિક અનુષ્ઠાન આગળ વધ્યું. બસો બેલા' કરવાના, અર્થાત્ રોજે બે સળંગ સામાયિક થાય તે જ ગણવાના. ખૂબ ઉત્સાહપૂર્વક પ્રારંભ કર્યો. છૂટું એક સામાયિક થાય તે ગણવાનું નહિ. આમ બે ત્રણ વર્ષે બેલા' પણ પૂર્ણ થયાં.
ગમે તેમ પણ બેલામાં આનંદ આવ્યો. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ગતાનુગતિક ના કરો. સમજીને કરો. જ્ઞાન સહિત કરો. વાત સાચી છે, પણ સમજ લેતા જન્મ જ પૂરો થઈ જાય. સમજ અને ના સમજનો આ ઝઘડો ક્યાં સુધી ચલાવવો?
મને દહેશત છે આ ઝઘડામાં
થઈ જાયે પૂરો ના જન્મારો.” અલબત્ત સમજ-જ્ઞાન સહિત અનુષ્ઠાનો સકામ નિર્જરા આપે છે, પણ બાપુ! અહીં તો ત્યારે નિર્જરા શબ્દ જ સાંભળ્યો ન હતો. પૂર્વ પુણ્ય-સંસ્કાર, વર્તમાનમાં બધો પુણ્યયોગ અને આંતરિક ઉત્સાહ, એટલે સામાયિકમાં જીવ ગોઠવાતો ગયો.
બેલા બે-ત્રણ વર્ષે પૂરા થયા, ત્યાં વળી ક્યાંકથી શ્રવણે પડયું તેલા'. જે દિવસે ત્રણ સામાયિક સળંગ થાય તે ગણાય. છૂટા થાય તે ન ગણાય. પણ બસો બેલાથી મન પર વિશ્વાસ થયો હતો કે થશે. વડીલોનો સૌનો સાથ હતો વળી પાંચેક વર્ષની ભૂમિકાથી હવે આગળની ભૂમિકામાં જવાનું હતું ને?
હવે ત્રણસો તેલાનો આંક શરૂ કર્યો.
છુટા સામાયિક વગર દિવસ પૂરો ન થતો, પણ આ તેલામાં કસોટી થઈસમય બપોરનો ર-૩૦ થી ૪નો જ ગોઠવાય. તે પણ નિયમિત ન થાય. છતાં અનુષ્ઠાન થતું રહ્યું. ભાવના હતી પણ તેલા
૧૯૫