________________
મનોદશા સ્વપ્નમાં પણ અપકારીનો ઉપકાર જ ઈચ્છે.
આ સાધકનું લક્ષ મહાત્માઓના ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાન પ્રત્યે છે. એ ઘણા સામાયિક કર્યા પછી મળેલું મૂલ્યવાન ભેટલું છે. લક્ષ ચૂક્યા વગર પ્રારબ્ધકર્મને ન્યાય આપે છે. સદા જાગૃત અને પ્રસન્નચિત્ત છે. આત્મસ્વરૂપનો જેને નિર્ણય છે તે સદ્ગુરુની આજ્ઞાનો ધારક છે. ભૂમિકા અનુસાર સાધનાયોગ છે. સૌના સુખમાં રાજી છે. તેનું શું અહિત હોય ?
ભૌતિક સુખના કેન્દ્રમાં કદાચ જડ પદાર્થો છે. પરંતુ નિર્દોષ | આનંદનું કેન્દ્ર તો કેવળ ચૈતન્ય છે. એ આનંદ માટે કિંમત ચૂકવવી પડે છે. પ્રથમ સૌના સુખમાં, સૌને સુખ આપવામાં પોતાના સુખને | જતું કરવું પડે છે. સુખ મેળવવા ત્યાગ કેળવવો પડે છે. નિરાંતે | ઊંઘતો માણસ પણ સુખી છે, પરંતુ તેને દુઃખ રહિત સુખ નથી. |
I
I
જાગે કે ચારે બાજુથી વ્યાધિ વીંટળાઈ જાય. જાગતો માણસ નિર્દોષ
| પ્રેમને કારણે સુખી છે. અને સુખમાં દુઃખનો અભાવ નથી, પણ તે સુખ આત્માના સ્વભાવરૂપ છે.
1
I ભાઈ ! ભાવ તેવું ભાવિ. ભાવિ ઉજ્જવળ કરવું હોય તો । ભાવને ઉજ્જવળ કરજે.
I એક મણ લાકડું બાળીએ તો રાખનો ઢગલો થાય. પણ
1
એક કપૂર બાળીએ રાખ જરા પણ ન હોય. તેમ જ્ઞાન રહિત તપ| જપાદિ પુણ્યનો ઢગલો કરે પણ કર્મનો ક્ષય ન થાય. જ્ઞાન સહિત નાની સરખી ક્રિયા પણ અમૃતક્રિયા બને. કર્મનો ક્ષય કરે.
જીવ કર્મને છુપાવી શકતો નથી. શુભકર્મ સમૃદ્ધિ આદિથી
1 પ્રગટ થાય છે. અશુભ કર્મ દુઃખ વગેરેથી પ્રગટ થાય છે. પણ
T
જીવ ચાહે તો કર્મનો નાશ કરી શકે છે. કારણ કે કર્મ સ્વરૂપને
I
। આવરણ કરી શકે છે. પણ નાશ કરી શકતું નથી. નિશ્ચયથી આત્મા । | નિષ્કંલક છે.
|
1
૧૨૫