________________
• ભવ્યજીવોના પરમ હિતોપદેશક છે.
૦ રાગદ્વેષ અજ્ઞાન મોહ મિથ્યાત્વ આદિ દુષ્ટ તત્ત્વોથી પેદા થતાં સંતાપને શાંત કરે છે.
• તેઓ સર્વજ્ઞ, સર્વદર્શી, રૈલોક્ય પ્રકાશક છે. ૦ ત્રણે લોકમાં પૂજનીય છે. પરમ પૂજ્યોના પણ પૂજ્યતર છે.
તીર્થકરોના ગુણોનો મહિમા અપરંપાર છે તે ઉપકારી તીર્થકર ભગવંતની સંયમ સહિત જે આરાધના કરે છે. તે સિદ્ધિપદને પામે છે. એવા પરમાત્માની આરાધના મળવી તે મહાપુણ્યયોગ છે.
કાળ, સ્વભાવ, ભવિતવ્યતા એ સઘળા તુજ દાસી રે, મુખ્ય હેતુ તું મોક્ષનો એ જ મુજ સબળ વિશ્વાસ રે.”
આવા પ્રબળ વિશ્વાસથી પરમાત્માનું નામ હૃદયમાં ધારણ થાય ત્યારે પરમાત્માના સાક્ષાત દર્શન થવાનો ભાવ જન્મે છે. હૃદય તે પવિત્ર પદાર્થથી ભરાઈ જાય છે. પરમાત્મા સાથે નિર્દોષ વાર્તાલાપ થવાનો ભાવ જન્મે છે. અંતરમાં અવ્યક્ત શબ્દો ઊઠે છે. મન તન્મય થતું જણાય છે, ત્યારે સર્વકલ્યાણ સિદ્ધ થતું અનુભવાય છે.
ધ્યાન જ્યારે ધ્યેયમાં સ્થિરતા પામે છે ત્યારે કદાચ ધારો કે ધ્યેય દૂર હોય તો પણ અંતરમાં તે નજીકનું બને છે.
આત્મસ્વરૂપમાં મનનો પ્રવેશ તે ધારણા છે. આત્મસ્વરૂપ પ્રત્યે મનનું પ્રવાહરૂપે જવું તે ધ્યાન છે. આત્મ સ્વરૂપમાં તદાકાર થવું તે સમાધિ છે. આમ કાયોત્સર્ગ પરિપૂર્ણ બને છે.
કાયોત્સર્ગમાં લોગસ્સ-સ્તવની વિશેષતા છે, કારણ કે અનંત ચોવીસી યુક્ત અનંત તીર્થંકર પરમાત્માને સાધકના વંદન-ભાવ પહોંચે છે. સાધક પોતે તીર્થકરની સ્તવના વડે પવિત્ર થાય છે. બોધિ-બીજની પ્રાપ્તિ કરીને મુક્તિ સુધીની યાત્રા કરવામાં સમર્થ થાય છે.
“નિશ્ચયરામે પસીચંતુ ? પ્રભુ તમે પ્રસન્ન થાઓ. લોગસ્સ સૂત્રમાં ચોવીસ તીર્થંકરના અનુગ્રહનો ભાવ છે. અરિહંત પરમાત્મા માના વાત્સલ્ય કરતાં અનેકગણા પરોપકારી છે. તેઓ પ્રસન્ન છે, તો સમગ્રવિશ્વ તારા પ્રત્યે પ્રસન્ન છે. એવા પ્રભુને પ્રસન્ન કરવા હું આ સંસારની જંજાળ ત્યજી દે, એક ભવ તેમને પ્રસન્ન કરવામાં ગાળ તો, તેઓ તને તેમની સમાન પદે પહોંચાડશે.
૧૫૪