________________
પૂ.આ. શ્રી કલાપૂર્ણસૂરિજી સર્વજ્ઞ કથિત સામાયિક વિજ્ઞાનમાંથી
सामायिक गुणानामाधारः, खमिव सर्वमावानाम् । न हि सामायिकहीना-श्चरणादिगुणान्विता येन ॥
(અનુયોગદ્વાર સૂત્ર, ટીકા) જેમ આકાશ એ સર્વ પદાર્થોનો આધાર છે, તેમ સામાયિક એ સર્વ જ્ઞાનાદિ ગુણોનો આધાર છે કારણ કે સામાયિક વિનાના જીવો કદી પણ ચારિત્રાદિ ગુણો પ્રાપ્ત કરી શકતા નથી. તેથી જ જિનેશ્વર દેવોએ શારીરિક, માનસિક સર્વ દુઃખોના નાશરૂપ મોક્ષના અનન્ય સાધન તરીકે “સામાયિક ધર્મ” ને જ ગણાવ્યો છે.
કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ અરિહંતોએ સ્વમુખે કહેલું તથા નિપુણ બુદ્ધિના ધારક ગણધરોએ ભાવિશાસનના હિત માટે રચેલું શ્રુત શું છે? તેનો ઉત્તર આપતાં કહ્યું છે કે સામાયિકથી માંડીને બિન્દુસાર (ચૌદમું પૂર્વ) સુધી શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર (સામાયિક) છે. અને ચારિત્રનો સાર નિર્વાણ-મોક્ષસુખ છે.
આ રીતે “સામાયિક ધર્મ એ પ્રભુનો પ્રધાન-મુખ્ય ઉપદેશ હોવાથી પ્રસ્તુતમાં તેને અંગે જ પ્રથમ વિચાર કરીશું.
“સામાયિક' એ આવશ્યકનું મૂળ છે. જિનશાસનનું પ્રધાન અંગ છે. અજબ-ગજબનો છે એનો પ્રભાવ અને પ્રતાપ ! શમે છે એનાથી આધિ, વ્યાધિ અને ઉપાધિનો સઘળા તાપ અને સંતાપ !!
સામાયિક એ દિવ્ય જ્યોતિ છે. મોહાન્ધકારથી વ્યાપ્ત આ વિશ્વમાં મોક્ષમાર્ગને પ્રકાશિત કરે છે ! અજ્ઞાનતિમિરથી આચ્છાદિત જીવોના મનમંદિરમાં સમ્યગૂજ્ઞાનનાં અજવાળા પાથરે છે !!
સામાયિક એ અચિત્ય ચિંતામણિ છે, અપૂર્વ કલ્પવૃક્ષ છે, જેના પ્રભાવથી સાધકની સાધના ફળે છે, અને સર્વ શુભ કામનાઓ પૂર્ણ થાય છે.
સામાયિક એ સર્વગામી ચહ્યું છે. પ્રશમરસગ્ન મુનિ વિવેક-આંતર ચક્ષુ ઉઘડી જતાં અનુક્રમે સર્વ પદાર્થોના જ્ઞાતા અને દષ્ટ બને છે.
૧૮૩