________________
આત્મોત્યાનનો પાયો ગ્રંથ પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી
यदि त्वं साम्यसंतुष्टो विश्थं तुष्टं तदा तव ।
तल्लोकस्यानुवृत्त्या किं स्वमेवैकं समं कुरु ॥ જો તું સામ્યમાં સંતુષ્ટ હો તો આખું વિશ્વ તારા પ્રત્યે સંતુષ્ટ છે, માટે લોકને ખુશ કરવા કરતાં જાતને સમભાવમાં સ્થિર કર.
ભાવ સામાયિક એવા પ્રકારનું છે કે, તે દરેક પ્રવૃત્તિ-નિવૃત્તિમાં આપોઆપ થયા કરે છે. માત્ર આત્માની દિશાનું વલણ તે તરફ થવું જોઈએ. મન-વચન-કાયાની પ્રવૃત્તિ એવા પ્રકારની થઈ જવી જોઈએ કે જેથી ક્રમે ક્રમે આત્મિક ગુણોનો વિકાસ થતો રહે. એ ભાવસામાયિકના પ્રાગટયનું રહસ્ય છે.
ગૃહસ્થપણામાં પરને એકાંતે પરાયો માની લેવાથી જીવન સદ્ભાવ વગરનું, પવિત્ર સ્નેહવગરનું, હાર્દિક લાગણી વગરનું, દયા વગરનું અને તેના પરિણામે ધર્મ વગરનું બની જાય છે. - શ્રી અરિહંત પરમાત્માના પરાર્થ વ્યસનીપણાના મૂળમાં ત્રણ જગતના જીવ નથી તો બીજું શું છે? તે જીવોની પરાધીનતા નથી તો બીજું શું? તે જીવોને પરમ સુખમય જીવનની ભેટ આપવાની ભાવના નથી તો બીજું શું છે? માટે પરને સ્વતુલ્યભાવ આપવામાં સ્વનું હિત છે. | સર્વ જીવો પરમ ધર્મવાળા છે. એટલે સુખની ઈચ્છા અને દુઃખના કેષવાળા છે. “પરમાદશ્મિ' પદથી સર્વ જીવો સુખના અર્થી અને દુઃખના દ્વેષી છે. એમ કહીને કોઈ જીવને દુઃખ થાય નહિ અને સર્વ જીવોને સુખ થાય તે રીતે વર્તવાનું શાસ્ત્રમાં વિધાન કર્યું છે. આ જાતની સમતા વિના દાન, તપ, યમ કે નિયમનું મુક્તિમાર્ગમાં કાંઈ પણ ફળ નથી. સમતાપૂર્વક કે સમતા અર્થે કરાયેલા તે ફળદાયી થાય છે. ત્રણ સ્થાવરાદિ ભેટવાળા સર્વ જીવોમાં સુખપ્રિયત્નાદિ ધર્મો આત્મતુલ્ય છે એમ સમજી સર્વ સાથે આત્મતુલ્ય પરિણતિને કેળવવી તે “સમતા' કહેવાય છે. યુવાની યોગ માટે છે, ભોગ માટે નહિ. ભોગ એ પ્રજ્ઞાપરાધની
૧૮૭