________________
(૩) સમવાદ સામાયિક ઉપર શ્રીકાલિકસૂરિની કથા : તુરમિણી નગરીમાં કુંભનામે રાજા રાજ્ય કરતો હતો ! તેને દત્ત નામનો પુરોહિત હતો. એના ઉપર રાજની ખૂબ સારી મહેરબાની હતી ! રાજાએ એને મંત્રીનો હોદો આપી દીધો હતો ! કીર્તિનો ભૂખ્યો દત્ત ઘણાં હિંસક યજ્ઞો કરાવતો હતો. ચારે બાજુ એની ખ્યાતિ ફેલાયેલી હતી.. આગળ જતાં એને રાજા બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી. દુર્બુદ્ધિવાળા દત્તે પોતાના ઉપકારી રાજા કુંભને કેદ કર્યો અને પોતાને રાજા તરીકે જાહેર કર્યો !
એક વાર શ્રીકાલિકસૂરિજી મહારાજ વિહાર કરતાં કરતાં એ નગરમાં આવી પહોંચ્યા ! આચાર્ય મ. દત્તના સંસારી મામા થયા હતા. દત્તની માતા જૈનધર્મને માનનારી હતી. દત્ત વૈદિકધર્મનો અનુયાયી હોવાથી હિંસકયજ્ઞમાં માનનારો હતો ! તેથી એને શ્રી કાલિકાચાર્યને વંદન કરવા જવાની ઈચ્છા ન હતી... પરંતુ માની આજ્ઞા પાળ્યા વિના ચાલે તેમ ન હતું. વંદન કરવા આવેલા દત્તને આચાર્ય મહારાજે અહિંસક ભાવયજ્ઞનો ઉપદેશ આપ્યો, પરંતુ દત્તને એ ગમ્યો નહીં. એક વાર દત્ત ક્રોધના આવેશમાં આવી આચાર્યશ્રીને પૂછ્યું. આપ શાસ્ત્રજ્ઞ છો. વિદ્વાન છો તો મને કહો કે મારા રાજ્યમાં ચાલતા યજ્ઞોનું ફળ શું છે? આચાર્યશ્રીએ કોઈપણ જાતની શેહશરમમાં તણાયા વગર કહ્યું. દત્ત ! હું નિશ્ચિતપણે કહું છું કે, આ યજ્ઞોનું ફળ નરકગતિ છે.
દત્તે કાલિકાચાર્યને પૂછયું. તમે કહો છો તેની ખાત્રી શું? આચાર્ય ભગવંતે કહ્યું, આજથી સાતમે દિવસે ઘોડાના પગના ડાબલાથી ઊડેલી વિષ્ટા તારા મુખ ઉપર પડશે અને તે પછી તું લોખંડની કોઠીમાં પુરાઈશ.
દત્તે પૂછ્યું, તમારી કઈ ગતિ થશે? આચાર્ય મ. બોલ્યા : ધર્મના પ્રભાવે અમે સ્વર્ગે જઈશું.
આ સાંભળી ગુસ્સે થયેલા દત્તે કહ્યું - તમારા કહેવા પ્રમાણે સાતમે દિવસે નહીં બને તો તેમને ખતમ કરી નાખીશ. ત્યારબાદ શ્રીકાલિકાચાર્યની આજુબાજુ રાજસેવકોનો પહેરો ગોઠવી દીધો, અને
૧૭૫