________________
હાથમાં માથું છે અને બીજા હાથમાં લોહીથી ખરડાયેલી તલવાર છે. સુસમાના મરણથી હતાશ શેઠ વધારે આગળ ન વધી શક્યા !
માર્ગે આગળ ચાલતા ચિલાતીપુત્રની નજર કાયોત્સર્ગ ધ્યાનને ઊભેલા મુનિરાજ ઉપર પડી. ચિલાતીપુત્રે મુનિરાજને કહ્યું ધર્મશું? તે કહો નહીંતર આ તલવારથી તમારું પણ શિર છેદી નાખીશ! મુનિરાજ નમો અરિહંતાણં' પદ બોલી આકાશમાં ઊડયા અને ઊડતાં ઊડતાં કહેતા ગયા કે ઉપશમ, - વિવેક, સંવર આ ત્રણ પદ ધર્મમય છે.
ચિલાતીપુત્ર ત્રણ પદનો અર્થ વિચારવા લાગ્યો. પોતાનામાં એક પણ ગુણ ન જોયો ત્યારે બેય હાથમાં રહેલા મસ્તક અને તલવારને બાજુએ મૂકીને જ્યાં મુનિરાજના પગલાં હતાં ત્યાં કાઉસ્સગ ધ્યાને ઊભો રહી ગયો ! લોહીની ગંધથી કીડીઓ તથા ધીમેલો આવીને તેને કરડવા લાગી. આખા શરીરને ચાળણી જેવું બનાવી દીધું... તો પણ સમતાભાવ અખંડ જાળવી રાખ્યો. ત્રીજે જ દિવસે કાળધર્મ પામી ચિલાતીપુત્ર દેવ થયો.
- આ રીતે થોડા શબ્દોમાં ઘણું તત્ત્વ જાણવું એ સમાસ સામાયિક કહેવાય.
(૫) સંક્ષેપ સામાયિક ઉપર ચાર પંડિતોની કથાઃ વસંતપુર નગરમાં વિદ્યાવ્યાસંગી જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. એક દિવસ ચાર પંડિતોને બોલાવી મને શાસ્ત્રો સંભળાવો એમ જણાવ્યું. અને પૂછયું કે તમારી પાસે કેટલાં મોટાં શાસ્ત્રો છે? પંડિતોએ કહ્યું- અમારી પાસે લાખ - લાખ શ્લોક પ્રમાણ (ચાર લાખ શ્લોક) શાસ્ત્ર છે.
રાજાએ કહ્યું – એટલા બધા શ્લોકવાળાં શાસ્ત્રો સાંભળવાનો મારી પાસે સમય નથી !
છેવટે ચારે પંડિતોએ ચાર લાખ શ્લોકના સારભૂત એક જ શ્લોક બનાવીને રાજાને સંભળાવ્યો.
जीर्णे भोदनमात्रेयः, कपिलः पाणिषु दया ।
बृहस्पतिरविश्वासः, पांचालः स्त्रीषु मार्दवम् ॥ ભાવાર્થ અમારા ચારમાં જે આત્રેય નામનો પંડિત છે એ કહે છે. જૂનું ભોજન જીર્ણ થાય, પચી જાય પછી નવું ભોજન કરવું
૧૭૭