________________
સુવર્ણ વર્ણ અને લાંછન સિંહનું જાણવું. શ્રી મહાવીરસ્વામી ૨૪મા તીર્થકર થયા, ત્યાર પછી કોઈપણ તીર્થકર ભગવાન આ ભરતક્ષેત્રમાં થયા નથી, તેમજ આ અવસર્પિણી કાળમાં થવાના નથી. હાલમાં જે જૈનધર્મ પ્રવર્તે છે તે શ્રી વીરપ્રભુનું જ શાસન સમજવું. તેમની પાટે શ્રી સુધર્માસ્વામી ગણધર થયા, હાલમાં જે સાધુઓ જૈનધર્મને માનનારા છે તે સઘળા તેઓની પરંપરાના સમજવાના.
૦ મુખ્યપણે કર્મક્ષયનું કારણ તીર્થકરો છે. ૦ બોધિબીજની પ્રાપ્તિના હેતુ છે. ૦ ભવાંતરે પણ બોધિની પ્રાપ્તિ કરાવનાર છે. • સર્વ વિરતિના ઉપદેશક હોવાથી પૂજનીય છે. • અનન્ય ગુણોના સમૂહને ધારણ કરનારા છે. ૦ ભવ્યજીવોના પરમ હિતોપદેશક છે.
૦ રાગદ્વેષ અજ્ઞાન મોહ મિથ્યાત્વ આદિ દુષ્ટ તત્ત્વોથી પેદા થતાં સંતાપને શાંત કરે છે. • તેઓ સર્વજ્ઞ, સર્વદર્શી, રૈલોક્ય પ્રકાશક છે.
ત્રણે લોકમાં પૂજનીય છે. પરમ પૂજ્યોના પણ પૂજ્યતર છે. તીર્થકરોના ગુણોનો મહિમા અપરંપાર છે તે ઉપકારી તીર્થકર ભગવંતની સંયમ સહિત જે આરાધના કરે છે તે સિદ્ધિપદને પામે છે. એવા પરમાત્માની આરાધના મળવી તે મહાપુણ્યયોગ છે.
કાયોત્સર્ગમાં લોગસ્સ-સ્તવની વિશેષતા છે. કારણ કે અનંત ચોવીસી યુક્ત અનંત તીર્થંકર પરમાત્માને સાધકના વંદન-ભાવ પહોંચે છે. સાધક પોતે તીર્થંકરની સ્તવના વડે પવિત્ર થાય છે. બોધિ-બીજની પ્રાપ્તિ કરીને મુક્તિ સુધીની યાત્રા કરવામાં સમર્થ થાય છે.
તિથ્યયરામે પસીયંત પ્રભુ તમે પ્રસન્ન થાઓ. લોગસ્સ સૂત્રમાં ચોવીસ તીર્થંકરના અનુગ્રહનો ભાવ છે. અરિહંત પરમાત્મા માના વાત્સલ્ય કરતાં અનેકગણા પરોપકારી છે. તેઓ પ્રસન્ન છે, તો સમગ્રવિશ્વ તારા પ્રત્યે પ્રસન્ન છે. એવા પ્રભુને પ્રસન્ન કરવા હું આ સંસારની જંજાળ ત્યજી દે, એક ભવ તેમને પ્રસન્ન કરવામાં ગાળ તો, તેઓ તને તેમની સમાન પદે પહોંચાડશે.
૧૭૧