________________
ઉપયોગો લક્ષણ' વ્યવહારને છોડવાથી તીર્થ જાય છે. નિશ્ચયને છોડવાથી તત્ત્વ જાય છે. વ્યવહાર તે માર્ગ, નિશ્ચય તે લક્ષ.”
- ગ્રંથ - આત્મોત્થાનનો પાયો પૂ. પંન્યાસજી સામાયિક, વિધિ જેટલું કે નવમા વ્રત જેટલું મર્યાદિત નથી. સામ-સમ સમ્મ જેવા ભેદથી તે આત્મ પરિણામ છે. નિશ્ચયથી આત્મા અને સામાયિક અભિન્ન છે. તેની સાધના ભેદભેદ છે. સમ્મ પરિણામમાં તો સંસાર અને મોક્ષનો પણ વિકલ્પ નથી. સમ્યગ્દર્શનાદિનો પણ વિકલ્પ નથી. ત્રણેથી સમાપ્તિ છે. આમ નિશ્ચયષ્ટિથી સામાયિક એ આત્મ પરિણામ છે. પરંતુ સમ્મરૂપે, આત્મક્ય ન સધાય ત્યાં સુધી વ્યવહારનયની અપેક્ષાએ સામાયિકના અનેક ભેદ દર્શાવ્યા છે તે સર્વે નિશ્ચયધર્મને અનુસરીને છે.
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ગુરુ આજ્ઞાએ વર્તી જે સામાયિક કરે છે, તે શુદ્ધ વ્યવહારની અપેક્ષાએ આદરણીય છે. જેમ જેમ જીવ ગુણસ્થાનકમાં આગળ વધતો જાય, તેમ સમતા, મધ્યસ્થભાવ, તુલ્યભાવ, જેવી ભૂમિકા આવે, ઉપયોગ સ્થિરતા પામે, જગતના પદાર્થો પ્રત્યે તીવ્ર ઉદાસીનતા આવે સામાયિક સ્વરૂપ પરિણામ બને. ત્યારે નિશ્ચયધર્મ પરિણામ પામે, તે અનુભવગમ્ય હોય છે.
જે સર્વજ્ઞના વચનાનુસારી આરાધન નથી કરતો તે સન્માર્ગને પાત્ર બનતો નથી. કારણ કે શાસ્ત્રકથન છે કે સામાયિક દ્વાદશાંગીનું સંક્ષિપ્ત રૂપ છે. છ આવશ્યકનું મૂળ છે. સમતા પરિણામરૂપ સામાયિક અતિન્દ્રિય છે તેથી અનુભવગમ્ય છે. જે નિજાનંદનું રહસ્ય છે. આવા સામાયિકનું આરાધન અવશ્ય કરવું. | સ્વરૂપની રમણતારૂપ સામાયિક વિશિષ્ટ પ્રકારના મુનિઓનું છે. સચ્ચિદાનંદ - સ્વરૂપની એકતામાં લીન મુનિ મોક્ષસુખના રસાસ્વાદનું પાન કરે છે. સમતામાં મગ્ન મુનિને હવે મોક્ષની અભિલાષા પણ રહેતી નથી. આત્મસ્વભાવરૂપ રમણતા તે ભાવ ચારિત્ર છે. જે તીર્થકર ભગવાનમાં પ્રત્યક્ષ હોય છે. એથી તીર્થકર સર્વ પ્રથમ કરેમિભંતે સૂત્ર” દ્વારા સામાયિક ધર્મ આપે છે. આથી જિનાજ્ઞા એ
૧ ૨૦