________________
૩૦. સામાયિકનું તાત્વિક સ્વરૂપ
સર્વજ્ઞ પરમાત્માના શાસનનું દર્શન અનેકાંત શૈલીથી નિરૂપણ થયું છે. તેમાં અનંત ભાવ અને ભેદ રહેલા છે. અનેકનયોથી નિરૂપણ કર્યું છે. તેમાં મુખ્ય બે નય છે.
૧. નિશ્ચય નય ૨. વ્યવહાર નય
નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવા નો'ય. નિશ્ચય રાખી લક્ષમાં સાધના કરવા સોય.'
- શ્રી આ.સિ.શા. આ બંને નય રથનાં બે ચક્ર જેવાં છે. બંને ચક્ર વડે રથ ચાલે. બંને ચક્ર સાથે રહે આગળ પાછળના ચાલે. જો કે આ નય દૃષ્ટિનું કથન છે, તેમાં અન્યોન્ય ગૌણતા મુખ્યતા રહે. જ્યારે સાધકને સ્વપુરુષાર્થના સ્વરૂપનું લક્ષ કરવાનું છે ત્યારે નિશ્ચયેષ્ટિ-તત્ત્વદૃષ્ટિ જરૂરી છે. પરંતુ લક્ષને આંબવા વ્યવહારદૃષ્ટિ ત્યાં હોય જ અથવા પ્રયોજનભૂત છે.
નિશ્ચય નય કહેશે આત્મા પરમાત્મસ્વરૂપ છે. આત્મા જ આત્માનો ગુરુ છે. જીવને કર્મબંધ નથી અને મોક્ષ નથી. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ કે મોક્ષ સ્વરૂપ છે. આમ નિશ્ચયર્દષ્ટિ સ્વરૂપમાં કંઈ ભેળવતી નથી. પરંતુ જ્યાં સુધી શુદ્ધાત્મા પ્રગટ જ થયો નથી ત્યાં સાધક રહી સાધન કરવાથી મોક્ષ સ્વરૂપ આત્મા પ્રગટ થાય છે. તે વ્યવહારનય છે.
“આત્માની શુદ્ધ અવસ્થાના સ્વરૂપનું સાચું ભાન તે જ્ઞાન છે. તેમ અશુદ્ધ અવસ્થામાં રહેલો જીવ, અશુદ્ધ અવસ્થાના દુઃખને જાણતો હોય, અને શુદ્ધ અવસ્થાના સુખને જાણતો હોય તો તે અશુદ્ધ અવસ્થા ટાળી શકે.
નિશ્ચયર્દષ્ટિમાં જ્ઞાનની પ્રધાનતા છે. વ્યવહાર દૃષ્ટિમાં ક્રિયાની મુખ્યતા છે. બંને મળીને માર્ગ મળે છે. ભૂમિકા પ્રમાણે ક્રિયા બદલાય છે, ગૌણ થાય છે. સૂક્ષ્મ બનતી જાય છે. બાહ્ય ક્રિયાનો વિચ્છેદ નથી. વળી ચૌદમાં ગુણસ્થાનકે યોગ નિરોધની સૂક્ષ્મ ક્રિયા સુધીની પ્રણાલિ દર્શાવી છે. શ્રેણિમાં ભલે બુદ્ધિવશ ક્રિયા નથી, બાહ્ય ક્રિયા
૧૧૮