________________
પ. સામાયિક : વિશ્વવ્યાપી કલ્યાણનું ધોતક
સામાયિક શ્રાવકાચારના બાર વ્રતમાં નવમું અને શિક્ષાવ્રતમાં પહેલું વ્રત છે.
• શિક્ષા એટલે અભ્યાસ. ૦ આત્માની નિર્મળતાનો અભ્યાસ. ૦ પાપવૃત્તિઓના શમનનો અભ્યાસ. ૦ સમસ્ત જીવો પ્રત્યે સમભાવ કેળવવાનો અભ્યાસ. ૦ સાધુતા પ્રત્યે જવાનો અભ્યાસ.
૦ સાધક એ રીતે સાધુ થાય છે. સર્વાગી સમતાને આચરીને સાધુ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે.
શ્રાવક શક્ય તેટલી વાર બે ઘડીનું શુદ્ધ સામાયિક કરી આવો અભ્યાસ કરે તો તે સ્વયં શાંતવૃત્તિ અને શુદ્ધ દૃષ્ટિને પામે છે. વળી સામાયિક ધર્મની આરાધનાથી અભય અદ્વેષ અને અભેદ જેવા ગુણો પ્રગટ થાય છે.
સર્વ જીવો પ્રત્યે સમભાવને કારણે અભય ગુણ વિકાસ પામે છે. જે અન્ય જીવને સુખ આપે છે તેને કોના તરફથી ભય હોય? એ જ સમભાવ સર્વ જીવો પ્રત્યે દ્વેષ રહિત બનાવે છે, અને એ સમભાવ ચિત્તની પ્રસન્નતા જાળવતો હોવાથી દરેક ક્રિયામાં જીવનો ઉત્સાહ ટકે છે, પરંતુ થાક કે ખેદ વર્તાતો નથી.
મહર્ષિઓએ સામાયિકને આત્મા કહ્યો છે. અને આત્મા સ્વયં ભય લેષ તથા ખેદ રહિત છે. તે દોષો પરાશ્રયી છે. આત્માના ગુણો સ્વાશ્રયી છે, તેથી અભય, અધેષ અને અખેદ એ સામાયિકનાં પરિણામો છે.
આત્મજ્ઞાની સદા નિર્ભય છે; અજ્ઞાનીને સ્વરૂપના અજ્ઞાનથી, સંશયથી, વિપર્યયથી મૃત્યુની ભ્રાંતિ છે. તેથી ભયભીત છે. સ્વરૂપના લક્ષ્યથી સર્વજીવ પ્રત્યે સામ્યભાવ હોવાથી જીવને અદ્વેષ છે. વળી આત્મા આત્મપરિણામે ટકે છે ત્યારે તે સમાધિને પામે છે તેથી અખેદ છે.
આત્મામાં સમષ્ટિ પ્રત્યે વિશાળ દૃષ્ટિનું પ્રગટીકરણ સામાયિકના ભાવથી પ્રગટે છે. સ્વાર્થનાં સગપણ ટળે છે. સર્વત્ર આત્મીયતાનો અનુભવ