________________
જ્ઞાનક્રિયાભ્યાં મુક્તિઃ શ્રુત સામાયિક જ્ઞાનસ્વરૂપ ચૌદપૂર્વનું બીજ અને સાર છે. અને ચારિત્ર સામાયિક ક્રિયા સ્વરૂપ છે.
સામાયિક સમતાભાવનું અનુષ્ઠાન છે. સમતાભાવ વગર અન્ય અનુષ્ઠાનો નિરર્થક થાય છે. સામાયિક બહુમૂલ્ય અધિષ્ઠાન છે. સમભાવ સ્વરૂપ સામાયિક આકાશની જેમ સર્વ ગુણોનો આધાર છે. સમસ્ત કાલમાં અને ક્ષેત્રોમાં સામાયિક સૂત્ર દ્વારા પ્રત્યેક તીર્થંકર પરમાત્મા દીક્ષિત થાય છે, અને અન્યને દીક્ષિત કરે છે.
રત્નત્રયીમાં સમસ્ત ગુણોનો સમાવેશ થાય છે. તેથી રત્નત્રયીરૂપ સામાયિકમાં સર્વ ધર્મ અનુષ્ઠાન સર્વ યોગ અને સર્વ ગુણો સમાવિષ્ટ થાય છે.
સામાયિક ધર્મનો અધિકારી કોણ : સાવધ પાપક્રિયાઓનો ત્યાગ અને નિરવદ્યધર્મમાં ઉપયોગવંત આત્મા સામાયિક સ્વરૂપ કહેવાય છે. સંસારી અવસ્થામાં જીવ જ્ઞાનાવરણીય આદિ કર્મોથી ગ્રસિત છે. અજ્ઞાનવશ રાગ દ્વેષના દોષવાળો છે, તેવો જીવ પણ જો સાવધ પાપવ્યાપાર ત્યજી અહિંસાદિ ધર્મોનું સેવન કરી સ્વભાવમાં રમણ કરે તો તે દર્શનાદિ ગુણો વડે ક્રમશઃ મુક્તિ પ્રાપ્ત કરે છે. એવી વ્યક્તિને સામાયિક પરિણામ હોય છે.
સામાયિક ધર્મ બહુમુલ્ય છે. તેનો અધિકારી આત્મા સંયમ, તપ, નિયમ, ત્યાગ, તીતિક્ષામાં સદા નિમગ્ન હોય છે. સર્વાત્મમાં સમદષ્ટિવાળો હોય છે. રાગાદિ સર્વ વિભાવ પર નિયંત્રણવાળો છે. મન, વચન, કાયાના યોગ પર ઉપયોગના ક્વચથી રક્ષા કરે છે. તેથી કર્મોના પ્રવાહનો સંવર થાય છે. પૂર્વકૃત કર્મોનો ક્ષય થાય છે. ક્રમશઃ પરમ પદને પામે છે.
સામાયિક અધિષ્ઠાન યુક્ત આત્મા વૈરાગ્ય વાસિત હોય છે. હરેક પરિસ્થિતિમાં નિરંતર સમતાયુક્ત હોય છે. આવા સમતાભાવના સતત અભ્યાસ દ્વારા મુનિ સચ્ચિદાનંદની મોજ માણે છે. તેને મોક્ષ તો હથેળીમાં હોય છે. તેથી તેની અભિલાષાથી પણ તે મુક્ત છે.
નિશ્ચયનયથી સામાયિક સ્વયં શુદ્ધાત્મા છે, તેમાં કંઈ આગળપાછળ વિકલ્પ નથી. કેવળ શુદ્ધાત્મામાં રમણતા તે તેની અવસ્થા
૧૦૪