________________
(૨૮. સામાયિકનું શિખર, પરમસમાધિ :
વ્રતરૂપ સામાયિકમાં પ્રવેશ કરનાર સાધકનું લક્ષ્ય પરમસમાધિ છે. તે વર્તમાનમાં તળેટીમાં ઊભો છે. સંયમના પાલનથી સોપાન ચઢતો ચઢતો તે શિખરે પહોંચે છે, જ્યાં એ પરમ સમાધિમાં લીન થઈ શાશ્વત સુખને પામે છે. અર્થાત્ પરમાત્મસ્વરૂપને પામે છે. ત્યાં હવે દ્રવ્યકર્મ કે ભાવકર્મની કોઈ ઉપાધિ નથી. પરમ વિતરાગભાવ અને નિરાવરણજ્ઞાનનો તે સ્વામી છે.
ગ્રંથકાર સમાધિનું લક્ષણ જણાવે છે. જેમણે સમસ્ત ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કર્યો છે. સ્વરૂપાત્માની આરાધનામાં જે નિરંતર રત છે. આત્મભાવ તે તેમનું તપ છે. બાહ્યાડંબર રહિત સ્વતત્ત્વમાં જેની નિશ્ચળ સ્થિતિ છે તે દશા સમાધિ કહેવાય છે.
સમતા રહિત સ્થળાંતર કરેલો વનવાસ પરિષહોનો જય, મૌનવ્રત એકાંતવાસ ઈત્યાદિ મોક્ષના હેતુભૂત થતા નથી. માટે સદ્ગુરુની નિશ્રામાં તેમના વચનબોધ દ્વારા સમતારસનો અનુભવ કરી સમાધિમાં લીન થવું તે મોક્ષનો સાક્ષાત હેતુ છે. | મુનિનું સામાયિક એટલે શિખરે પહોંચવાનો અથાગ પુરુષાર્થ મુનિ સર્વસંગ પરિત્યાગી છે. તે ભવભ્રમણના હેતુરૂપ સાવદ્ય પાપવ્યાપારથી મુક્ત છે, પંચસમિતિ અને ત્રણ ગુપ્તિથી અંતરંગ શુદ્ધિ યુક્ત છે. વળી પાંચે ઈન્દ્રિયોના વિષયથી, ચારે કષાયથી પ્રવિમુક્ત છે. મુનિનું આ સામાયિક વ્રત સ્થાયી છે. અવધિથી મર્યાદિત નથી.
સહજ વૈરાગ્યભાવથી ભૂષિત, મોહજિત મુનિને સમરસીભાવને કારણે સમસ્ત જીવરાશિ પ્રત્યે ભેદરહિત સમાનભાવ હોય છે. છકાય જીવની રક્ષાનું સહજ પાલન હોય છે. તેવા ભાવથી પૂર્ણ સામાયિક મુનિનું વ્રત છે.
વાસ્તવમાં સમસ્ત પાપવ્યાપારના પરિહારથી સામાયિકની પ્રાપ્તિ થાય છે. યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું આવું સામાયિક કેવળજ્ઞાનીને હોય છે. જ્યાં સુધી આંશિક પણ પાપકાર્ય છે ત્યાં સુધી સંપૂર્ણ સામાયિક પ્રગટ થતું નથી. સામાયિક હેય જોય ઉપાદેયના જ્ઞાન સહિત હોય છે.
૧૧૨