________________
ચેતન શુદ્ધિ પામશે. તે માટે મારે વિનયભાવે સત્પુરુષના માર્ગને અનુસરવું હિતાવહ છે.
તે વિચારે છે કે જ્યાં સુધી હું નિર્વાણને ન પામું ત્યાં સુધી મારે નિઃસ્પૃહભાવે જગતમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબંધ થવા પ્રયત્ન કરવો. અને જીવમાત્ર સાથે મૈત્રી, ગુણવાન પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી પ્રત્યે કરુણા અને અપરાધી પ્રત્યે ક્ષમા, માધ્યસ્થભાવ રાખવો. આ ભાવનાઓથી ભાવિત થઈ ધર્મધ્યાનથી ભૂષિત થાઉં.
સામાયિકમાં તે સત્પુરુષોના જીવનની મહાનતા પ્રત્યે જોડાય છે, અહો ! ગજસુકુમાર, મેતાર્ય, વર્ધમાન સ્વામી વગેરે જેવા મનોજયી હતા, હર્ષ-શોક, શુભ-અશુભ, માન-અપમાન. સર્વ પરિસ્થિતિ તેમને સમાન હતી. તેમનું લક્ષ કેવળ આત્મ સમતાર્થે હતું. સર્વ જીવો પ્રત્યે સમભાવ હતો. દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવથી અપ્રતિબધ્ધપણે વિચરતા હતા. ઉપસર્ગમાં તેમણે અપવર્ગનું નિમિત્ત જોયું. દેહાદિની અનંત કલ્પનાઓ પળમાત્રમાં તેમણે શમાવી દીધી. ધન્ય તે મુનિ, મહાત્માઓ.
મારો તે દિવસ ધન્ય હશે કે હું તેમના માર્ગે વિચારવા સમર્થ થઈશ.
વળી ભાવના કરે છે કે સુલસા, સીતા, સુભદ્રા, ચંદના વગેરે સતીઓ સુદર્શન આનંદ અને પુણિયા જેવા શ્રાવકો, જેમણે સર્વજ્ઞ કથિત ધર્મને પરમ શ્રદ્ધાથી આદર્યો. અશુભયોગોમાં સમાધિભર્યા ચિત્તની મુખ્યતા રાખી. પરદોષ વક્ષ્ય અને સ્વદોષનો સ્વીકાર કરી પ્રભુના માર્ગને આરાધી ધન્ય બની ગયા.
હે પ્રભુ આવા સત્પુરુષોના પંથે પ્રયાણ કરવાનું મારું ભાગ્ય કયારે જાગશે ? આ કાળમાં જીવને - આયુષ્યની અલ્પતા છે. હું ઉદય-ઉપાધિથી ઘેરાયેલો છું. સર્વસંગ પરિત્યાગ કરવાનું બળ પ્રવર્તતું નથી. દેશત્યાગમાં પણ વિકલ્પ ઊઠે છે. પ્રભુ હવે સમય પણ કેટલો છે? આ સંસારની મોહિની કેમ કરીને છૂટશે? હવે આ દશમાં રહેવું
નથી.
આત્મસાધકને હવે ખટફ થઈ છે. તે વિચારે છે હું શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપઆત્મા અનંતકાળ થવા છતાં પરિભ્રમણ કેમ પામું
૧ ૧૫