________________
-
પ
દ
-
-
પરમ પૂજ્ય શ્રમણભગવંતોના શુભાશિષ
–તે આનંદને વિષય છે–
શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના વ્યાપક ફલક પર ઊજવાઈ રહેલા ૨૫૦૦માં નિર્વાણ કલ્યાણક મહોત્સવ વર્ષની સ્મૃતિ ચિરંજીવી બની રહે તે માટે તમોએ એક “માહિતી વિશેષાંક પ્રકાશિત કરવાની યેજના ઘડી, તેને સાંગોપાંગ પાર પાડવાનો નિર્ધાર કર્યો છે, તે આનંદને વિષય છે.
ભગવાન મહાવીર પરમાત્માના અનંત ઉપકારના સ્મરણરૂપે જાએલા વિવિધ વિશિષ્ટ કાર્યક્રમની માહિતીને સંગ્રહ પણ આ ઉજવણીને એક મહત્વને સમારક અંશ બની રહેશે.
આ કાર્યને પાર પાડવા દ્વારા તમો શ્રી જિનશાસનની શ્રીસંઘની વિશિષ્ટ સેવા કરવામાં સફળ બને એવા અમારાં શુભ આશીર્વાદ છે.
-શાસન પ્રભાવક પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયનાનસૂરીશ્વરજી મહારાજ
/ TARI
–ગ્રન્થની વિશેષતા
જેન' પત્રના આ વિશેષાંક ગ્રન્થમાં ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિવણ મહોત્સવની દેશ અને વિદેશમાં જે વ્યાપક ઉજવણી થઈ તેનું આછું અને મૌલિક દર્શન કરાવવામાં આવેલ છે. એ | રીતે ઈતિહાસની દૃષ્ટિએ ખૂબ જ મહત્વની સામગ્રીનું સંકલન આ અંકમાં થયું છે.
- જેમ જેમ દિવસો અને વર્ષો વીતશે, તેમ તેમ આ અંકનું મહત્વ અને મૂલ્ય વધશે. એનું A કારણ એ છે કે ભાવિ જૈન-જૈનેતર પેઢીઓને આ ગ્રન્થ દ્વારા નિર્વાણ મહોત્સવની ઐતિહાસિક ઉજવણીની માહિતી ઉપલબ્ધ થશે. વ્યવસ્થિત રીતે સંકલનબધ માહિતી આપતે આ અંક ખૂબ જ મહત્ત્વને, વિશિષ્ટ પ્રકારને, સાહિત્યસૃષ્ટિમાં નવીન ભાત પાડો અને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. શ્રી જૈન સંઘ “જૈન” સાપ્તાહિકના આ પ્રયત્નને આવકારશે એવી પૂરી આશા છે.
--યુગદિવાકર પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ
મિાહિતી વિશેષાંક]
[પચીસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org