________________
-
-
-
-
*
* * * * * * * * * * રાજસ્થાનનું શ્રી સંતોકબા દુર્લભજી
મેમેરીયલ હોસપીટલ ગૌરવ
પૂજ્ય રાષ્ટ્રસંત ઉપાધ્યાય શ્રી અમરમુનિજીની પ્રેરણાથી રાજગૃહમાં સ્થાપિત “વીરાયતન” નામની વિરાટ અને મહાવાકાંક્ષી સંસ્થાના પ્રમુખ શ્રી ખેલસંકર દુર્લભજીનું મૂળ વતન મેરબી [ ગુજરાત ] પરંતુ રાજસ્થાનને તેમણે પિતાનું વ્યાવસાયિક ક્ષેત્ર બનાવ્યું છે. ઝવેરાતને વેપાર કરતાં તેઓશ્રીએ અનેકવિધ સેવા કાર્યો કર્યા છે.
પિતાની માતાપિતાની પુણ્ય સ્મૃતિમાં તેઓશ્રીએ સંતોકબા દુર્લભજી ટ્રસ્ટની ૧૯૫૭માં સ્થાપના કરી. જયપુરમાં આ ટ્રસ્ટે ૧૯૬૯માં મેટરનીટી-કમ-નર્સિંગહોમની સ્થાપના કરી. પ્રજાને ઉમળકા ભર્યો પ્રતિસાદ [રિસ્પોન્સ ] મળતાં પદ્મશ્રી ખેલશંકરભાઈએ ભવાનીસિંહ માગર, જયપુરમાં સંતકબાઈ દુલભજી મેમોરીયલ હોસ્પીટલ, કોપ્લેકસની સ્થાપના કરી.
આધુનિક તબીબી સાધન સામગ્રીથી સુસજ્જ અને સાધન સંપન્ન આ હોસ્પીટલમાં ગરીબોને મફત સારવાર અપાય છે અને જનરલ વોર્ડમાં દાખલ થવાના દર પણ પ્રમાણમાં ઘણાં ઓછા છે. ટ્રસ્ટ દર વરસે, હોસ્પીટલને રૂ. ત્રણથી ચાર લાખનું દાન આપે છે.
ધી સંતકબા દુલમજી મેમોરીયલ હોસ્પીટલ રાજસ્થાનનું ગૌરવ છે. કાર્યક્ષમ તબીબી સેવા અને સસ્તા દરને લીધે તે અતિ કપ્રિય બની છે.
કોપ્લેકસમાં તેના તમામ કર્મચારીઓ માટેના રહેવાના અદ્યતન ફલેટ અને કવાટર છે. દરદીઓના સગાએ માટે ઉતરવા-રહેવા માટે તાજેતરમાં જ ત્રણ માળનું ગેસ્ટ હાઉસ બંધાયું છે. ટ્રસ્ટની ભાવના હોસ્પીટલમાં હજી વધુ ૩૦૦ બિછાના વધારવાની છે.
જન્મ ગુજરાતી પણ સેવાક્ષેત્રથી રાજસ્થાની પદ્મશ્રી ખેલશંકરભાઈ પિતાના જ્ઞાન, અનુભવ અને ધનથી સમાજની સુંદર સેવા કરી રહ્યા છે.
D શ્રી શંખેશ્વર મહાતીર્થમાં દાન કરવાની ઉત્તમ તક]
મહાપ્રભાવિક પ્રાચીન શ્રી શંખેશ્વર મહાતીર્થમાં ધર્મશાળા અને ભોજનશાળાને વધુ વિસ્તૃત અને વધુ સગવડવાળી કરવાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. શ્રીમતી અજવાળીબેન લલુભાઈ દેવચંદ, ભવનની બાજુમાં રૂા. ત્રણ લાખના ખર્ચે ભોજનશાળા માટેનું નવું ભવને તૈયાર થઈ રહ્યું છે. નવા ભવનમાં નવો વિશાળ આયંબિલ હેલ, સ્ટોર રૂમ, પાણીની ટાંકી તૈયાર થઈ ગયા છે. નવા હાલનું સ્ટોર રૂમનું તેમજ રૂમનું નામકરણ બાકી છે.
જુની ધર્મશાળાને અદ્યતન-માધુનિક સગવડે સાથે નવા સ્વરૂપે ઊભી કરવા માટે રૂા. છ લાખને અંદાજ છે. ભોજનશાળામાં માત્ર સવા રૂપિયામાં એક ટંકનું શુદ્ધ ઘીવાળું ભેજન અપાય છે. ઉપરાંત તપસ્વીઓને પારણુ કરાવાય છે. ભેજનશાળાને વરસે રૂા. પણ લાખને તારે આવે છે. આ બે જરૂરી કામ માટે ઉદારતાથી દાન કરે.
; નિવેદછે : શ્રી પોપટલાલ છગનલાલ કાપડીઆ [ પ્રમુખ ] શ્રી મુક્તિલાલ વીરવાડિયા, શ્રી પોપટલાલ કેશવલાલ ઝવેરી (ઉપપ્રમુખો)
શ્રી રતિલાલ મોહનલાલ : શ્રી દેવશીભાઈ ભુદરદાસ શ્રી નરસિંહભાઈ ચીમનલાલ શ્રી વીરચંદભાઈ એન. ગાંધી
મંત્રીઓ
*
*
*
*
*
*
*
*
*
*
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org