Book Title: Bhagwan Mahavir Mahiti Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Saptahik

View full book text
Previous | Next

Page 507
________________ વર્ધમાન સેવા કેન્દ્ર ૬૮, ગુલાલવાડી, મુંબઈઆત્મીય, પરમ હિતમિત્ર વડીલ બંધુ શ્રી કુમારપાળભાઈ તમારી શુભ ભાવનાઓ અને સત્ સંકલ્પને અમારા પ્રણામ. - પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનભાનુસૂરિજી મહારાજની તપસિંચિત મંગલ વાણીથી અને તમારા ભરપૂર આત્મપ્રેમથી અમે, તમારા દ્વારા સંચાલિત “જૈન ધાર્મિક શિક્ષણ શિબિરમાં રહીને ઘણું ઘણું પામ્યા છીએ. શિબિર દ્વારા અમારા જેવા અલ્લડ યુવાનનું નૈતિક અને આધ્યાત્મિક ઘડતર કરવાનું કામ છેલ્લા કેટલાય વરસેથી તમે અથાગપણે અને ઉત્સાહથી કરી રહ્યા છે તે જોઈ જાણીને અમારો આત્મા પુલક્તિ થાય છે. એક યુવાન પિતાની શુભ ભાવનાઓને સાકાર કરવાને સત્સંકલ્પ કરી તેમાં લયલીન બને તે તે પિતાનું તેમજ સમાજ અને શ્રી સંઘનું પણ કેટલું બધું કલ્યાણ કરી શકે છે તેનું તમે પ્રેરક જીવંત ઉદાહરણ છે જૈન ધાર્મિક શિક્ષણ શિબિરની પ્રવૃત્તિમાંથી આજ તમે સમ્યક પ્રવૃત્તિઓનું જે એક પછી એક વૃક્ષ વાવી સેવાની હરિયાળી સજી રહ્યા છે તે જોઈ અને જાણીને તમારા આત્માને આપોઆપ વંદન થઈ જાય છે. તમને તમારી કઈ પ્રશંસા કરે તે નથી ગમતું છતાંય આટલું લખ્યું છે, પણ તે પ્રશંસા કરવા માટે નથી લખ્યું. “વર્ધમાન સેવા કેન્દ્ર” નામની સંસ્થાને નામે તમે જે સેવાયજ્ઞ પ્રજ્જવલિત કર્યો છે તેથી અમારા આત્માને જે આનંદ થઈ રહ્યો છે તે જ વ્યક્ત કર્યો છે. કેન્દ્રની સમ્યક પ્રવૃત્તિની અનુમોદના કરવા અને બીજાઓને તેમાં સહભાગી બનાવવા માટે જ અમે આટલું લખ્યું છે. અમે તમારા “વમાન સેવા કેન્દ્રની પ્રવૃત્તિઓની પ્રશંસા કરીએ છીએ. અમારા જેવા યુવાનો માટે જ નહિ પરંતુ વડીલે માટે પણ આ કેન્દ્ર પ્રેરણારૂપ બની રહેશે. માત્ર પાંચેક વરસના સમય દરમિયાન કેન્દ્ર જે કંઈ સમાજ અને સંઘની સેવા કરી છે તે ખરેખર અનુમોદનીય અને વધુ ને વધુ સૌને સાથ અને સહકાર આપવાનો ભાવ પ્રેરે તેવી છે. આનંદ તે સૌથી વિશેષ અમને એ વાતનો છે કે તમારા કેન્દ્ર સેવાના એવા ક્ષેત્રે સ્પર્યા છે કે જ્યાં ખરેખર સેવાની જરૂર છે. યુવાનોને જૈન ધર્મના સંસ્કાર અને જૈનાચાર શીખવતી, કુદરતી આફતે વખતે અર્થાત્ દુકાળપિડિત, અકળ પીડિત તેમજ કયારેક વિદેશે (બંગલાદેશ)ના નિરાશ્રિતને ઘટના સ્થળે જઈને તેમના દુઃખમાં સહભાગી બનતી, અને દૂરસુદૂર પલ્લીવાલ ક્ષેત્રમાં વિસરાઈ ગયેલા જૈનત્વના સંસ્કારને પુનઃજીવંત કરતી તમારા કેન્દ્રની પ્રવૃત્તિ સાચે જ તન-મન અને ધનના સહકારના ગ્યને સુપાત્ર છે. કેન્દ્રના મુખપત્ર “વર્ધમાન જૈન” નામના “મિની પત્ર” (પાક્ષિકો દ્વારા અમે આ બધી સમ્યક પ્રવૃત્તિથી માહિતગાર થઈએ છીએ. છેલ્લા બે એક વર્ષથી કેન્દ્ર દ્વારા પલ્લીવાલ ક્ષેત્રના પલ્લીવાલ જૈન ભાઈ–બહેનોને જૈન ધર્મના સંસ્કાર આપવા કેન્દ્ર જે જહેમત લઈ રહ્યું છે તે જાણીને આત્મા આનંદની વિભેર બની જાય છે. આવા અજાણ્યા ક્ષેત્રમાં “સવિ જીવ કરું શાસન રસી ની ભાવનાને સાકાર કરવા માટે તમને અને કેન્દ્રના તમારા અન્ય આજીવન સેવાવ્રતીઓને અમારાં અભિનંદન. અમે અંતરના ય અંતરથી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ કે વર્ધમાન સેવા કેન્દ્રની સમ્યફ પ્રવૃત્તિઓ સમાજના ભરપૂર સાથ અને સહયોગથી દિન-બ-દિન વિકસિત અને સંગીન બની રહે. લિ. તમારા ઋણી ભૂતપૂર્વ શિબિરાથીઓ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530