________________
જાલાના 'કન :
સામુએ બંધાવેલ દેરાસર
દાનવીરેને
વહુએ બંધાવેલ દેરાસર
દિર :
*
સર્વજિન પ્રસાદ શ્રી આદિનાથાય નમઃ
રત્નતિલક પ્રાસાદ શ્રી ધર્મનાથાય નમઃ ચિંતી તિહાં આઠ હજાર તીર્થરક્ષાના લાભ અપાર.”–પૂ. દીપવિજયછે. ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા આ અતિ પ્રાચીન તીર્થને જીર્ણોદ્ધાર અને શ્રી આદીશ્વરજીની સંપ્રાત મહારાજાના વખતની (અસલ હતી તે જ) પ્રતિમાજીની પ્રતિષ્ઠા વિ. સં. ૧૬૪૯ માં વડનગરના ધર્મનિષ શ્રી બટુક શ્રેષિએ આચાર્યશ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજના મના શિષ્ય આચાર્યશ્રી વિજયસેનસૂરીશ્વરજી મ. પાસે ધામધૂમથી કરાવી આ જિનાલયનું નામ સવજિન પ્રાસાદ રાખ્યું. એ પછી એક સમયે શ્રી બટુક શ્રેષ્ઠિના ધર્મપત્ની હીરાબાઈ તથા તેમના પુત્રવધુ વીરાંબાઈ અત્રે યાત્રાથે પધારેલા. આ સમયે નવા જિનાલયની બારસાખ વીરાંબાઈને માથામાં વાગતાં, તેમણે ખિન્ન થઈ જિનાલયના નીચાણવાળા બારણાની ટીકા કરી. આથી તેમની સાસુ હીરાબાઈએ ટકોર કરતાં કહ્યું કે, “એમ હોય તો તમે તમારા પિતાને ત્યાંથી દ્રવ્ય મંગાવી બીજું જિનાલય બનાવી બારણુ ઊંચું કરાવો.” આ સાંભળી વીરાંબાઈએ પોતાના પિતાની સહાયથી પાંચ વર્ષમાં દેવવિમાન સમું બાવન જિનાલયવાળું મંદિર તૈયાર કરાવી દીધું. અને સં. ૧૬૫૪ માં આચાર્યશ્રી વિજયસેનસૂરિજી મન્ના વરદ હસ્તે શ્રી ધર્મનાથ ભગવાનની અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી જિનાલયનું નામ “રત્નતિલક પ્રાસાદ” રાખ્યું.
તીર્થના આ બન્ને જિનાલયે કાળક્રમે છણ થતાં, તેના જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉદ્ધારના પુન્યકાર્યમાં સમાજના દાનવીરને અને શ્રી સંધના અને ટ્રસ્ટીઓને ઉદારતાથી ફાળો આપવા નમ્ર વિનંતી છે.
ધર્મશાળા તથા ભોજનશાળાની અહીં ઉત્તમ સગવડ છે. કાયમી અખંડદીવો અને ભાતાખાતું પણ ચાલુ છે. સુંદર હવા-પાણું અને ધર્મભાવના જગાડે એવું ઉત્તમ આ તીર્થસ્થાન છે. કાવી તીર્થની યાત્રાએ આવવા માટે ભરૂચ, ખંભાત, અમદાવાદ, વડોદરા, જંબુસર અને ઝગડિયાથી આવવા-જવાની બસ મળે છે.
નાણાં મોકલવાના સ્થળો :– શ્રી રીખવદેવજી મહારાજ જૈન દેરાસર
જિ. ભરૂચ [ગુજરાત] મુકાવી
શા, જયંતિલાલ અમીચંદ ૮૨/૮૬, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૩
[ કેનઃ ૩ર૩૦૭૬ ]
લિ. શ્રી કાવી તીર્થના ટ્રસ્ટીઓ તથા કાર્યવાહક કમિટી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org