________________
જૈન તીર્થોની રક્ષા કરવા અને તેની પવિત્ર સ્વતંત્રતા જાળવી રાખવાના ઉદાત્ત દયેયથી, ૧૨મી એપ્રિલ ૧૯૦૩ના રોજ અમદાવાદથી શ્રી ભગુભાઈ કારભારીએ “જૈન” નામનુ વેતામ્બર મૂર્તિપૂજક સમાજનું સૌ પ્રથમ સાપ્તાહિક પ્રકટ કર્યું. તીર્થરક્ષા અને સ્વતંત્રતા માટે શ્રી કારભરીએ તે સમયના રાજાઓ સામે જેને ને બુલંદ અને નીડર અવાજ વ્યક્ત કરીને થોડાક જ સમયમાં “જૈન અને એક પડકારતી સફળ સત્તા તરીકે સ્થાપિત કર્યું. અમદાવાદમાં આ કારણે સત્યને અવાજ રુંધતે લાગવાથી શ્રી કારભારીએ “જૈન”નું પ્રકાશન છેડા વરસે મુંબઈથી કર્યું.
જેને નવમા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે શ્રી કારભારીને પિતાના આરોગ્ય માટે વિદેશ જવાનું થયું. પિતાની ગેરહાજરીમાં તેમણે “જૈન”નું સંપાદન અને સંચાલન શેઠ દેવચંદ દામજી કુંડલાકરને શ્રદ્ધાપૂર્વક સેપ્યું. શેઠ દેવચંદભાઈએ આદ્યતંત્રીની શ્રદ્ધાને યશસ્વી રીતે સાબિત કરી. શ્રી કારભારીનું વિદેશમાં જ અવસાન થયું, આથી તેમના જીવનમાંથી પ્રેરણા લઈને શ્રી કુંડલાકરે “જૈન' સાપ્તાહિકની સત્યની યાત્રાને આવરત ચાલુ રાખી.
સમયને પ્રવાહ બદલાતાં તીર્થરક્ષા અને સ્વતંત્રતાના દયેયને “જૈન' સાપ્તાહિકે વધુ વિસ્તૃત બનાવ્યું. જૈન સમાજમાં બનતા ધાર્મિક અને સામાજિક પ્રસંગો અને પ્રશ્નો અંગે અગ્રલેખો અને સામયિક કુરણ લખી સત્યના અવાજને વધુ વ્યાપક ક્ષેત્રે ગૂજત કર્યો.
અગ્રલેખે, સામયિક કુરણ અને સમાચાર ઉપરાંત દર અને વિવિધ વિષય પર વિદ્વાનોના લેખે, વાર્તાઓ વગેરે પણ આજ સુધી પ્રકટ થતા રહ્યા છે અને નિયમિત અંક ઉપરાંત પયુંષણ, દિવાળી અને ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકના પ્રસંગે સાહિત્યસભર વિશેષાંકે તેમજ કેન્ફરન્સ જેવી સંસ્થાના અધિવેશન અને પ્રતિષ્ઠા પ્રસંગે વિશિષ્ટ પુતિઓ પણ અવારનવાર આજ સુધી પ્રકટ થતા રહ્યા છે.
શેઠ દેવચંદભાઈનું વિ. સં. ૧ લ્માં અવસાન થતાં “જૈન ની સંપૂર્ણ જવાબદારી તેમના પુત્ર શ્રી ગુલાબચંદભાઈએ ઉપાડી અને તેઓશ્રીએ પણ પિતાના પુરોગામી તંત્રીઓની પ્રગતિશીલ નીતિને એકધારી જાળવી રાખી. આજે ૭૩ વર્ષે “જૈન” નિયમિત દર સપ્તાહે પ્રકટ થાય છે અને દેશભરમાં પ્રસારિત થયેલું છે. શ્રી ગુલાબચંદભાઈની વૃદ્ધાવસ્થા અને નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં લઈ અત્યારે તેની બધી જ જવાબદારી તેમના સુપુત્ર શ્રી નવીનભાઈ શ્રી વિનોદભાઈ અને શ્રી મહેન્દ્રભાઈ સંભાળી રહ્યા છે. આમ ત્રણ પેઢીથી ચાલતું વ્યક્તિગત માલિકીનું પણ સેવાને વરેલું જૈન” સાપ્તાહિક જૈન પત્રમાં એકમેવ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org