________________
શ્રીમદ્
બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજને....
મહુડી [મધુપુર ]માં ઉજવાયેલ ૫૦ મે સ્વર્ગારોહણ દિન
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મહુડી (મધુપુરી)માં પરમ પૂજ્ય આયાત્મજ્ઞાન દિવાકર, શાસ્ત્રવિશારદ, શાસનશિરતાજ, અષ્ટોત્તર શતાધિ ગ્રંથ પ્રણેતા, યોગનિષ્ઠ, ધુરંધર આચાર્ય ભગવંત શ્રી ૧૦૦૮ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને ૫૦ મો
સ્વર્ગારોહણ દિન [સુવર્ણ જયંતિ મહોત્સવ ] સંવત ૨૦૭૧ના જેઠ સુદી ૧૧ થી જેઠ વદી ૩ સુધી, દિન ૮ ને મહોત્સવ શ્રી મહુડી [ મધુ રી] જેના
વેતામ્બર મતિપૂજક સંધ તરફથી આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા આચાર્ય ભગવંત શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિખે તેમજ સમુદાયના સાધ્વીજી મહારાજની પાવનકારી નિશ્રામાં તેમજ ચતુર્વિધ સંધની નિશ્રામાં ઉજવાય હતે. આ પ્રસંગે શ્રી સિદ્ધચક્ર પૂજન, અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર, શ્રી પાર્શ્વનાથ અઢાર અભિષેક પૂના, શ્રી ગુરુ મહારાજશ્રીની પુજ, તેમજ દેરાસરમાં બીજી ચ૨ પૂજન ભણાવવામાં આવી હતી. આઠ દિવસ સવારના ૧૦ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી મહારાજશ્રીને ગુણાનુવાદ રાખેલ હતો. આ માટે ૫ હજાર માણસ બેસી શકે તે ભવ્ય મંડપ બાંધવામાં આવ્યો હતો. મહારાજશ્રીને જન્મ સં. ૧૯૩૦ના મહા વદી ૧૪ શિવરાત્રીના દિવસે વિજાપુરમાં કણબી પાટીદાર કુટુંબમાં થયો હતો. અને સં. ૧૯૮૧ના જેઠ વદી ૭ ના રોજ વિજાપુરમાં જ નિવાણુ પામ્યા હતા. મહારાજશ્રીના આ ૫૦મા સ્વગહણ દિન પ્રસંગે જેઠ સુદ ૧થી જેઠ વદ ૩ સુધી વિવિધ પુજાએ ભાવિક સદ્દગૃહસ્થ તરફથી ભણાવવામાં આવી હતી. પૂજ્યપાદ યોગનિષ્ઠ ગુરૂ ભગવંતશ્રીના ૧૦૮ આધ્યામ ચંશે સંબંધી પુજ્યપાદ આચાર્ય ભગવંતે તેમજ વિદ્વાનોના પ્રવચનો પણ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી સિદ્ધચક્ર પૂજન ભણાવવા માટે શ્રેટિવ ક્રિયાકારક બાબુભાઈ કડીવાળા તેમજ વિધિવિધાનકાર શ્રી કાન્તિલાલ રાયચંદ સાણંદવાળા પધાર્યા હતા. પુજા તથા ભાવનામાં સંગીતરત્ન શ્રી ગોપાળદાસભાઈએ તેમની મંડળ સહિત પધારી ભક્તિરસની અનેરી જમાવટ કરી હતી. આ પ્રસંગને અનુરૂપ શ્રી મહુડી [ મધુપુરી) જૈન તીર્થ પેઢી તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી “ પુણ્ય સ્મૃતિ અંક’ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેની કિંમત રૂ. બે છે. જેમાં મહારાજશ્રીનું જીવન ચરિત્ર, મહેસવને
કાર્યકમ, તેમના હાથે થયેલ પ્રભાવક કાર્યો, સાહિત્ય સર્જન, શ્રી ઘંટાકર્ણ - વીર સમકિતી દેવ વિશેનું લખાણ, શ્રી મહુડી-મધુપુરી તીયના પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસની ભવ્ય ઝલક, કેટલાક ફોટા વિગેરે સાહિત્ય આપવામાં આવ્યું છે. આ સ્મૃતિ અંક મહારાજશ્રીની સ્મૃતિ માટે દરેક વસાવા ગ્ય છે. તે મેળવવા માટે શ્રી મહુડી (મધુપુરી] જૈન તીર્થ પેઢી, મુ પોસ્ટ મહુડી, તા. વિજાપુર, જિ. મહેસાણા (ઉ. ગુ); મે. દિલીપકુમાર એન્ડ કાં. રાણીનો હજીરા, માણેક ચોક, અમદાવાદ, અથવા શ્રી મહુડી તીર્થના દ્રસ્ટી, ચીનુભાઈ વાડીલ લ વોરે, મે. વાર ટ્રાન્સપોર્ટ , ૧૫/૭, “ગેશ્વર' ૧લા માળે, કાઝી સૈયર સ્ટ્રીટ, મુંબઈ- મન ર૦૫૭૪-૭૩૮૩૨૬.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org