________________
જ
જ .
છ છે
ભણેક વર્ષ પહેલાં ફાધર વાલેસ વ્યાખ્યાને આપવા (લેકચર (ર) માટે યુરોપમાં ગયા હતા. પોતાની વ્યાખ્યાનમાળા દરમ્યાન તેઓએ જેન ધર્મના વિષય ઉપર પણ વ્યાખ્યાન આપ્યું હતું. પિતાના વ્યાખ્યાનપ્રવાસ દરમ્યાન લેકોની જૈનધર્મ અંગેની બિનજાણકારી તથા એ માટેની જિજ્ઞાસાની વિગતો આપતાં, અને આ માટે જેનોને પ્રચારલક્ષી બનવાનું જણાવતા એક લેખમાં તેઓશ્રી કહે છે કે
ત્રણ વર્ષ પહેલાંને અનુભવ છે. હું યુરોપમાં એક વ્યાખ્યાન-યાત્રા (લેકચર-દુર) માટે ગયે હતે. વ્યાખ્યાનોને વિષય ભારતીય સંસ્કૃતિ હતા, ને એમાં મેં જૈન ધર્મ વિશે પણ એક વ્યાખ્યાનનો સમાવેશ કર્યો હતો. જેને ધર્મને મારો વિશેષ અભ્યાસ નથી, પણ ભારતીય સંસ્કૃતિમાં જેને ધર્મને ફાળે મોટે છે એટલે એની વાત વ્યાખ્યાનમાળામાં બાવવી જ જોઈએ એમ મને લાગ્યું હતું. અને ગુજરાતમાં હું આવ્યો ત્યારથી અદ્દભાગ્યે જેનેના સંપર્કમાં આવ્યો છું અને થોડું જૈન સાહિત્ય પણ વાંચ્યું હતું, એ ખ્યાલો અને એ અનુભવ લઈને મેં એક વ્યાખ્યાન તૌયાર કર્યું. સમય આવ્યે અને પ્રવાસ દરમ્યાન વ્યાખ્યાનમાળામાં આપ્યું પણ ખરું. વ્યાખ્યાનમાં કઈ ખાસ મોટી વાત તે ન હતી. પાંચ મહાવ્રત, કર્મને સિદ્ધાંત, અનેકાંતવાદ, દીક્ષાને પ્રસંગ મેં જોયો હતો એનું વર્ણન અને કેટલાક સાધુઓની સાથે વાતચીત થઈ હતી અને સાર. ભારતમાં એવું વ્યાખ્યાન આપીએ તો એમાં કંઈ નવું ન લાગે, પણ ત્યાં મને જ અનુભવ થયો. પહેલીવાર એ વ્યાખ્યાનમાળા આપી ત્યારે લોકોને સોથી વધારે ગમ્યું તે એ જનધમ' વિશેનું વ્યાખ્યાન અને જ્યાં જયાં એ વ્યાખ્યાનમાળા ચાલી ત્યાં એ જ અનુભવ થયે. પ્રશ્નોત્તરીમાં એના પ્રશ્નો વધારે આવે અને અખબારોમાં એના અવલોકને વિશેષ આવે. તેને બધું નવું લાગે અને આકર્ષક લાગે, એક પ્રાચીન, વિશિષ્ટ, સુવ્યવસ્થિત, સંગઠિત, ત્યાગપ્રધાન અને ચિંતનસમૃદ્ધ ધર્મ આજે અસ્તિત્વમાં છે એને ખ્યાલ ઘણાને ન હતું, અરે એનું નામ પણ ઘણાખરાએ સાંભળ્યું ન હતું. પછી ઘણા પ્રશ્નો પૂછે, વિગતે માગે. કેટલાક ખાનગીમાં મળીને પણ વધારે માહિતી અને જન ધર્મનું સાહિત્ય પણું માગે, એક અખબારમાં એ વ્યાખ્યાનના અહેવાલને અંતે સમીક્ષકે લખ્યું: આપણા શહેરમાં આ પહેલી જ વાર જૈન ધર્મ વિશે આવું વ્યાખ્યાન અપાય એ વાતને હું આપણુ શહેરનાં બૌદ્ધિક જીવનની એક મહત્તવની ઘટના લેખું છું.” છેવટે જૈનધર્મના સિદ્ધાંતોની ઉપયોગીતા આલેખી, તેના પ્રચાર માટે પચીસમા નિર્વાણ વર્ષનું મહત્વ સમજાવતા ફાધર વાલેસ કહે છે કે, આખી દુનિયા ભગવાન મહાવીરને ૨૫૦૦મો નિર્વાણ મહોત્સવ ઉજવવાની તૈયારીમાં છે. ભારતમાં જાતજાતનાં કાર્યક્રમો યોજાશે એને સીધે ફાયદો આપને થશે. તે પરદેશમાં પણ ઠેકાણે ઠેકાણે એવા કાર્યક્રમો યોજાય અને તે દ્વારા આ મંગળ અને વિરલ પ્રસંગે આખી દુનિયાને અણીને વખતે જૈન ધર્મના અહિંસક, ત્યાગપ્રધાન, સહિષ્ણુ સંસ્કારોને પૂરે લાભ મળે એ સો દિલથી ઈચ્છીએ. આજની સંતપ્ત દુનિયા માટે જૈન ધર્મમાં ઔષધ છે. તે એને લાભ દુનિયાને મળે એ માટે સૌએ પ્રયત્ન કરવાને છે.
હ
જ બ
છ
હ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org