________________
પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ
બે, ત્રણ, પાંચ, આઠ વગેરે ભેદોથી ભક્તિ અનેક પ્રકારે કહેલી છે. તેમાં દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની કહેલી છે. અંગ આદિ ભેદથી ત્રણ પ્રકારની કહેલી છે.
વ્યાખ્યા- અહીં વિનય ભક્તિ-બહુમાન સ્વરૂપ છે એમ પૂર્વ બતાવેલું છે. તેમાં ભક્તિ બે, ત્રણ, પાંચ, આઠ વગેરે ભેદોથી અનેક પ્રકારની છે.
ભક્તિનાં પ્રકારો
૩૫
દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની ભક્તિ જાણવી. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજાના ભેદથી ત્રણ પ્રકારે ભક્તિ જાણવી.
હવે પહેલી અંગ પૂજારૂપ ભક્તિ કહેવાય છે- તેમાં અંગપૂજા જલ, વિલેપન, પુષ્પ, આભરણ વગેરેથી થાય છે. તે આ પ્રમાણે- દુઃખે કરીને પ્રાપ્ત કરેલા એવા સમ્યક્ત્વ રતને સ્થિર કરવાની ઈચ્છાવાળા બુદ્ધિશાળી ગૃહસ્થે સ્વયં પવિત્ર થઈને પહેલાં બાદર જીવની યતના માટે શુદ્ધ વસ્ત્રથી જિન સમાન મુદ્રાવાળી જિનપ્રતિમાનું પ્રમાર્જન કરી, કપૂર, પુષ્પ, કેસર વગેરેથી મિશ્રિત સુગંધી જલથી અથવા ફક્ત નિર્મલ જળથી સ્નાન કરાવવું જોઈએ. ત્યાર પછી કપૂર, કેસર, ચંદન આદિ સારાં દ્રવ્યોથી વિલેપન કરવું જોઈએ. પછી પુષ્પપૂજા ક૨વી જોઈએ. તેમાં સામાન્ય પુષ્પોથી પૂજા ન જ કરવી જોઈએ. જેથી કહ્યું છે કે
કેવાં પુષ્પોથી પૂજા ન કરવી
7 શુ: પૂનયેદ્દેવ, સુમૈન મહીતૈ:।
ન વિશીર્નૌઃ સ્વê--શુભૈઽવિશિમિ:॥ ૬ ॥
અર્થ- સૂકાઈ ગયેલાં, પૃથ્વી ઉપર પડેલાં, તૂટી ગયેલી પાંખડીઓવાળાં, અશુચિથી સ્પર્શાયેલાં અને નહીં ખીલેલાં પુષ્પોથી દેવની પૂજા ન કરવી.
पूतिगंधीन्यगंधानि, आम्लगंधानि वर्जयेत् । कीटकोशापविद्धानि, जीर्णपर्युषितानि च ॥ २॥
અર્થ- દુર્ગંધવાળાં, ગંધ વગરનાં, ખાટી ગંધવાળાં, કીડાઓથી અને કોશોથી વિંધાયેલાં, જીર્ણ થયેલાં અને વાસી પુષ્પોથી દેવની પૂજા ન ક૨વી.
વળી બીજું
हस्तात्प्रस्खलितं क्षितौ निपतितं लग्नं क्वचित्पादयोर्यन्मूर्द्धार्ध्वगतं धृतं कुवसनैर्नाभेरधो यद् धृतं । स्पृष्टं दुष्टजनैर्घनैरभिहतं यद् दूषितं कीटकै - स्त्याज्यं तत्कुसुमं दलं फलमथो भक्तैर्जिनप्रीतये ॥३॥
અર્થ- હાથમાંથી પડી ગયું હોય, ભૂમિ ઉપર પડેલું હોય, પગોને લાગેલું હોય, મસ્તક ઉપર રાખેલું હોય, ખરાબ વોમાં ધારણ કરેલું હોય, નાભિથી નીચે ધારણ કરેલું હોય, દુષ્ટ માણસોએ સ્પર્શ કર્યો હોય, ઘણાં વરસાદથી હણાયેલું હોય, કીડાઓથી દૂષિત થયેલું હોય એવા પુષ્પ, પત્ર, ૧. કોશનો અર્થ મેઘ થાય છે. અર્થાત્ ઘણા વરસાદથી વિંધાયેલાં હોય.