Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 321
________________ ૩૦૮ આત્મપ્રબોધ કરનારાઓને નિત્ય ઉપવાસ છે. તો પણ ઉત્તરગુણની વૃદ્ધિ માટે ઉપવાસ ઇચ્છે છે, અર્થાત્ પચ્ચકખાણપૂર્વક ઉપવાસ કરવો જોઈએ એમ મહર્ષિઓ ઇચ્છે છે= કહે છે. શક્તિ મુજબ તપ કરવો જોઇએ એમ જિનોએ કહ્યું છે. આ મુનિ શક્તિને ગોપવતા નથી. તો પછી આ મુનિ તપથી હીન કેવી રીતે છે ? અને તમે તપથી અધિક કેવી રીતે છો ? ઇત્યાદિ ગુણોથી દેવીએ કૂરગડુક મુનિની પ્રશંસા કરી. પછી તેના ગુણોથી હર્ષ પામેલી તે ગઈ. - સવારે રાતવાસી આહાર (રાતે રાખવા છતાં અભક્ષ્ય ન બને તેવો આહાર) લઈને આવેલા કૂરગડુક મુનિ ચારમાસી તપ કરનારા તપસ્વીને નિમંત્રણ કરે છે. ગુસ્સે થયેલા તે તપસ્વી તેના પાત્રમાં થુંકે છે. કોઇપણ રીતે નિમંત્રણ કરાયેલા અન્ય તપસ્વીઓ પણ તે જ પ્રમાણે તેના પાત્રમાં થુંકે છે. સંવેગને પામેલ કૂરગડુકમુનિ મિચ્છા મિ દુક્કડ પૂર્વક કહે છે કે મારા પ્રમાદને ધિક્કાર થાઓ. તપસ્વીઓની પાસે ખેલમલ્લક ન મૂક્યો. હું અસમાધિનું કારણ થયો. ઇત્યાદિ પોતાની નિંદા કરતા કૂરગડૂકમુનિ તે આહારને ખાવાનું જેટલામાં શરૂ કરે છે તેટલામાં ચાર તપસ્વીઓએ ખાવાનો નિષેધ કર્યો. કૂરગડુકમુનિએ વિચાર્યું પશુની જેમ માત્ર આહાર માટે સદાકાલ હું આહારને જ મેળવવાની ઇચ્છાવાળો છું. આ મહાકર્મક્ષય કરનારા તપસ્વીઓ છે. હું એમને સર્પના બચ્ચાની જેમ ઉગ કરનારો થયો. તેથી આ વિષે મારું સમ્યક્ મિચ્છા મિ દુક્કડ થાઓ. ફરી એમને અસમાધિ નહિ કરું. આ પ્રમાણે ઉપશમથી કોઇપણ રીતે તે રીતે ભાવનાની વૃદ્ધિને પામ્યા કે જેથી તેમને ભવનતલને પ્રકાશિત કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. સુગંધી પવન શરૂ થયો. સુગંધીજલની વૃષ્ટિ થઈ. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. દેવોએ કૂરગડુકમુનિને સુવર્ણકમળ ઉપર બિરાજમાન કર્યા. આ પ્રમાણે દેવો સહિત ઇન્દ્રોએ વિસ્તારથી મહિમા કર્યો. પછી જ્ઞાની મુનિએ ધર્મ કહ્યો. પછી દેવીએ તપસ્વીઓને કહ્યું કે- તપસ્વીઓ ! ત્રિકાલ ભોજન કરનારનું માહાત્મ જુઓ. પછી સ્વક્રોધની નિંદા કરતા અને તેના ઉપશમની પ્રશંસા કરતા તે બધા કોઇપણ રીતે તે રીતે પરમ સંવેગને પામ્યા કે જેથી નિર્મલ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ક્રમે કરીને કમરનો નાશ કરીને પાંચેય સિદ્ધ થયા. આ પ્રમાણે કૂરગડુકમુનિ પણ ક્રોધથી દુઃખ પામ્યા અને પછી ક્ષમાથી દેવો વડે નમાયા. તેથી તે જીવ તું ક્ષમાને કર અને ક્રોધનો નાશ કર. (ઉપદેશમાલા (પુષ્પમાલા) ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધત) મલવાદીસૂરિનું દૃષ્ટાંત ભૃગુકચ્છ(ભરૂચ) નગરમાં રાજાની સમક્ષ વાદ થતાં બૌદ્ધ સાધુ બુદ્ધાનંદે જીવાનંદસૂરિને વિતંડાવાદવડે જીતી લીધા. તેથી લજ્જા પામીને સૂરિ મહારાજ વલ્લભીપુર ગયા; ત્યાં પોતાની બહેન દુર્લભદેવીને તેના અજિતયશા, યક્ષ અને મલ્લ નામના ત્રણ પુત્રો સહિત

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326