Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 323
________________ આત્મપ્રબોધ એકદા વૃદ્ધ સાધુઓ પાસેથી શ્રી મલ્લસૂરિને ભૃગુકચ્છમાં પોતાના ગુરુના પરાજયની વાત સાંભળવા મળી અને તેઓ પોતાના શિષ્યો સાથે ભૃગુકચ્છ આવ્યા ત્યાં શિલાદિત્ય રાજાની સમક્ષ બૌદ્ધ સાધુ બુદ્ધાનંદ સાથે તેમને વાદ થયો. તેમાં મલ્લાચાર્યે નયચક્રના અભિપ્રાયને અનુસારે છ માસ સુધી અવિચ્છિન્ન વાગ્ધારાએ પૂર્વ પક્ષ કર્યો. તે પૂર્વપક્ષને ધારણ કરવામાં અશક્ત એવો બુદ્ધાનંદ પોતાના મકાને નાસી ગયો, અને વાદીના પૂર્વપક્ષને સંભારી સંભારીને ખડીવડે લખવા માંડ્યો, પણ વિસ્મરણ થવાથી લખી શકાયું નહીં, તેથી અત્યંત ખેદ પામતાં તે બુદ્ધાનંદનું હૃદય ફાટી ગયું, અને તત્કાલ તે મૃત્યુ પામ્યો. પ્રાતઃકાળે શાસનદેવીએ તે વૃત્તાંત મલ્લસરિને જણાવી તેના પર પુષ્પવૃષ્ટિ કરી. પછી રાજાએ મલ્લસૂરિને ‘વાદીમદભંજક' એવું બિરુદ આપી સર્વ બૌદ્ધોને પોતાના દેશમાંથી કાઢી મૂક્યા, અને પોતે જૈની થયો. ત્યાર પછી બૌદ્ધ લોકો ફરીથી આ દેશમાં આવ્યા જ નથી. “હે ભવ્યપ્રાણીઓ !જિનશાસનના પ્રભાવની ઉન્નતિ કરવારૂપ પવિત્રતા કરનારૂં મલ્લવાદીનું ચરિત્ર સાંભળીને કાવ્યાદિકની વિચિત્ર લબ્ધિ વડે જિનશાસનની ઉન્નતિ કરવા તત્પર થાઓ.' (ઉપદેશપ્રાસાદ ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધૃત) વિનીત-અવિનીત શિષ્યનું દૃષ્ટાંત ૩૧૦ કોઇક સિદ્ઘપુત્રની પાસે બે પુત્રો અર્થાત્ શિષ્યો હતા. પુત્રો અને શિષ્યોને સમાન જ ગણેલા છે. તે બંને શિષ્યોને સિદ્ધપુત્ર નિમિત્તશાસ્ત્ર ભણાવ્યા. કોઇક વખતે તૃણ, કાષ્ઠ દર્ભાદિ લેવા માટે અરણ્યમાં ગયા. ત્યાં બંનેએ હાથીનાં પગલાં જોયા. એકે આ હાથણીનાં પગલાં છે' એમ વિશેષતા કહી. કેવી રીતે તેં જાણ્યું ? તો કે, કરેલા મૂત્રના આધારે. ‘વળી તે હાથણી કાણી છે.' કારણ કે, એક બાજાનાં તૃણાદિકનું ભક્ષણ કરેલું છે. વળી મૂત્ર કરેલાના આધારે એક સ્ત્રી અને પુરુષ તેના ઉપર રહેલા છે. મૂત્ર કરીને ઉભા થતી વખતે હાથનો ટેકો દઇને, તેનાં આગળાં જમીન પર પડેલાં છે, તેમ ઉભી થયેલી હોવાથી પૂરા મહિના થયેલા ગર્ભવાળી છે, વળી તેને પુત્ર જન્મશે કારણ કે, તેણે જમણો પગ ભાર દઇને મૂકેલો છે, તેમ પગલાંથી જણાય છે. જમણી કુક્ષિમાં ગર્ભે આશ્રય કર્યો હોય, તો પુત્ર થાય. વળી રસ્તા પરના વૃક્ષો પર તેણે પહેરેલ લાલ વસ્ત્રના તાંતણા વળગી ગયેલા હોવાથી તે પણ પુત્રોત્પત્તિ-સૂચક છે. તેમ નિમિત્ત શાસ્ત્રમાં કહેલું છે. તે જ બંને સિદ્ધપુત્રો નદી-કિનારે જળપાન કરીને જેટલામાં બેઠા, તેટલામાં જળ ભરવા માટે હાથમાં ઘડો લઇને આવેલી એક વૃદ્ધાએ સિદ્ધપુત્રોને જોયા. ‘કોઇ નિમિત્તજ્ઞાનવાળાઓ પુત્રના સમાચાર કહેશે'- એમ સમજી લાંબા કાળથી પરદેશ ગયેલા પોતાના પુત્રનો આગમનકાળ પૂછ્યો કે, ‘મારો પુત્ર ધરે ક્યાર આવશે ?' પૂછવામાં વ્યગ્ર બનેલી હોવાથી, તેના હાથમાંથી ભરેલો ઘડો ભૂમિ પર પડી

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326