Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 322
________________ પરિશિષ્ટ ૩૦૯ પ્રતિબોધ પમાડીને દીક્ષા આપી. પછી તે ત્રણેને ગુરુએ નયચક્રવાળા ગ્રંથ વિના બીજા સર્વ શાસ્ત્રો ભણાવ્યાં. ત્રણેમાં મલ્લમુનિ વિશેષ બુદ્ધિમાન થયા. એકદા “જ્ઞાનપ્રવાદ નામના પાંચમાં પૂર્વમાંથી ઉદ્ધરેલ, બાર આરાવાળો, દરેક આરાના આરંભમાં અને અંતે ચૈત્યપૂજાદિક મહોત્સવ કરીને વાંચવા લાયક અને દેવતાધિષ્ઠિત એવો જે દ્વાદશાર નયચક્ર નામનો ગ્રંથ જ્ઞાન ભંડારમાં છે તે કોઇને દેખાડવો નહીં.” એમ પોતાની બહેન સાધ્વીને ભલામણ કરીને ગુરુ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એકદા મલમુનિએ પોતાની માતાથી છાનું તે પુસ્તક કૌતુકથી લઈને ઉઘાડી પ્રથમ પત્રમાં પ્રથમ આર્યા આ પ્રમાણે વાંચી विधिनियमभङ्गवृत्तिव्यतिरिक्तत्वादनर्थकमवोचत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥ १ ॥ આ પ્રથમ આર્યા મલ્લમુનિએ વાંચી, કે તરત જ તે પુસ્તક શાસનદેવીએ હરી લીધું. તે જોઈ મલમુનિએ અતિ ખેદ સહિત પોતાની માતાને તથા સંઘને તે હકીકત યથાસ્થિત કહી બતાવી. તેઓએ તેને ઘણો ઠપકો આપ્યો. પછી મલમુનિએ તે ગ્રંથની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી છએ વિગઈનું પ્રત્યાખ્યાન કર્યું, અને કેવળ વાલવડે પારણું કરીને છ8 તપ કરવા લાગ્યા. ચાતુર્માસના પારણાને દિવસે સંઘે અત્યંત આગ્રહ કરીને તેમને વિગઈ ગ્રહણ કરાવી. પછી શ્રીસંઘે આરાધેલી શ્રુતદેવીએ મલસાધુની પરીક્ષા કરવા માટે રાત્રિએ આવીને કહ્યું કે-“ મિષ્ટા ?” “કઈ ચીજ સ્વાદિષ્ટ છે ?” મુનિએ જવાબ આપ્યો કે- “વ8:-વાલ” ત્યાર પછી છ માસે ફરીથી શાસનદેવીએ પૂછયું કે, “જન સદ? કોની સાથે ?” ત્યારે મુનિએ કહ્યું કે-“Tધૃતૈન”- ગોળ અને ઘીની સાથે.” આવો પ્રત્યુત્તર સાંભળીને તેની ધારણા શક્તિથી તુષ્ટમાન થયેલી દેવીએ “વરદાન માગ” એમ કહ્યું. ત્યારે તેણે નયચક્ર પુસ્તક આપો' એ વરદાન માગ્યું. એટલે દેવીએ તેને તે પુસ્તક આપ્યું. તેથી તે મલ્લ મુનિ અધિક શોભા પામ્યા. ત્યાર પછી અધિક કેટલેક કાળે ગુરુ મહારાજ વિહારના ક્રમે પાછા ત્યાં પધાર્યા અને મલમુનિને સૂરિપદે સ્થાપન કર્યું. શ્રી મલસૂરિએ ચોવીશ હજાર શ્લોક પ્રમાણ પદ્મચરિત્ર રચ્યું. ૧. પોતાની બહેન સમક્ષ મલ્હસાધુને કહ્યું એવું પ્રભાવક ચરિત્રમાં છે. ૨. દેવીએ તે પુસ્તક તેને આપ્યું નહીં, પણ કહ્યું કે, “એ ગ્રંથ પ્રગટ થવાથી કેવી દેવતાઓ ઉપદ્રવ કરશે; પરંતુ તેના એક જ શ્લોકથી તમે આખા શાસ્ત્રનો અર્થ જાણશો.' એમ કહી શાસનદેવી અદ્રશ્ય થઈ. ત્યાર પછી તેમણે દશ હજાર શ્લોકપ્રમાણ નયચક્ર ગ્રંથ નવીન કર્યો-એવું પ્રભાવક ચરિત્રમાં કહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326