________________
૪૨
આત્મપ્રબોધ
કરીને સમુદ્રની અંદર જલચરના ઉપદ્રવને નિવારનારા અને જલની અંદર ઉદ્યત કરનારા એવા પ્રકારના તેલને ગ્રહણ કરવા માટે વજની ઘંટીમાં તેને નાંખ્યો અને ત્યાં છ મહિના સુધી મહાવેદનાથી મરીને ત્રીજી નરકમાં નારક થયો. નરકમાંથી નીકળીને પાંચસો ધનુષ્યવાળો મહામત્યે થયો. ત્યાં સ્વેચ્છાએ કરેલી સર્વ અંગને છેદવા વગેરેની મહાવેદનાથી મરી ચોથી નરકમાં ગયો. આ પ્રમાણે એક-બે ભવના આંતરે સાતમી નરકમાં પણ બે વાર ઉત્પન્ન થયો. ત્યાર પછી હજાર કાકિણી પ્રમાણ દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું હોવાથી આંતરાથી અથવા તો આંતરા વિના એક હજારવાર કૂતરો થયો, એ પ્રમાણે હજાર-હજારવાર ભૂંડ, બકરો,હરણ, સાબર, શિયાળ, બિલાડી, ઉંદર, નોળિયો, ગરોળી, ઘો, સર્પ, વીંછી, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, શંખ, છીપ, જળો, કટિકા, કૃમિ, કીટ, પતંગ, માખી, ભ્રમર, કાચબો, માછલું, ગધેડો, પાડો, ઊંટ, ખચ્ચર, ઘોડો, હાથી વગેરે ભવોમાં ભમીને પ્રાયઃ સર્વ ભવમાં શસ્ત્રઘાત વગેરે મહાવ્યથાને સહન કરતો જ મર્યો. ત્યારપછી ઘણા દુષ્કર્મ જેના નાશ પામ્યા છે એવો તે સાગરનો જીવ વસંતપુરમાં ક્રોડ દ્રવ્યના માલિક એવા વસુદત્ત શ્રેષ્ઠીની પતી વસુમતિના ગર્ભમાં ઉત્પન્ન થયો. જ્યારે તે ગર્ભમાં હતો ત્યારે જ સર્વદ્રવ્ય નાશ પામ્યું, અને જન્મના દિવસે પિતા મૃત્યુ પામ્યો. પાંચમે વરસે માતા પણ મૃત્યુ પામી. ત્યારે લોકોએ નિપુણ્યક એ પ્રમાણે તેનું નામ પાડ્યું. ત્યારપછી ભીખ માંગીને તે મોટો થયો. કોઈ વખત સ્નેહાળ એવા મામાએ તેને જોયો, અને તેને પોતાના ઘરે લઈ ગયા. ત્યારે તે રાત્રે જ મામાનું ઘર ચોરોએ લૂંટી લીધું. આ પ્રમાણે જેના ઘરમાં તે એક દિવસ પણ રહે છે ત્યાં ચોરની ધાડ, અગ્નિ, ઘરના માલિકનો નાશ આદિ ઉપદ્રવ થાય છે. ત્યાર પછી આ કુપુત્ર અથવા બળતી ઘેટાની પંક્તિ અથવા મૂર્તિમાન ઉત્પાત છે ઇત્યાદિ લોકનિંદાથી ખેદ પામેલો તે બીજા દેશમાં ગયો અને તામ્રલિપી નગરીમાં પહોંચ્યો. ત્યાં વિનયંધર શ્રેષ્ઠીના ઘરે ચાકરપણે રહ્યો. પરંતુ તે જ દિવસે તેનું ઘર બળી ગયું અને તે જ કાળે તેને પોતાના ઘરમાંથી કૂતરાની જેમ કાઢી નાખ્યો.
ત્યાર પછી કિંકર્તવ્યમૂઢ થયેલો એવો તે પોતાના કર્મને નિંદે છે. કારણ કે___ कम्मं कुणंति सवसा, तस्सुदयंमि य परवसा हुंति ।
रुक्खं दुरुहइ सवसो, निव्वडई परवसो तत्तो ॥ १॥ .. જીવો સ્વવશ (સ્વાધીનપણે) કર્મ કરે છે. પણ જયારે તે કર્મનો ઉદય થાય છે ત્યારે તે પરવશ થાય છે. વૃક્ષ ઉપર સ્વવશ (સ્વેચ્છાથી) ચડે છે પછી પરવશ થયેલો પડે છે.
ત્યારપછી મારા ભાગ્યો બીજા સ્થાનમાં છે એ પ્રમાણે વિચારીને તે સમુદ્ર કાંઠે ગયો અને તે જ દિવસે વહાણમાં ચઢ્યો. ત્યાં ધનાવહ નામના ખલાસીની સાથે સુખેથી તે બીજા દ્વિપમાં પહોંચ્યો અને પોતાના ચિત્તમાં વિચાર્યું કે, “મારું ભાગ્ય ખૂલ્યું. કારણ કે વહાણમાં ચઢ્યો હોવા છતાં પણ વહાણ ભાંગ્યું નહીં. અથવા હમણાં ભાગ્ય પોતાના કાર્યને ભૂલી ગયો છે. પરંતુ વળતી વખતે તેને પોતાનું કાર્ય યાદ ન આવો.” ઇત્યાદિ તેની ચિંતાને અનુસારે જ ભાગ્યે પાછા વળતા એવા તેના વહાણના પ્રચંડ દંડથી હણેલા ભાજનની જેમ સેંકડો ટુકડા કરી નાખ્યા. ત્યારે પાટીયાને લાગેલો તે ૧. જલમનુષ્યના શરીરમાં એવા પ્રકારનું તેલ હોય છે.