Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 296
________________ ૨૮૩ ચોથો પ્રકાશ - પરમાત્મતા એવા સ્તૂરાયમાન પ્રતાપવાળાજિનરાજ સૂરિ થયા. તેમના શિષ્યનિરત્નસૂરિ સુગુરુ થયા. તેમના શિષ્ય શ્રી જૈનચંદ્ર થયા. તે ગચ્છના નાયક હતા, ગણધરોમાં શ્રેષ્ઠ હતા, ગુણગણના સાગર હતા, જગતમાં પ્રખ્યાત હતા. તેમની પાટરૂપ ઉદયગિરિના શિખર ઉપર સૂર્ય જેવા અતિશય પ્રબળ પ્રતાપી, પૂજ્ય, સત્કીર્તિ અને સવિદ્યાથી શ્રેષ્ઠ એવા શ્રી જિનસૌખ્ય સૂરિ થયા. તેમના ચરણરૂપી કમલને સેવનારા, યુગપ્રધાન, સત્યપ્રતિજ્ઞાને ધારણ કરનારા, ગણના અધીશ્વર શ્રીમાન જિનભક્તિસૂરિ ગુરુ થયા. સ્વધર્મમાં નિપુણ અને પ્રબળ ગુણોવાળા તેઓ અતિસુંદર એવા પુષ્પોની જેમ તેજસ્વીઓમાં દરરોજ મુકુટ સ્થાને રહ્યા. તેમના શિષ્ય આનંદથી નિર્દોષ વૃત્તિવાળા શ્રી જિનલાભ સૂરિ થયા કે જેમણે મહાગ્રંથ રૂપી સાગરમાંથી રતની જેમ આ આત્મબોધને ગ્રહણ કર્યો. સંવત ૧૮૩૩ના વર્ષમાં કાર્તિક માસની શુક્લ પંચમીના દિવસે મનોરમ એવા શ્રીમનર નામના બંદરમાં આ ગ્રંથ પરિપૂર્ણ થયો છે. આ ગ્રંથને વિશે કાંઈ પણ ઉસૂત્ર, અશુદ્ધ પ્રયોગવાળું અને નિરર્થક મારાથી લખાયું હોય તો સદ્બુદ્ધિવાળાઓએ કૃપા કરી અવશ્ય શોધી લેવું. અર્થાત્ શુદ્ધ કરવું. કેમ કે પરોપકાર કરવો એ જ સજ્જનોનો આત્મધર્મ છે. અહીં શરૂઆતમાં ભ્રાંતિ આદિથી એ પ્રમાણે પદ સમજી લેવું. અર્થાત્ બ્રાંતિ આદિથી ઉત્સુત્ર લખાયું હોય ઇત્યાદિ સમજી લેવું. જ્યાં સુધી મહામંડલના મધ્ય દેશમાં પર્વતોનો રાજા મેરુ પર્વત શોભી રહ્યો છે ત્યાં સુધી મુનીંદ્રોથી વંચાતો આ આત્મપ્રબોધ શ્રેષ્ઠ ગ્રંથ જય પામો. શ્રી ક્ષમાકલ્યાણ સાધુએ આ સમૃદ્ધ ગ્રંથની પ્રથમ પ્રતિ (પ્રત) લખી અને સદ્ધોધ ઉપર ભક્તિભાવવાળા તેમણે જ આ ગ્રંથની શુદ્ધિ પણ કરી. આ પ્રમાણે શ્રીઆત્મપ્રબોધ ગ્રંથ સંપૂર્ણ થયો. ભાવાનુવાદકરની પ્રશસ્તિ તપાગચ્છાધિરાજ, સિદ્ધાંત મહોદધિ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ ગીતાર્થ પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યત્ન વર્ધમાન તપોનિધિ, ૧૦૦+૭૩ ઓળીના આરાધકે પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, અધ્યાત્મવિદ્યા વિશારદ, પંચવસ્તુક, ગુરુતત્ત્વવિનિશ્ચય, નવપદ પ્રકરણ, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, શ્રાદ્ધદિનકૃત્ય, ધર્મબિંદુ, યોગબિંદુ, યોગદષ્ટિ સમુચ્ચય, વીતરાગ સ્તોત્ર, શીલોપદેશમાલા, પંચાશક, ઉપદેશપદ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિ ધર્મશેખરવિજયજીએ કરેલો ખરતરગચ્છ નભોમણિ શ્રીમદ્ જિનલાભસૂરિવરે રચેલ સ્વોપજ્ઞ આત્મપ્રબોધ ગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. અનુવાદ : પ્રારંભ : મહા સુદ-૫ અનુવાદ : સમાપ્તિ ઃ વૈ. વ. ૬ પૂ.આ. રામચંદ્રસૂરિ સ્મૃતિ મંદિર (અનુવાદકારની દીક્ષાતિથિ) પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ આરાધના ભવન (ચેલા-હાલાર) સાબરમતી, અમદાવાદ. જીલ્લો જામનગર (સૌરાષ્ટ્ર)

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326