Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 315
________________ ૩૦૨ આત્મપ્રબોધ આચાર્યની જેમ તેનો બધો વિનય કરે છે. વજમુનિ તે બધાને ક્રમશઃ સૂત્રના આલાવા આપતા હતાં. જે સાધુઓ મંદબુદ્ધિવાળા હતા તે પણ જલદી ભણવા લાગ્યા. આથી તેઓ વિસ્મય પામ્યા. જે આલાવા પૂર્વે ભણ્યા હતા એથી આવડતા હતા તે આલાવાઓને પણ વિશેષ સમજવા માટે પૂછતા હતા. વજમુનિ પણ બધું કહેતા હતા=સમજાવતા હતા. આથી ખુશ થયેલા સાધુઓ કહેવા લાગ્યા કે જો આચાર્ય ભગવંત કેટલાક દિવસ ત્યાં જ સ્થિરતા કરે તો આ શ્રુત-સ્કંધ જલદી પૂર્ણ થઈ જાય. સાધુઓ આચાર્યની પાસે જે શ્રુતે ક્રમથી લાંબા કાળે લેતા હતા, તે શ્રુત વજમુનિ એક પોરિસીમાં આપી દેતા હતા. આ પ્રમાણે વજમુનિ સાધુઓને બહુ માન્ય થયા. આચાર્ય પણ વજમુનિ જ્ઞાની છે એમ વિચારીને (કહ્યા પ્રમાણે) આવી ગયા. આચાર્ય સાધુઓને પૂછયું. સ્વાધ્યાય થયો ? સાધુઓએ કહ્યું: થયો. હવેથી આ જ અમારા વાચનાચાર્ય થાઓ. આચાર્ય કહ્યું: આ તામારા વાચનાચાર્ય થશે. તમે એનો પરાભવ ન કરો એ હેતુથી આ મહાજ્ઞાની છે એમ તમને જણાવવામાં હું બીજા સ્થળે ગયો હતો. પણ આ (પોતે વિધિપૂર્વક ભણ્યા વિના બીજાને ભણાવે એ) કલ્પ નથી. કારણ કે એણે કાનથી ચોરીને શ્રત લીધું છે. આથી એનો ઉત્સાર કલ્પ કરવો જોઇએ. આચાર્ય જલદી ઉત્સાર કલ્પ કરાવવા લાગ્યા. (પહેલી પોરિસિમાં સૂત્રવાચના આપતા હતા અને) બીજી પોરિસિમાં અર્થ કહેતા હતા. કારણ કે સૂત્ર અને અર્થ એ બંનેનો યોગ થાય તો એ વાચના માટે સમર્થ બને. જે અર્થો આચાર્યને પણ શંકિત હતા તે પણ વજમુનિએ સ્પષ્ટ કર્યા. આચાર્ય જેટલો દૃષ્ટિવાદ જાણતા હતા તેટલો દૃષ્ટિવાદ વજમુનિએ ભણી લીધો. પછી વિહાર કરતાં કરતાં આચાર્ય દશપુરનગર ગયા. તે વખતે ઉજૈનીમાં ભદ્રગુપ્ત નામના આચાર્યો વૃદ્ધાવસ્થાના કારણે સ્થિરવાસ કર્યો હતો. તેમની પાસે દૃષ્ટિવાદ હતો. (તેમની પાસે દૃષ્ટિવાદ ભણવા જવા માટે) આચાર્ય વજમુનિને એક સંઘાટક (=સહાયક સાધુ) આપ્યા. વજમુનિ ભદ્રગુપ્તસૂરિની પાસે ગયા. સ્થવિર ભદ્રગુપ્તસૂરિએ સ્વપ્ન જોયું કે, દૂધથી ભરેલું મારું પાત્ર આગંતુક કોઈ સંપૂર્ણ પી ગયો અને આશ્વાસન પામ્યો. સવારે સાધુઓને સ્વપ્ન કહ્યું સાધુઓ પરસ્પર (પોતાની સમજ પ્રમાણે) સ્વપ્નનું ફલ કહેવા લાગ્યા. ગુરુએ કહ્યું: તમે સ્વપ્નના ફલને જાણતા નથી. આજે મારો પ્રતીચ્છક આવશે. તે મારી પાસેથી સર્વ સૂત્ર અને અર્થ લેશે (આગલા દિવસે આવીને રાતે) નગરની બહારના ભાગમાં રહેલા આર્યવજસ્વામી પણ ત્યારે ત્યાં પધાર્યા. પૂર્વે જેમને સાંભળ્યાં હતા તે આ વજમુનિને ભદ્રગુપ્તસૂરિએ જોયા. આનંદ પામીને મુનિને ૧. અહીં પદનો અર્થ સમજાયો નથી “કળકળાટ' એવો અર્થ સંભવે છે. ૨. વિધિપૂર્વક ઘણા દિવસોમાં ભણી શકાય તેવા શ્રુતને થોડા દિવસોમાં ભણાવી દેવું તે ઉત્સાર કલ્પ. ૩. પોતાના ગુરુની રજા લઈને શાસ્ત્રાધ્યયન આદિ માટે બીજા ગચ્છમાં રહેનાર.

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326