Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 314
________________ પરિશિષ્ટ ૩૦૧ છે, એમ વિચારીને આહાર ન વહોર્યો. ખુશ થયેલા દેવોએ (પ્રત્યક્ષ થઇને) કહ્યું : અમે તમારાં દર્શન કરવા માટે આવ્યા છીએ. પછી તેમણે વજસ્વામીને વૈક્રિય વિદ્યા આપી. ફરી પણ એકવાર તે દેવોએ જેઠ મહિનામાં સ્થંડિલભૂમિએ ગયેલા વજસ્વામીને ઘેબરની વિનંતિ કરી. તે વખતે પણ તેમણે દ્રવ્યાદિનો ઉપયોગ મૂક્યો. (દેવો છે એમ ખ્યાલ આવવાથી) ભિક્ષા ન લીધી. દેવોએ તેમને આકાશગામિની વિદ્યા આપી. આ પ્રમાણે વજસ્વામી વિચરી રહ્યા હતા. પૂર્વે પદાનુસા૨ી લબ્ધિથી અગિયાર અંગો ભણ્યાં હતાં તે સાધુઓની સાથે રહીને અધિક સ્થિર કર્યાં. વળી સાધુસમુદાયમાં જે કોઇ સાધુ પૂર્વગતશ્રુત ભણતા હતા તે પણ બધું (સાંભળી સાંભળીને) તેમણે ભણી લીધું. જ્યારે તેમને આ સૂત્રને તમે ભણો એ કહેવામાં આવતું હતું ત્યારે તેમને એ સૂત્ર આવડતું હોવા છતાં (બહાર દેખાવથી) ગોખતા રહેતા અને બીજા ભણતા સાધુઓના શ્રુતને સાંભળીને યાદ કરી લેતા હતા. એકવાર સાધુઓ મધ્યાહ્ને ભિક્ષા માટે ગયા ત્યારે આચાર્ય સ્થંડિલ ભૂમિએ ગયા. વજસ્વામી વસતિપાલ તરીકે એકલા રહ્યા હતા. આ વખતે વજસ્વામીએ સાધુઓના વીંટિયાઓને સાધુઓની માંડલી પ્રમાણે ગોઠવીને વચ્ચે પોતે બેસીને વાચના આપવા લાગ્યા. તે વખતે ક્રમશઃ અગિયારેય અંગો અને પૂર્વગતશ્રુતની વાચના આપતા હતા. થોડીવાર પછી આચાર્ય પધાર્યા. (અવાજ સાંભળીને) તેમણે વિચાર્યું કે સાધુઓ ભિક્ષા લઇને જલદી આવી ગયા છે. મેઘના જેવા સરસ શબ્દો સાંભળ્યા. થોડીવાર બહાર સાંભળતા ઊભા રહ્યા. આથી જાણ્યું કે આ તો વજ્ર છે. વજ્રમુનિને ક્ષોભ ન થાય એ માટે પાછા વળીને મોટેથી નિસીહિ બોલે છે. તેથી વજ્રસ્વામીએ વિંટિયાઓને સ્વસ્થાનમાં મૂકી દીધા. બહાર નીકળીને આચાર્યના હાથમાંથી દાંડો લઈ લીધો, અને પગોનું પ્રમાર્જન કર્યુ. આચાર્યે વિચાર્યું કે, સાધુઓ આનો પરાભવ ન કરે એ માટે આ બહુજ્ઞાની છે એમ સાધુઓને જણાવું. તેથી રાતે સાધુઓને કહ્યું: હું (આવતી કાલે) અમુક ગામ જાઉં છું. ત્યાં બે કે ત્રણ દિવસ રહીશ, યોગ કરનારા સાધુઓએ કહ્યું: અમારા વાચનાચાર્ય કોણ થશે ? આચાર્યે કહ્યું: વજ્ર. વિનીત હોવાથી સાધુઓએ તત્તિ એમ કહીને એનો સ્વીકાર કર્યો. સાધુઓએ આ વખતે વિચાર્યું કે ક્યારે શું કરવું અને કેમ કરવું વગેરે આચાર્યો જ જાણે છે. (અમારે તો આચાર્ય કહે તેમ જ કરવું જોઇએ.) કહ્યું છે કે- “ગુરુવચનની શ્રદ્ધા કરનારા સિંહગિરિના તે સુશિષ્યોનું કલ્યાણ થાઓ કે જેમણે વજ્ર તમને વાચના આપશે' એ ગુરુના વચનનો અનાદર ન કર્યો.” (ઉપ. મા. ગા. ૪૮ની ટીકા.) આચાર્યે વિહાર કર્યો. સાધુઓએ પણ સવારે વસતિપ્રમાર્જન આદિ કાર્યો કર્યાં. કાલનિવેદન વગે૨ે વજ્રમુનિની આગળ કર્યું. (વાચના માટે) વજ્રમુનિનું આસન પાથર્યુ. વજ્રમુનિ તેના ઉપર બેઠા. સાધુઓ ૧. જેના પ્રભાવથી ઇચ્છા મુજબ દેવનાં અને મનુષ્યોનાં રૂપો કરી શકાય તેવી લબ્ધિ.

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326