Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 313
________________ ૩૦૦ આત્મબોધ ફરિયાદ કરી. ધનગિરિએ (રાજદરબારમાં) કહ્યું કે સુનંદાએ મને આ બાળક આપી દીધો છે. આખું નગર સુનંદાના પક્ષમાં હતું. સુનંદાએ બાળકને લલચાવવા માટે) ઘણાં રમકડાં લીધાં. રાજા જે નિર્ણય આપે તે માન્ય કરવો એવું નક્કી થયું. રાજા પૂર્વ સન્મુખ બેઠો. રાજાની જમણી તરફ સંઘ બેઠો, સ્વજન-પરિવાર સહિત સુનંદા ડાબી તરફ બેઠી. પછી રાજાએ કહ્યું તમે એને પોતાનો કરો, અર્થાત્ તમે એને બોલાવો, જેની પાસે બાળક જાય તેનો બાળક થશે. બધાએ સ્વીકાર્યું. બાળકને પહેલા કોણ બોલાવે ? ધર્મ પુરુષપ્રધાન છે માટે પુરુષ (સાધુઓ) પહેલા બોલાવે, એમ વિચારણા થઈ. આથી નગરલોકોએ કહ્યું: સાધુઓએ તો એને વશ કરેલો જ છે, માટે માતા પહેલાં બોલાવે. વળી માતા દુષ્કર કરનારી છે. વળી માતા કોમળતાથી પ્રવૃત્ત થઈ છે. અર્થાત્ માતા કોમળ હોય છે. માટે માતા જ પહેલાં બોલાવે. તેથી સુનંદાએ ઘોડા, હાથી, રથ, બળદ વગેરે રમકડાં લઈને અને બાલ્યભાવને લોભાવનારા મણિ-સુવર્ણના વિવિધ ચિત્રો ( પુતળીઓ વગેરે) પાસે રાખીને કહ્યું: હે વજ ! આવ, આવ. બાળક જોતો રહે છે. તે સમજે છે કે જો સંઘની અવજ્ઞા કરું તો દીર્ઘ સંસારી બનું. વળી માતા પણ (મોહ દૂર થવાથી) દીક્ષા લેશે. માતાએ આ પ્રમાણે ત્રણવાર બોલાવ્યો. પણ તે ગયો નહિ. પછી તેના પિતાએ (રજોહરણને બતાવીને) કહ્યું: હે વજ ! જો તે સારો નિર્ણય કર્યો હોય તો ધર્મરૂપ ધજાથી વિભૂષિત અને કર્મરૂપ રજને દૂર કરનાર આ રજોહરણને જલદી લે. તેણે જલદી આવીને રજોહરણ લઈ લીધું. લોકોએ “ધર્મ જય પામે છે” એમ જોરશોરથી સિંહનાદ કર્યો. આ વખતે માતાએ વિચાર્યું. મારા ભાઈએ, પતિએ અને પુત્રે દીક્ષા લીધી તો હું શું કામ રહું ? એ પ્રમાણે તેણે પણ દીક્ષા લીધી. - ધનગિરિએ વજને દીક્ષા આપીને સાધ્વીઓની પાસે જ રાખ્યા. વજસ્વામીએ અંગોનો અભ્યાસ કરતી સાધ્વીઓની પાસે સાંભળીને પદાનુસારિણી લબ્ધિથી અગિયાર અંગો ભણી લીધા. આઠ વર્ષના થયા ત્યારે સાધ્વીના ઉપાશ્રયમાંથી નીકળીને આચાર્યની પાસે રહ્યાં. આચાર્ય એકવાર ઉજૈની ગયા. ત્યાં ધારાબદ્ધ વર્ષાદ પડવા લાગ્યો. આ સમયે ત્યાંથી પસાર થતા પૂર્વભવના મિત્ર જૈભકદેવોએ વજસ્વામીને જોયા. તેથી વજસ્વામીની પરીક્ષા કરવા માટે વણિકનું રૂપ લઈને નીચે ઉતર્યા. ત્યાં બળદોને છોડીને રસોઈ કરવા લાગ્યા. રસોઈ તૈયાર થઇ ગઇ એટલે વજસ્વામીને વહોરવા માટે વિનંતિ કરી. વજસ્વામી વહોરવા ચાલ્યા, પણ હજી ઝીણો ઝીણો વર્ષાદ આવતો હતો. આથી પાછા ફર્યા. પછી વર્ષાદ તદન રહી ગયો. ફરી વણિકદેવો તેમને બોલાવવા આવ્યા. વજસ્વામીએ ત્યાં જઈને ઉપયોગ મૂક્યો. તે આ પ્રમાણે દ્રવ્યથી કોળાનું ફલ=કોળા ફલના બનાવેલા પદાર્થો વગેરે છે, ક્ષેત્રથી ઉજૈની નગરી છે, કાળથી વર્ષાઋતુ છે, ભાવથી વહોરાવનારાઓના પગ જમીનને અડતા નથી, આંખો નિમેષ વગેરેથી રહિત છે, અને શરીર અત્યંત હૃષ્ટ-તૃષ્ટ છે, માટે દેવો

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326