Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 312
________________ પરિશિષ્ટ નામના ભાઇએ પૂર્વે સિંહગિરિસૂરિની પાસે દીક્ષા લીધી હતી. એકવાર તે ગર્ભવતી બની. તે વખતે ધનગિરિએ તેને કહ્યું: આ તારો ગર્ભ તને સહાયક થશે. હું દીક્ષા લઉં છું. સુનંદાએ રજા આપી. આથી ધનગિરિએ સિંહગિરિસૂરિ પાસે જઈને દીક્ષા લીધી. સુનંદાને પણ કંઈક અધિક નવ મહિના થતાં પુત્ર થયો. ત્યાં આવેલી સ્ત્રીઓએ કહ્યું: જો તેના પિતાએ દીક્ષા લીધી ન હોત તો સારું થાત. બુદ્ધિશાળી તેણે જાણ્યું કે મારા પિતાએ દીક્ષા લીધી છે. આ પ્રમાણે વિચારતા તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મારી મા કંટાળીને મને મૂકી દે અને તેથી હું સુખપૂર્વક દીક્ષા લઈ શકું એવા આશયથી તે બાળક રાત-દિવસ રોવા લાગ્યો. આ પ્રમાણે છ મહિના વીતિ ગયા. એકવાર સિંહગિરિસૂરિ ત્યાં પધાર્યા. આ વખતે આર્યસમિત અને ધનગિરિએ આચાર્યને પૂછયું કે, જો આપ આજ્ઞા આપો તો સંબંધીઓને જોઈએ-સંબંધીઓને લાભ આપવા જઈએ. એટલામાં પક્ષી બોલ્યો. આચાર્ય કહ્યું: તમને મહાન લાભ થશે. આજે તમને સચિત્ત કે અચિત્ત જે મળે તે લઈ લેજો. ઇચ્છે' એમ કહીને તે બંને સંબંધીઓના ઘરે ગયા. સુનંદાને કહ્યું હે સખિ ! આ બાળક આમને આપી દે, પછી તેઓ બાળકને ક્યાં લઈ જશે ? (અર્થાત્ સંસારમાં આવી જશે.) આથી સુનંદાએ ધનગિરિને કહ્યું: આટલા કાળ સુધી મેં આ બાળકને સાચવ્યો, હવે તમે સાચવો. ધનગિરિએ કહ્યું. પછી તે પસ્તાવો ન કરીશ, સાક્ષી રાખીને છ મહિનાના બાળકને ધનગિરિએ લઇ લીધો, ચોલપટ્ટાથી વીંટીને ઝોળીમાં લઈ લીધો. હવે તે રડતો બંધ થઈ ગયો. બુદ્ધિશાળી હોવાથી તેને ખબર પડતી હતી. (બંને વસતિમાં આવ્યા.) આચાર્ય પાત્ર ભરેલું છે એમ કહીને હાથ લાંબો કર્યો ધનગિરિએ આચાર્યને તે બાળક આપ્યો. (ભારના કારણે) આચાર્યના હાથ ભૂમિ સુધી નીચે નમી ગયા. આથી આચાર્યે કહ્યું: હે આર્ય ! આ વજ હોય એ જણાય છે. પછી ઝોળીમાં જોયું તો દેવકુમાર સમાન બાળક દેખાયો. આચાર્ય કહ્યું: એનું બરોબર રક્ષણ કરો. આ શાસનનો આધાર થશે. તે વખતે તેનું વજ એવું નામ રાખ્યું. પછી સાધ્વીઓને સોંપ્યો. સાધ્વીઓએ શય્યાતરકુલમાં સોંપ્યો. શય્યાતરો જ્યારે પોતાના બાળકોને નવડાવે, શણગારે, અથવા ખાવાનું આપે ત્યારે તેનું પહેલાં કરે. વજ જ્યારે વડીનીતિ વગેરે કરવાનું હોય ત્યારે સંકેત કરતો હતો. ( આ પ્રમાણે તે મોટો થઇ રહ્યો હતો. તેમને પ્રાસુક સામગ્રી ઈષ્ટ હતી, અર્થાત્ શય્યાતરો પ્રાસુક (=અચિત્ત) સામગ્રીથી તેનું પાલન-પોષણ કરતા હતા. સાધુઓ તુંબવન સંનિવેશથી બીજા પ્રદેશમાં વિચરતા હતા. (બાળકને ડાહ્યો અને મોટો થયેલો જોઇને) સુનંદાએ શય્યાતરોની પાસે બાળકની માગણી કરી. આ આચાર્ય મહારાજની થાપણ છે એમ કહીને શય્યાતરોએ ન આપ્યો. તે આવીને બાળકને ધવડાવે છે. આ પ્રમાણે મોટો થતો તે ત્રણ વર્ષનો થયો. એકવાર વિહાર કરતાં કરતાં સાધુઓ ત્યાં આવ્યા. સુનંદાએ રાજદરબારમાં

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326