Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 318
________________ પરિશિષ્ટ ૩૦૫ મળતાં હતાં. તેથી તેમણે રાજા દ્વારા પર્યુષણમાં જૈનોને પુષ્પો આપવાની મનાઈ કરાવી. પુષ્પો ન મળવાથી શ્રાવકો ખિન્ન બની ગયા. તેથી આબાલવૃદ્ધ બધા શ્રાવકો વજસ્વામી પાસે ગયા. વિનંતી કરી કે, હે ભગવંત ! આપ વિદ્યાને જાણો છો. આપના જેવા શાસનનાયક હોવા છતાં શાસનની લઘુતા થાય, તો પછી બીજા કોને શાસનની ઉન્નતિ કરવામાં સમર્થ ગણવા ? શ્રાવકોએ આ પ્રમાણે ઘણું કહ્યું એટલે વજસ્વામી આકાશમાં ઉડીને માહેશ્વરીપુરીમાં ગયા. ત્યાં હુતાશન નામનું ઉદ્યાન હતું. ત્યાં દરરોજ કુંભ' પ્રમાણ પુષ્પો થતાં હતાં. ત્યાં તડિવ નામનો માળી હતો. તે ભગવંતના પિતાનો મિત્ર હતો. તેણે (વજસ્વામીને આવેલા જોઇને) સંભ્રમથી પૂછયું: આપ અહીં શા કારણે પધાર્યા છો ? તેથી ભગવંતે કહ્યું: પુષ્પોની જરૂર છે. તેણે કહ્યું: આપે મારા ઉપર ઉપકાર કર્યો. ભગવંતે કહ્યું: હું આવું ત્યાં સુધીમાં કરી રાખો. પછી ભગવંત લઘુહિમવંત ઉપર (પદ્મદ્રહમાં રહેલ) શ્રીદેવી પાસે ગયા. તે વખતે શ્રીદેવીએ દેવની પૂજા માટે (હજાર પત્રવાળું શ્વેત) કમળ ચૂંચ્યું હતું. તેણે વજસ્વામીને વંદન કરીને આ મહાપદ્મ લેવાની વિનંતી કરી. વજસ્વામી તે કમળ લઈને હુતાશ ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ભગવંતે એક વિમાન વિકુવ્યું. તેમાં પુષ્પોનો કુંભ મૂક્યો. પોતે મોટા કમળની નીચે બેઠા, અર્થાત્ મસ્તક ઉપર મહાપા રહે તે રીતે બેઠા. પછી જૈભક દેવોના સમૂહથી પરિવરેલા તે ભગવંત દિવ્ય ગીત-નૃત્યની ધ્વનિપૂર્વક આકાશ દ્વારા પુરિકા નગરીમાં પધાર્યા. (ગીત-વાંજિત્રયુક્ત વિમાનને આવતું જોઈને) બૌદ્ધો બોલવા લાગ્યા કે દેવો પણ અમારું ઉત્તમ સાન્નિધ્ય કરે છે. અર્થ (=પૂજાની સામગ્રી) લઈને નીકળ્યા. તે દેવો બૌદ્ધોના મંદિરને વટાવીને જિનમંદિરમાં ગયા. ત્યાં તેમણે મહોત્સવ ર્યો. આથી લોકોને જૈનધર્મ ઉપર બહુમાન ભાવ થયો. રાજા પણ આકર્ષાઈને શ્રાવક થયો. | (નવપદ પ્રકરણ ગ્રંથ ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધત) ક્ષુલ્લકનું (કૂરગડુકનું) દૃણંત સરોવરમાં કમળની જેમ કોઇક સ્થળે ગચ્છમાં સુપાત્રરૂપ લક્ષ્મીનું સ્થાન એવા તપસ્વી હતા. ગુણોથી સમૃદ્ધ તે મા ખમણના પારણે માસખમણ તપ કરતા હતા. કોઇકવાર પારણામાં ભિક્ષા માટે ક્ષુલ્લક સાધુની સાથે જતા તે કોઈપણ રીતે પ્રમાદથી દેડકીને હણે છે. તેથી ક્ષુલ્લક સાધુએ કહ્યું: હે મહર્ષિ ! આપે આ દેડકીને ચાંપી. ચોમાસું હોવાના કારણે ત્યાં અંતર વિના જ ઘણી દેડકીઓ હતી. તેમાં અનેક દેડકીઓ મરેલી હતી. ગુસ્સે થયેલા તપસ્વીએ (ત્યાં મરેલી પડેલી બીજી દેડકીઓને બતાવતાં) કહ્યું: હે દુષ્ટ ! શું આ દેડકી પણ મેં મારી છે ? હે મૂઢ ! આ બીજી પણ દેડકીને મેં મારી છે ? તેથી તેના ભાવને જાણીને ક્ષુલ્લક મૌન રહ્યા. હવે આવશ્યકના સમયે સ્વસ્થ અવસ્થાવાળા છે એમ વિચારીને ૧. કુંભ એક જાતનું માપ છે. તે દશ ગુંઠા લાંબું અને દશ ગુંઠા પહોળું એવું ચોરસ માપ છે.

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326