Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 309
________________ ૨૯૬ આત્મપ્રબોધ પછી નમુચિએ કહ્યું: આ થાઓ, પણ ત્રણ પગલાની બહાર તમારામાંના કોઈને પણ જોઈશ તો ચોક્કસ મારી નાખીશ. તેથી ઘીથી સિંચાયેલો અગ્નિ સળગે તેમ વિષ્ણુમુનિ કોપથી સળગ્યા. વૈક્રિયરૂપ કરીને આકાશમાં વધવાનું શરૂ કર્યું. પ્રલયકાળના પવનની જેમ કષ્ટથી જોઈ શકાય તેવા તે મુનિ ક્ષણમાં એક લાખ યોજનના શરીરવાળા થયા. એક લાખ યોજન જેટલા સંપૂર્ણ શરીરવાળા તે મુનિ સઘળા વિશ્વને ભય કરનારા થયા. પણ રાઘાતd =પ્રહારને! ઉના તે ન આઝ, છાણ, ગર અને સમુદ્રથી બને પૃથ્વીપીઠને કંપાવે છે, પર્વતોના શિખરોને પાળે છે, સમુદ્રોને ઉછાળે છે, મનુષ્ય-તિર્યંચોને કષ્ટ ઉત્પન્ન કરે છે, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકદેવોને ક્ષોભ ઉત્પન્ન કરે છે. નમુચિના મસ્તક ઉપર પગ મૂકીને તેને પાતાળમાં ફેંકી દીધો. પછી સમુદ્રના પૂર્વકિનારે એક પગ અને પશ્ચિમ કિનારે એક પગ એમ બે પગને રાખીને રહે છે. ત્રણ ભુવનમાં ક્ષોભ થવાથી ઇન્દ્ર તે મુનિને ગુસ્સે થયેલા જાણીને મધુર કંઠવાળી અપ્સરાઓને ત્યાં મોકલી. તેમને શાંત કરવા માટે તેમના કાન આગળ રહીને મધુરકંઠથી ગાતી અપ્સરાઓએ મુનિને કહ્યું: હે મહાનુભાવ ! ક્રોધ સ્વ-પર ઉભયને સંતાપ કરનારો છે, તમારા સુચારિત્રનો અંત કરનારો છે, દુર્ગતિમાં જવાનો મહામાર્ગ છે, સર્વસુખોનો નાશક છે. તીર્થકરો અને પરલોકના ભયવાળા બીજા મહર્ષિઓ પણ અતુલ પરાક્રમથી યુક્ત હોવા છતાં અતિશય અધમ જીવોનું પણ બધું સહન કરે છે. જે રીતે નારકો અને તિર્યંચો વગેરે બીજાઓમાં ક્રોધ પ્રગટે છે તે રીતે જો ગુણથી મોટાઓમાં પણ ક્રોધ પ્રગટે તો વિવેકનું સામર્થ્ય ક્યાં રહ્યું ? તેથી હે મુનિશ્વર ! શાંત થાઓ, જિનોક્ત વચનોને યાદ કરો, ચિત્તમાં કરુણા લાવો, ત્રણ ભુવન ઉપર કૃપા કરો. સુર-અસુર લોકોએ શાંતિકર્મ શરૂ કર્યું. ચક્રવર્તી મહાપદ્મને આ વૃતાંતની ખબર પડતાં ભયથી કંપતા શરીરવાળા તે પરિવાર સહિત ત્યાં આવ્યા અને મુનિના ચરણોમાં નમીને ખમાવવા લાગ્યા. આ પ્રમાણે અપ્સરાઓના વચનોથી, સકલસંઘના વચનોથી, શાંતિકર્મથી અને ક્ષમાપનાથી મુનિ કોઈ પણ રીતે શાંત થયા. ત્યારથી તેમનું ત્રિવિક્રમ એવું નામ પ્રસિદ્ધ થયું. પછી આલોચના-પ્રતિક્રમણ કરીને શુદ્ધ થયેલા તે મુનિ વિચરવા લાગ્યા. કારણ કે કહ્યું છે કે- “આચાર્ય, ગચ્છ, કુલ, ગણ અને સંઘની રક્ષા કરવામાં તથા ચૈત્યનો વિનાશ થઈ રહ્યો હોય ત્યારે ચૈત્યની રક્ષા કરવામાં જે દોષ લાગ્યો હોય તેની આલોચના અને પ્રતિક્રમણ કરનાર જીવ શુદ્ધ છે. કારણ કે રક્ષા કરવામાં ઘણી નિર્જરા છે.” વિષ્ણુકુમાર મુનિ ક્રમે કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થયા. મહાપદ્મ ચક્રવર્તી પણ વ્રત લઈને મોક્ષમાં ગયા. (ઉપદેશમાંલા (પુષ્પમાલા)માંથી સાભાર ઉદ્ધત)

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326