________________
૨૯૪
આત્મપ્રબોધ
તુષ્ટ થયેલા મહાપદ્મ તેને વરદાન આપ્યું. તેણે કહ્યું: અવસરે વરદાન આપજો. હવે એકવાર જ્વાલાદેવીએ જિનમંદિરમાં રથ કરાવ્યો. આ તરફ એની શોક્ય લક્ષ્મીરાણીએ બ્રહ્મરથ કરાવ્યો. લક્ષ્મીએ રાજાને કહ્યું: પહેલા બ્રહ્મરથ નીકળશે. તે સાંભળીને જ્વાલાદેવીએ પ્રતિજ્ઞા કરી કે જો પહેલાં જિનરથ ન નીકળે તો હું અનશનનો સ્વીકાર કરું. તેથી પદ્મોત્તરરાજાએ બંને રથો અટકાવ્યા.
આનાથી તો માતાનું અપમાન થયું છે એમ માનતો મહાપદ્મ રાતે એકલો નીકળીને અટવામાં આવ્યો. અટવીમાં ભમતો તે સિંધુનંદન નગરમાં આવ્યો. ત્યાં મહસેનરાજાની સો કન્યાઓને પરણ્યો. વેગવતી વિદ્યાધરીએ ત્યાંથી તેનું અપહરણ કરીને, ઉત્તમ વૈતાઢ્ય પર્વત ઉપર ઉત્તમ સૂરોદય નગરમાં જઈને, ઈન્દ્રધનુ નામના વિદ્યાધર રાજાની શ્રીકાંતારાણીની જયચંદ્રા નામની કન્યા તેને પરણાવી. તે પ્રસંગ નિમિત્તે ત્યાં જ જયચંદ્રાના મામાના વિદ્યાધર પુત્રો ગંગાધર અને મહિધરની સાથે તેનું યુદ્ધ થયું. મહાપો તેમને જીતી લીધા. પછી ચંપાપુરીના જનમેજય રાજાની ઉત્તમ પુત્રી મદનાવલીને પરણ્યો. મદનાવલી સ્ત્રીરત્ન હતી. આ પ્રમાણે ક્રમશઃ આ મહાપદ્મ નવમો ચક્રવર્તી થયો. પૂર્વોક્ત ચક્રવર્તીની ઋદ્ધિથી પરિવરેલો તે ગજપુર ગયો. પછી પધ્ધોત્તરે મહાપદ્મને રાજ્ય ઉપર સ્થાપીને શ્રી સુવ્રતસૂરિની પાસે દીક્ષા લીધી. પિતા અને બંધુથી રાજયલક્ષ્મી ઉપર સ્થાપિત કરાતો હોવા છતાં સંસાર પ્રત્યે વિરક્ત બનેલા વિષ્ણુકુમારે પણ પિતાની સાથે શ્રીસુવ્રતસૂરિની જ પાસે દીક્ષા લીધી. હવે મહાપા ચક્રવર્તીના ભોગોને લાંબા કાળ સુધી ભોગવે છે. તથા માતાએ કરાવેલા રથનું નગરમાં મહા આડંબરથી ભ્રમણ કરાવ્યું. ભરતક્ષેત્રમાં ક્રોડો જિનમંદિરો કરાવ્યા. બીજા પણ ઘણા રાજાઓને જિનધર્મમાં પ્રવર્તાવ્યા. ઘણા પ્રકારોથી જિનશાસનની પ્રભાવના કરી. કર્મરહિત, અજર, અમર અને દુઃખથી રહિત પશ્નોત્તર સાધુ પણ પરમ-પદને પામીને અનંતસુખને ભોગવે છે.
- વિષ્ણુકુમારને તપના પ્રભાવથી આકાશગમન અને વૈક્રિય વંગેરે ઘણી લબ્ધિઓ ઉત્પન્ન થઈ. તેથી તે મેરુપર્વતના જેવું ઊંચુ શરીર કરીને ગરુડપક્ષીની જેમ આકાશમાં જાય છે. નાના થાય છે, મોટા થાય છે. સુરેન્દ્રની જેમ અતિશય રૂપવાન થાય છે. આ તરફ તે સુવ્રતસૂરિ કોઈપણ રીતે હસ્તિનાપુર નગરમાં ચોમાસુ રહ્યા. નમુચિએ તેમને ક્યાંક જોયા. તેથી પૂર્વના વૈરને યાદ કરીને મહાપદ્મની પાસે પૂર્વના વરદાનની માગણી કરી. મહાપદ્મ વરદાન આપે છે. નમુચિએ કહ્યું: હું વેદવિધિથી યજ્ઞ કરીશ. તેથી હે દેવ ! કેટલાક દિવસો સુધી મને રાજ્ય આપો. ચક્રવર્તીએ તે પ્રમાણે તેને રાજ્ય આપ્યું, અને સ્વયં અંતઃપુરમાં રહેલો સમય પસાર કરે છે. નમુચિએ યજ્ઞના સ્થાનમાં કપટથી કેવળ બહારથી યજ્ઞની દીક્ષા લીધી. તેના વર્યાપનકમાં (=ઉત્સવમાં) જૈન સાધુઓને છોડીને પાંખડીઓ સહિત બીજી પ્રજા આવી. તેથી નમુચિએ સુવ્રતસૂરિને બોલાવીને તે જ દોષ (=ઉત્સવમાં ન આવ્યા એ દોષ)