Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 306
________________ પરિશિષ્ટ ૨૯૩ વિષ્ણુકુમારનું ચરિત્ર કુરુદેશમાં હસ્તિનાપુર નામનું નગર છે. તેમાં સ્થાને સ્થાને મૂકેલા સુવર્ણના ઢગલાઓથી પરમાર્થને જાણનારાઓને પણ ઘણા સુવર્ણપર્વતોની શંકા થાય છે. દાનના અવસરે સુવર્ણના ઢગલાઓ ન રહેવાથી ફરી સુવર્ણપર્વતોની શંકા દૂર થાય છે. ઘણા હાથીની શ્રેણિના બહાનાથી જાણે બહુરૂપો કર્યા હોય તેવા કુલપર્વતો શ્રેષ્ઠ રાજ્યોમાં વિજય પામતા અને અભિમાનથી રહિત એવા જેની સેવા કરે છે તે પદ્મોત્તર રાજા તે નગરનું પાલન કરે છે. તે રાજાની સર્વગુણોથી યુક્ત અને શ્રાવકધર્મમાં દઢ વાલા નામની શ્રેષ્ઠ પત્ની છે. તેમનો સિંહસ્વપ્નથી કહેવાયેલો ( સૂચવાયેલો) વિષ્ણુકુમાર નામનો પ્રથમ પુત્ર હતો, અને ચૌદ સ્વપ્નોથી સંભળાયેલો (=સૂચવાયેલો) મહાપા નામનો બીજો પુત્ર હતો. તેમાં વિષ્ણુકુમાર આશાઓથી રહિત છે, અને મહાપદ્મ આશાઓ રાખે છે. આથી રાજાએ મહાપદ્મ નાનો હોવા છતાં તેને યુવરાજપદે સ્થાપિત કર્યો. આ તરફ શ્રીમુનિસુવ્રતજિનના ઉત્તમ શિષ્ય સુવ્રત નામના આચાર્ય વિહાર કરતા કોઈ પણ રીતે ઉજ્જયિની નગરીમાં પધાર્યા. શ્રીધર્મ નામનો રાજા તેમને વંદન કરવા માટે આવ્યો. નમુચિ નામનો દુષ્ટમંત્રી તેની સાથે આવ્યો. ઉપશમનો વિનાશ થવાથી તેણે 'વિતંડાવાદ શરૂ કર્યો. આ શત્રુ છે એમ જાણીને સૂરિ ક્ષણવાર મૌન રહ્યા. તેણે કહ્યું: બળદ જેવા આ આચાર્ય શું જાણે છે ? તેથી ગુરુના પરાભવને સહન નહિ કરતા એક ક્ષુલ્લક શિષ્ય કહ્યુ દુષ્ટ માણસ પોતાનામાં કોઈ મહત્તા નહિ હોવાના કારણે મહાન પણ સજનને અસમર્થ માને છે. કારણ કે લોક બીજાને પણ પોતાના સ્વભાવ જેવો માને છે, અર્થાત્ પોતે જેવો હોય તેવો બીજાને પણ માને છે. સર્વશાસ્ત્રોના પારને પામેલા આ આચાર્ય દૂર રહો, હે તુચ્છ ! જો તારામાં કોઈ શક્તિ હોય તો મારી સાથે પણ બોલ. તેણે બોલવાનું શરૂ કર્યું. ક્ષુલ્લક મુનિએ તેને નિરુત્તર કરી દીધો. આથી સાધુઓ પ્રત્યે દ્વેષવાળો થયેલો તે વિલખા મોઢે પોતાના ઘરે ગયો. અતિશય ઘણા અયોગ્ય વિચારોને કરતો તે રાતે ઊઠીને સાધુઓને મારવા માટે શસ્ત્ર લઈને ત્યાં ગયો. તેથી સમ્યગ્દષ્ટિ દેવે તેને ત્યાં જ થંભાવી દીધો. પ્રભાત સમયે નગરના લોકો સહિત રાજાએ તેને જોયો. તેથી આદરવાળો થયેલો લોક સાધુઓની વિશેષથી ભક્તિ કરે છે. દેવે નમુચિને મૂકી દીધો. તે લજ્જાથી નીકળી ગયો. સાધુઓ ઉપર અપકાર કરવા માટે લાખો ઉપાયોને વિચારતો તે હસ્તિનાપુરમાં જઈને મહાપદ્મની સેવા કરવા લાગ્યો. રાજા થયેલો આ મારું ઇચ્છિત કરશે એવી બુદ્ધિથી મંત્રિપદનો સ્વીકાર કરીને તેની જ પાસે રહ્યો. આ તરફ સિંહબલ નામનો રાજા દુઃખથી પ્રવેશ કરી શકાય તેવા કિલ્લાના બળથી મહાપદ્મના સઘળા દેશને ભાંગતો હતો. નમુચિએ બુદ્ધિથી તેને બાંધીને ગ્રહણ કર્યો. ૧. પોતાનો જ પક્ષ સાધી પારકા પક્ષનું જેમાં ખંડન હોય તેવા વાદને વિતંડાવાદ કહેવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326