Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 304
________________ પરિશિષ્ટ ૨૯૧ નાખી એ કુંડલી ભૂંસી નાખી. સિંહ તો મારું આ પરાક્રમ જોઈ પ્રસન્ન થયો અને સૂર્યરૂપે પ્રત્યક્ષ થઈને બોલ્યોઃ હે વત્સ ! હું તારી આ લગ્ન ઉપરની ભક્તિ અને તારું પરાક્રમ જોઈ પ્રસન્ન થયો છું. તું વરદાન માગ ! મેં કહ્યું કે- હે સૂર્યદેવતા ! જો આપ મારા ઉપર પ્રસન્ન જ થયા હો તો મને જ્યોતિષચક્રના દરેક ગ્રહો, નક્ષત્રો, તારાના વિમાનો, એની ચાલ તથા સંપૂર્ણ જ્યોતિષમંડળ બતાવો. સૂર્યદેવે મારી વિનંતી સ્વીકારી, મને આખું જયોતિષમંડળ બતાવ્યું અને મને ઘણો કાળ સુધી ત્યાં રાખ્યો. આ રીતે મિહિર(સૂર્ય)ના પ્રસાદથી મને આ જ્ઞાન મળ્યું છે અને તેથી જ મારું ‘વરાહમિહિર’ એવું નામ પ્રસિદ્ધ થયું છે. વગેરે વગેરે.” આ વાતથી વરાહમિહિરની ખ્યાતિ વધી પડી. તેણે “વારાહી સંહિતા' નામે ગ્રંથ બનાવ્યો છે. પરંતુ વરાહમિહિરને આટલાથી સંતોષ ન થયો. એણે પોતાને આચાર્યપદ ન આપનાર જૈન સાધુઓની અને જૈન સંઘની નિંદા કરવા માંડી. એકવાર એણે રાજા સમક્ષ એક મહાન ભવિષ્યવેત્તા તરીકે ભવિષ્યવાણી કહીઃ “હે રાજન્ ! હું એક મોટું કુંડાળું બનાવું છું. આ ચોમાસામાં અમુક દિવસે ઘોર વૃષ્ટિ થતી હશે તે વખતે એક મોટું પર (બાવન) પળનું માછલું આ કુંડાળાની વચમાં આવીને પડશે.” એમ જણાવી તેણે મોટું કુંડાળું બનાવ્યું. આ સમાચાર આચાર્ય ભદ્રબાહુસ્વામીને મળ્યા. તેમણે રાજાને કહેવડાવ્યું કે માછલું કુંડાળાની વચ્ચે નહિ કિન્તુ કુંડાળાની એકાદ કિનારી દબાય તેમ પડશે અને તે માછલું પર (બાવન) પળનું નહિ કિન્તુ ૫૧|| (સાડી એકાવન) પળનું હશે. વરાહમિહિરને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે એણે વધુ જીદ પકડી કે મારી વાત જ સાચી ઠરવાની છે. આખરે નિયત દિવસે અને સમયે માછલું પડ્યું અને આચાર્ય ભદ્રબાહુસ્વામીએ જે કહ્યું હતું તેવા માપ, સ્થાન અને પ્રમાણનું જ પડ્યું. આ જોઈ રાજાને સૂરિજી ઉપર ભક્તિ ઉપજી, પ્રજામાં પણ સૂરિજી પ્રત્યે માન-ભક્તિ વધ્યાં અને વરાહમિહિરની કીર્તિને જબરો ફટકો લાગ્યો. હવે વળી બીજો એક ગંભીર પ્રસંગ બન્યો. રાજાને ત્યાં ઘણે દિવસે પુત્રનો જન્મ થયો. વરાહમિહિરે એ રાજપુત્રની જન્મકુંડળી કરી ભવિષ્ય ભાખ્યું કે, “આ રાજપુત્ર ૧૦૦ વર્ષ જીવશે.” રાજા અને પ્રજામાં ભાવિ રાજાના જન્મથી અને તે પણ દીર્ધાયુષી હોવાથી ખૂબ જ આનંદ પ્રસર્યો. સમસ્ત પ્રજાએ અને જુદા જુદા ધર્માચાર્યોએ રાજાને વધામણી અને આશીર્વાદ પાઠવ્યા. માત્ર આચાર્ય ભદ્રબાહુસ્વામીએ ન તો રાજાને આશીર્વાદ પાઠવ્યા કે ન રાજાને વધામણી મોકલી. વરાહમિહિરે આ પ્રસંગને હાથમાં લઈ જૈનાચાર્યની ખૂબ જ નિંદા કરાવી. જૈનાચાર્ય અવ્યવહારજ્ઞ છે. વેદિયો છે વગેરે વગેરે વાતો ચલાવી. સૂરિજી મહારાજે તો આ સમાચાર મળતાં જ જાહેર કર્યું કે, બે વાર રાજસભામાં શા માટે જવું? એક વાર જઈશું. આ સાંભળી ભક્તોએ પૂછયું, “ભગવાન ! કેમ આમ કહો છો ?” સૂરિજીએ કહ્યું: “ભાઈઓ ! આ રાજપુત્ર માત્ર સાત દિવસનો જ મહેમાન છે અને એનું મૃત્યુ બિલાડીથી

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326