Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 295
________________ આત્મપ્રબોધ જેઓ જિનવચનમાં રક્ત છે અને ભાવથી શ્રી જિનવચનને સેવે છે=આચરે છે. તેઓ નિર્મલ, (આગમના બોધથી) ક્લેશ વિનાના અને અતિશય અલ્પ સંસારી થાય છે. (૪) આ પ્રમાણે સમગ્ર પણ આત્મપ્રબોધ ગ્રંથ સંપૂર્ણ થયો. જે પ્રથમ કહેવામાં આવ્યું હતું કે, પોતાના તથા ૫રના ઉપકાર માટે સમ્યક્ત્વ ધર્મ આદિ ચાર પ્રકાશવાળો આ પવિત્ર આત્મબોધ વિચારવામાં (કહેવામાં) આવે છે તે આત્મબોધ ભગવાનની કૃપાથી સમર્થન કરાયો, અર્થાત્ પૂર્ણ કરાયો. વિશેષ પ્રમાદના વશથી અને બુદ્ધિના અભાવથી આ ગ્રંથમાં જે કાંઈ આમ પુરુષોના વચનથી વિરુદ્ધ કહેવામાં આવ્યું હોય તે મારું સમસ્ત દુષ્કૃત આત્મશુદ્ધિ વડે મિથ્યા થાઓ. ૨૮૨ પ્રશસ્તિ ગ્રંથકારની ગુરુ પરંપરા શ્રીમદ્ વીર જિવેંદ્રના તીર્થમાં તિલક સમાન, સદ્ભૂત સંપત્તિના નિધાન, સુગુરુ સુધર્મગણધર થયા. તેના વંશમાં સર્વ પ્રકારે પવિત્ર એવા ચાંદ્રકુલમાં સુવિહિત પક્ષમાં સચારવાળા, સારી બુદ્ધિવાળાઓને સેવવા યોગ્ય, સુમતિવાળા ઉદ્યોતન નામના સૂરિવર થયા. તેમના ચરણકમળને વિશે ભમરા સમાન શ્રી વર્ધમાન નામના સૂરિ થયા. તેમના જિનેશ્વર નામના ગણધર ઉત્તમ શિષ્ય થયા. જેણે વિક્રમ સંવત ૧૦૮૦ ના વર્ષમાં શ્રીપત્તનમાં વાદીઓને જીતીને ત્યાંના રાજા વગેરેના મુખથી ‘ખરતર’ એવી ઉત્તમ પદવી પ્રાપ્ત કરી. તેના શિષ્ય ગુણના સાગર જિનચંદ્રસૂરિ ગણધર થયા. તેમના શિષ્ય સંવિગ્ન, મુનિપતિ અભયદેવ સૂરિ થયા કે જેમણે શ્રેષ્ઠ નવાંગવૃત્તિની રચના કરીને અરિહંતના શાસનમાં શ્રુતજ્ઞાનના અર્થી એવા વિદ્વાનોને મહાન સહાય કરી છે. તેમના પટ્ટે સન્માર્ગની સેવામાં તત્પર જિનવલ્લભ ગણધર થયા. તેમના પછી ઘણા મહિમાવાળા, ભવ્યજીવોને સદ્બોધ આપનારા, અંબાદેવીએ આપેલા યુગપ્રધાન પદને ધારણ કરનારા, મિથ્યાત્વનો નાશ કરનારા, દેવોથી પૂજાયેલા, શ્રી જિનદત્તસૂરિ નેતા થયા. તેમના પછી પોતાના ધર્મનું પાલન ક૨વામાં અપ્રમાદી શ્રી જિનચંદ્ર સૂરિવર થયા. તેમનું ભાલ સમણિથી મંડિત હતું. સઘળાય ઉત્તમ રાજાઓ તેમને નમતા હતા. તેમના વંશમાં ગુણના નિધાન, સમ્યગ્ વિધિવાળા, પવિત્ર શ્રી જિનકુશળ મુનીંદ્ર અને શ્રી જિનભદ્ર વગેરે મુનીશ્વરો થયા. ત્યારબાદ ક્રમે કરીને મુનિમાર્ગને સેવનારા. શ્રી જિનચંદ્ર મુનીંદ્ર થયા. દયામાં તત્પર એવા તે મુનીન્દ્રે બાદશાહોમાં અગ્રેસર એવા શ્રી અકબર બાદશાહને પ્રતિબોધ કર્યો. તેમના પછી પોતાની ચતુરાઈથી જેમણે સર્વ સૂરિઓને આનંદિત કર્યા છે એવા શ્રી જિનસિંહસૂરિ થયા. ત્યાર પછી જેમણે પોતાની બુદ્ધિથી બૃહસ્પતિને જીતી લીધો છે ૧. આચાર્યશ્રી અભયદેવસૂરિજી પોતાની નવાંગીની વૃત્તિઓમાં, આચાર્ય દેવભદ્રકૃત ‘મહાવીર ચરિય’માં, આચાર્ય ચક્રેશ્વરસૂરિ તથા આ.વધમાનસૂરિના પ્રતિમા લેખોમાં પોતાને ચંદ્રકુલના, વડગચ્છના અને સુવિહિત શાખાના જણાવે છે. આથી નવાંગીવૃત્તિકાર આચાર્યશ્રી અભયદેવસૂરિજી વડગચ્છના છે, ખરતર ગચ્છના નથી. આથી પ્રસ્તુત ગ્રંથની પ્રશસ્તિમાં નવાંગી આચાર્ય ટીકાકાર અભયદેવસૂરિજીને ખરતરગચ્છના જણાવ્યા છે તે અસત્ય છે. બીજી વાત આચાર્યશ્રી અભયદેવસૂરિજી પોતાની નવાંગીવૃત્તિમાં પોતાને આ.શ્રી જિનેશ્વરસૂરિજી તથા આ. શ્રીબુદ્ધિસાગસૂરિજીના પટ્ટધર બતાવે છે. જ્યારે અહીં તેઓશ્રીને આ.જિનચંદ્રસૂરિની પાટે બતાવ્યા છે. આ પણ તદ્દન અસત્ય છે.

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326