________________
૫૬
આત્મપ્રબોધ
મુખથી મારા આગમનના સમાચાર જાણીને અને મને પૂર્વભવના ધર્માચાર્ય માનીને વંદન માટે વાવડીમાંથી નીકળતા તેને લોકો કરુણાબુદ્ધિથી ફરી-ફરી વાવડીની અંદર નાખતા હોવા છતાં પણ વિંદનમાં જ એકાગ્ર ચિત્તવાળો થયેલો હતો તે જેટલામાં વાવડીમાંથી બહાર નીકળ્યો તેટલામાં અતિ ભક્તિથી ઉલ્લસિત મનવાળો, ઘણા પરિવારવાળો શ્રેણિકરાજા પણ મને વંદન કરવા માટે આવતો ત્યાં આવ્યો.
ત્યાર પછી ભાગ્યયોગે તે દેડકો માર્ગમાં શ્રેણિક રાજાના ઘોડાના ખુરથી કચડાયો. ત્યારે ત્યાં જ શુભ ધ્યાનથી મરીને સૌધર્મ દેવલોકમાં દર્દરાંક નામનો મહાઋદ્ધિવાળો દેવ થયો. ઉત્પન્ન થયા પછી તરત જ અવધિજ્ઞાનથી પોતાના પૂર્વભવના સઘળાય વૃત્તાંતને યાદ કરીને મને અહીં સમોવસરેલ જાણીને તરત આવ્યો. પછી વંદન કરીને અને પોતાની ઋદ્ધિ બતાવીને પોતાના સ્થાનમાં ગયો. આ પ્રમાણે આણે આવા પ્રકારની ઋદ્ધિ પ્રાપ્ત કરી. ફરી પણ ગૌતમે પૂછયું: હે સ્વામી ! આ અહીંથી ઍવીને ક્યાં જશે ? ભગવાને કહ્યું: મહાવિદેહમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે. આ પ્રમાણે કુદષ્ટિના પરિચયથી ઉત્પન્ન થયેલા વિપાકને સાંભળીને સમ્યગ્દષ્ટિઓએ સર્વથા જ કુદૃષ્ટિના પરિચયનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે કુદૃષ્ટિના પરિચયમાં નંદમણિકારનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
આ પ્રમાણે જે સમ્યકત્વને દૂષિત કરે તે આ શંકા વગેરે પાંચ દૂષણો કહેવાયા. આ દોષો સમ્યકત્વને મલિન કરતા હોવાના કારણે સમ્યગ્દષ્ટિઓએ એમનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
પ્રભાવક-૮ હવે આઠ પ્રભાવકો કહેવામાં આવે છે. પ્રવચની, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ એ આઠ પ્રભાવકો છે.
(૧) પ્રવચની- પ્રવચન એટલે દ્વાદશાંગી. જેમ અતિશય જેને હોય તે અતિશયી કહેવાય તેમ પ્રવચન જેને છે તે પ્રવચની કહેવાય. વર્તમાનકાળને ઉચિત સૂત્ર અને અર્થને ધારણ કરનારા, તીર્થને વહન કરનારા આચાર્ય એ પ્રવચની છે. આ દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણની જેમ પહેલો પ્રભાવક જાણવો. દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણનું કથાનક આ પ્રમાણે છે
દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણનું કથાનક એક વખત રાજગૃહી નગરીમાં શ્રી વર્ધમાન સ્વામી સમવસર્યા. દેવોએ સમવસરણ રચ્યું. બારે ય પર્ષદા મળી. સૌધર્મેદ્ર પણ આવીને ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કરીને ઉચિત સ્થાને બેઠો. ત્યારે ભગવાને સકળ ભવ્ય જીવોના ઉપકાર માટે પાણીથી ભરેલા વાદળાના અવાજ જેવા સ્વરથી પરમાનંદરૂપ અમૃત વરસાવનારી, અતિ નિબિડ મોહરૂપી અંધકારને વિદારણ કરનારી, સંપૂર્ણ જગતના જીવોના મનને ચમત્કાર કરનારી મનોહર ધર્મદેશના આપી. ત્યારપછી દેશનાના અંતે ઇંદ્ર પૂછયું: હે સ્વામી ! આ અવસર્પિણી કાળમાં આપનું તીર્થ કેટલો કાળ પ્રવર્તશે? અને કઈ રીતે વિચ્છેદ પામશે ? ભગવાને કહ્યું: હે ઈદ્ર ! એકવીસ હજાર વર્ષ પ્રમાણવાળા દુષમા નામના પાંચમા આરા સુધી મારું તીર્થ પ્રવર્તશે. ત્યાર પછી પાંચમા આરાના અંતિમ દિને મધ્યાહ્ન પહેલાં