________________
આત્મપ્રબોધ
પ્રમાણે બંનેની ઉપાસના કરતાં તેનો કેટલોક કાળ પસાર થઈ ગયો. હવે કોઈક દિવસ તે બ્રાહ્મણ બીજા ગામમાં જતાં માર્ગમાં એકાએક ચારેબાજુથી આવેલા નદીના પૂરથી ડૂબવા લાગ્યો. પછી બહાર નીકળવા અસમર્થ એવો તે હે કુળદેવી ! ધારા ! દોડ- દોડ, હે ચામુંડા ! દોડ- દોડ. મારું રક્ષણ કર, રક્ષણ કર. ઇત્યાદિ વચનોથી બંને દેવીનું સ્મરણ કરવા લાગ્યો. ત્યારે બંને પણ દેવીઓ ત્યાં આવી. પરંતુ પરસ્પર ઈર્ષ્યાથી બંનેમાંથી એક પણ દેવીએ તે બ્રાહ્મણનું રક્ષણ ન કર્યું. તેથી આર્ત અને રૌદ્ર ધ્યાન પામેલો જ પાણીની અંદર ડૂબ્યો, અને પરલોકમાં ગયો. આ કારણથી પોતાના હિતને ઇચ્છતા ભવ્ય જીવોએ અન્ય-અન્ય આકાંક્ષા ક્યારે પણ ન કરવી જોઈએ. અર્થાત્ અન્ય અન્ય દેવોને છોડીને એક જિનેશ્વરની જ આરાધના કરવી જોઈએ. આ પ્રમાણે કાંક્ષા ઉપર બ્રાહ્મણનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
૫૪
(૩) વિચિકિત્સા- વિચિકિત્સા એટલે શ્રી જિનશાસન અનુસારે શુદ્ધ આચારને ધારણ કરનારા સાધુ વગેરે ઉત્તમ પુરુષોની નિંદા. તે પણ સમ્યક્ત્વને દૂષિત કરતી હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે નિર્મળ સમ્યક્ત્વ૨તમાં યતવાળા જીવોને દોષવાળા અન્ય કોઈ પણ લોકની નિંદા કરવી યોગ્ય નથી. તો પછી નિર્દોષ સાધુ વગેરેની તો નિંદાનો સર્વથા જ ત્યાગ કરવો જોઈએ. જે શ્રદ્ધાળુ નામને ધારણ કરનારા બીજાઓની આગળ પોતાના ગુરુ વગેરેની નિંદા કરે છે તથા મહામંગલભૂત ગુરુ વગેરેને સામા આવતાં જોઈને આ અમંગળ થયું, આથી મારી કાર્યસિદ્ધિ નહીં થાય, ઇત્યાદિ પોતાના મનમાં વિચારે છે તે મહામૂઢ હોવાના કારણે અને જિનશાસનથી પરાભુખ હોવાના કારણે એકાંતે મિથ્યાત્વી અને મહાદુષ્કર્મને બાંધનારા જાણવા. ઘણું કહેવાથી શું ? ખરેખર ! તેઓની આ લોકમાં કે પરલોકમાં ક્યારે પણ પ્રાયઃ વાંછિત અર્થની સિદ્ધિ થતી નથી.
(૪) કુદૃષ્ટિ પ્રશંસા- કુત્સિત સૃષ્ટિ દર્શન જેઓને છે તે કુદૃષ્ટિ = કુતીર્થિકો. તેમની પ્રશંસા કરવી તે કુદૃષ્ટિ પ્રશંસા કહેવાય છે. તે પણ સમ્યક્ત્વને દૂષિત કરતી હોવાથી જ ત્યાગ કરવા યોગ્ય છે. જેઓ કુતીર્થિકોનું કંઈક અતિશય વગેરે જોઈને આ લોકોનો મત સારો છે, જ્યાં આવા પ્રકારના અતિશયો છે, ઇત્યાદિ પ્રશંસા કરે છે, મૂઢ એવા તેઓ નિષ્પ્રયોજન જ પોતાના શુદ્ધ સમ્યક્ત્વ૨તને મલિન કરે છે.
=
(૫) કુદૃષ્ટિસંસર્ગ- તથા કુદૃષ્ટિસંબંધી જ આલાપ (= એકવાર બોલવું) સંલાપ (= વારંવાર બોલવું) વગેરેથી પરિચય કરવો તે કુદૃષ્ટિસંસર્ગ. તે પણ સમ્યક્ત્વને દૂષિત કરે છે. આથી તેનો ત્યાગ કરવો જોઈએ. સુદૃષ્ટિ એવા સાધુ વગેરેનો તો નિરંતર પરિચય ક૨વો જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો નંદમણિકા૨ આદિની જેમ પ્રાપ્ત કરેલો પણ સમ્યક્ત્વ આદિ ધર્મ વિનાશ પામે છે. નંદમણિકારનો વૃત્તાંત આ પ્રમાણે છે
નંદમણિકારનું દૃષ્ટાંત
રાજગૃહી નગરીમાં એકવાર શ્રી વર્ધમાન સ્વામી સમવસર્યા. શ્રેણિક વગે૨ે શ્રદ્ધાળુ લોકો વંદન કરવા માટે આવ્યા. ત્યારે સૌધર્મ દેવલોકનો વાસી દર્દુરાંક નામનો દેવ પોતાના ચાર હજાર