________________
બીજો પ્રકાશ -
- દેશવિરતિ
તથા ભગવાનની આગળ ધૂપ, દીપ પ્રગટાવે, ફળ-નૈવેદ્યાદિ ચડાવે, જિનમંદિર આદિ નિર્માણ કરે, તે સર્વે પણ દ્રવ્યસ્તવ ક૨ના૨ને પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે, અને યોગ્ય જીવો દ્રવ્યસ્તવની અનુમોદના કરીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે, તેથી દ્રવ્યસ્તવ સ્વ-૫૨ને ઉપકારજનક છે.
કૂવો ખોદતા જેમ પ્રથમ કાદવથી ખરડાવું પડે છે, અને પછી જલની પ્રાપ્તિ થતાં કાદવને ધોઈ શકાય છે, તેમ પ્રસ્તુતમાં પૂજામાં થતી હિંસાથી કર્મબંધ થાય છે, અને તેની શુદ્ધિ પૂજામાં થતા શુભભાવથી થઈ જાય છે.
૧૯૧
અહીં કૂવો ખોદવાની ક્રિયામાં જળની પ્રાપ્તિરૂપ બાહ્ય ઉપકાર થાય છે અને ભગવાનની પૂજામાં સંસારના ઉચ્છેદના અનન્યકારણરૂપ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે.] (કૂપદેષ્ટાંત વિશદીકરણમાંથી સાભાર ઉદ્ધૃત)
ઇત્યાદિ આગમ પ્રમાણ હોવાથી વિસ્તા૨થી સર્યું. (૮૨)
તેથી આ પ્રમાણે દેવપૂજા કર્યા પછી શ્રાવક જે કરે તે કહેવાય છે—
शृङ्गी यथा क्षारजले पयोनिधौ, वसन्नपि स्वादुजलं पिबेत्सदा ।
तथैव जैनामृतवाणीमादराद्, भजेद् गृही संसृतिमध्यगोऽपि सन् ॥ ८३॥ દેવપૂજા પછીના કર્તવ્યો
જેને શૃંગ હોય તે શૃંગી કહેવાય. આવો શ્રૃંગી મત્સ્ય જેમ ખારાપાણીથી ભરેલા સમુદ્રમાં રહેતો હોવા છતાં ત્યાં જ ગંગા વગેરે નદીના પ્રવેશ સ્થાનમાં રહેલ મીઠું પાણી ઓળખીને હંમેશા તે જ પાણી પીએ છે. તે જ પ્રમાણે શ્રાવક સંસારરૂપી ખારા સમુદ્રમાં ૨હેલો હોવા છતાં પણ ગુરુ પાસે જઈને આદરથી જિનપ્રણીત અમૃત તુલ્ય વાણીને હંમેશાં સાંભળે.
ત્યાર પછી બાળ-ગ્લાન વગે૨ે સાધુઓને પ્રાતરાશ (નવકારશી). ઔષધ વગેરે આપવામાં યતવાળો થાય. આ વાત આમાં ન કહેલી હોવા છતાં પણ જાણવી. (૮૩)
ત્યાર પછી જે કરે તે બતાવવામાં આવે છે–
द्रव्यार्जनं सद्व्यवहारशुद्धया, करोति सद्भोजनमादरेण । पूजादिकृत्यानि विधाय पूर्वं, निजोचितं मुक्तविशेषलौल्यः ॥ ८४॥
તે શ્રાવક ત્યારપછી વ્યવહાર શુદ્ધિથી દ્રવ્ય ઉપાર્જન કરે. ત્યાર પછી પહેલાં આદરપૂર્વક મધ્યાહ્નની દેવપૂજા કરીને, મુનિઓને દાન આપીને, તથા વૃદ્ધ-રોગી-અતિથિ-ચારપગવાળા જીવો વગેરેની ચિંતા કરીને વિશેષ લોલુપતાનો ત્યાગ કરતો પોતાને ઉચિત સદ્ભોજન કરે. ત્યારે સૂતક, અભક્ષ્ય વગે૨ે લોક વિરુદ્ધ, સંસક્ત, અનંતકાય વગેરે આગમ વિરુદ્ધ, મદિરા, માંસ વગેરે લોકવિરુદ્ધ અને આગમ વિરુદ્ધ એમ ઉભય વિરુદ્ધ ભોજન ન કરે. તથા લોલુપતાથી પોતાના જઠરાગ્નિનો વિચાર કર્યા વિના અધિક પણ ન ખાય. અધિક ભોજન કર્યા પછી વમન-વિરેચન-રોગોત્પત્તિમરણ વગે૨ે ઘણા અનર્થને કરનારું થાય. આથી પ્રમાણસર જ ભોજન કરે.
ત્યાર પછી ધર્મશાસ્ત્રના પરમાર્થને વિચારવા પૂર્વક અને ઉચિત વ્યવસાયથી અપરાહ્નકાળ પસાર