________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૫૩
પથ્થર તુલ્ય ગણતો તે ચિંતામણિને જ મેળવવા માટે આખા ય નગરમાં, દરેક દુકાનમાં, દરેક ઘરમાં ભમવા લાગ્યો. પરંતુ ક્યાંય પણ તેને તે પ્રાપ્ત ન થયો. તેથી ખેદ પામેલા તેણે માતા-પિતાને કહ્યું: મારું ચિત્ત ચિંતામણિમાં લાગેલું છે અને તે અહીં મળતો નથી. આથી હું તેને માટે બીજે જાઉં છું. ત્યારે માતા-પિતાએ કહ્યું: હે વત્સ ! આ માત્ર કલ્પના જ છે. પરમાર્થથી બીજે ક્યાંય પણ આ ચિંતામણિ વિદ્યમાન નથી. તેથી તું ઇચ્છા પ્રમાણે બીજાં રતોથી વ્યવહાર કર. ત્યાર પછી આ પ્રમાણે ઘણી રીતે કહેવાયો હોવા છતાં પણ જયદેવ ચિંતામણિ પ્રાપ્તિમાં કૃતનિશ્ચયવાળો થયેલો હસ્તિનાપુર નગરમાંથી નીકળીને ઘણા પર્વત-નગર-ગામ-આકર-કબૂટ-પત્તન-સમુદ્ર-તીરોમાં તેને શોધતો લાંબા કાળ સુધી ભમ્યો, પરંતુ ક્યાંય પણ તેને નહીં મેળવતો વિલખો થયેલો પોતાના મનમાં વિચારવા લાગ્યો કે ચિંતામણિ નથી એ વાત શું સાચી છે ? જેથી તે ક્યાંય દેખાતું નથી. અથવા શાસ્ત્રમાં કહેલું તે મણિનું અસ્તિત્વ ખોટું ન હોય. આથી ક્યાંય પણ તે હશે. એ પ્રમાણે નિશ્ચય કરીને તે ફરી પણ ઘણી મણિની ખાણને જોતો અતિશય તેની શોધ કરવા લાગ્યો.
ત્યાર પછી એક વખત કોઈ વૃદ્ધ માણસે તેને કહ્યું: હે ભદ્ર ! અહીં મણિઓની એક ખાણ છે. તેમાં પુણ્યશાળી માણસને ચિંતામણિની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી જયદેવ તેના વચનથી ત્યાં જઈને ચિંતામણિને શોધવા લાગ્યો. ત્યારે ત્યાં મંદ બુદ્ધિવાળા એક પશુપાલના હાથમાં ગોળ પથ્થરને જોઈને તેને શાસ્ત્રોક્ત લક્ષણથી ચિંતામણિ જાણીને તે તેની પાસેથી માગ્યો. ત્યારે પશુપાલે કહ્યું: તારે આવું શું કામ છે ? વણિકે કહ્યું: મારા ઘરે ગયેલો હું બાળકોને રમવા માટે આ આપીશ. તેણે કહ્યું: અહીં આવા પ્રકારના ઘણા છે. તું સ્વયં તેને કેમ ગ્રહણ નથી કરતો ? વણિકે કહ્યું: હું પોતાના ઘરે જવામાં ઉતાવળો છું તેથી આ મને આપ. તું તો આ પ્રદેશમાંથી બીજું પણ મેળવી લેશે. આ પ્રમાણે કહેવાયો છતાં પણ પરોપકાર કરવાના સ્વભાવવાળો ન હોવાના કારણે તેણે તે ન આપ્યું. ત્યાર પછી જયદેવે ઉપકારની બુદ્ધિથી તેને કહ્યું: જો તું મને નથી આપતો તો સ્વયં જ આ ચિંતામણિની આરાધના કર. જેથી આ તને પણ વાંછિત આપે. પશુપાલે કહ્યું: જો આ સાચો ચિંતામણિ છે, તો મેં ચિંતવેલા ઘણા બોરથી ભરેલા કચોરા વગેરે જલદી આપે. તેથી કંઈક હસીને જયદેવે કહ્યું: “અહો! આ પ્રમાણે ન વિચારાય. પરંતુ ત્રણ ઉપવાસ કરીને સંધ્યા સમયે આ મણિને શુદ્ધ જલથી સ્નાન કરાવીને શુદ્ધ ભૂમિ ઉપર ઊંચા સ્થાને સ્થાપીને ચંદન-કપૂર-કુસુમ-આદિથી પૂજીને અને નમસ્કાર કરીને પછી આની આગળ જે ઈષ્ટ હોય તે ચિંતવાય એટલે તે બધું ય સવારે પ્રાપ્ત થાય.
આ પ્રમાણે સાંભળીને તે પશુપાલ પોતાની બકરીઓના સમૂહને પાછો વાળીને ગામ તરફ ચાલ્યો. ત્યાર પછી “નક્કી હીનયુષ્યવાળા આના હાથમાં આ ચિંતામણિ નહીં રહે.” એ પ્રમાણે વિચારીને જયદેવે પણ તેની પીઠ ન છોડી. હવે માર્ગમાં જતા પશુપાલે કહ્યું: હે મણિ ! હમણાં આ બકરી વેંચીને ચંદન વગેરે લાવીને તારી પૂજા કરીશ. તારે પણ મારા ચિંતાવેલા કાર્યની પૂર્તિમાં ઉદ્યમ કરવો. વળી તે મણિ ! હજી પણ ગામ દૂર છે. આથી માર્ગમાં તું કોઈક કથા કહે. જો તું નથી જાણતો તો હું કહું તું સાંભળ. એક નગરમાં એક હાથ પ્રમાણ દેવમંદિર હતું તેમાં ચાર હાથનો દેવ