Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 278
________________ ચોથો પ્રકાશ - પરમાત્મતા ૨૬૫ માણસોથી પણ તેઓ ગાંજ્યા જાય તેવા ન હતા, તેઓ જીવ (ચેતન) અને અજીવ (જડ) ને સારી રીતે ઓળખતા હતા, તેઓને પુણ્ય અને પાપ વિષે ખ્યાલ હતો, તેઓ આસવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષ, એટલાં વાનામાં કયું ગ્રાહ્ય છે અને કયું અગ્રાહ્ય છે એ સારી રીતે જાણતા હતા, તેઓ કોઈ પણ કાર્યમાં બીજાની આશા ઉપર નિર્ભર ન હતા, અથવા તેઓ નિગ્રંથના પ્રવચનમાં એવા તો ચુસ્ત હતા કે સમર્થ દેવો, અસુરો, નાગો, જ્યોતિષ્કો, યક્ષો, રાક્ષસો, કિનરો, દ્વિપુરુષો, ગરુડો-સુવર્ણકુમારો, ગંધર્વો અને મહોરગ વગેરે બીજા દેવો પણ તેઓને નિગ્રંથના પ્રવચનથી કોઈ રીતે ચલાવી શકતા ન હતા, તેઓ નિગ્રંથના પ્રવચનમાં શંકા અને વિચિકિત્સા વિનાના હતા, તેઓએ શાસ્ત્રના અર્થોને મેળવ્યા હતા, શાસ્ત્રના અર્થોને ચોક્કસાઈથી ગ્રહણ કર્યા હતા, શાસ્ત્રના અર્થોમાં સંદેહવાળાં સ્થાનો પૂછીને નિર્ણાત કર્યા હતાં, શાસ્ત્રના અને વિશેષથી નિશ્ચિત કર્યા હતા અને શાસ્ત્રોના અર્થોનું રહસ્ય તેઓએ નિર્ણયપૂર્વક જાણ્યું હતું. તથા તેઓને નિગ્રંથ પ્રવચન ઉપરનો પ્રેમ હાડોહાડ વ્યાપી ગયો હતો, તેથી તેઓ એમ કહેતા કે- “હે ચિંરજીવ! આ નિગ્રંથનું પ્રવચન એ જ અર્થરૂપ છે પરમાર્થરૂપ છે અને બાકી બીજું બધું અનર્થરૂપ છે,” વળી તેઓની ઉદારતાને લીધે તેઓના દરવાજાઓની પછવાડે રહેતો આગલિઓ હમેશા ઊંચો રહેતો હતો અને તેઓના દરવાજા હંમેશા બધાને માટે ઉઘાડા જ રહેતા હતા, વળી તે શ્રાવકો જેને ઘરે કે જેના અંતપુરમાં જતા તેઓને પ્રીતિ ઉપજાવતા, તથા શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસ વડે ચૌદશ, આઠમ, અમાસ તથા પૂનમને દિવસે પરિપૂર્ણ પૌષધને સારી રીતે આચરતા તથા શ્રમણ નિગ્રંથોને નિર્દોષ અને ગ્રાહ્ય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ, પીઠ-પાટિયું, શવ્યા, સંથારો અને ઓસડ, વેસડ એ બધું આપીને યથાપ્રતિગૃહીત (=જે રીતે તપકર્મનો સ્વીકાર કર્યો હોય તે રીતે) તપકર્મવડે આત્માને ભાવતા તે શ્રાવકો વિહરે છે. . તેમાં ' એટલે કે જેઓને બીજાઓની સહાય નથી એવા દેવો એ પ્રમાણે કર્મધારય સમાસ કરવો. અથવા આ વિશેષણ શ્રાવકોનું અલગ જ લેવું. તેથી આપત્તિમાં પણ દેવ વગેરેની સહાયને નહીં ઇચ્છતા, સ્વયં કરેલું કર્મ સ્વયં જ ભોગવવા યોગ્ય છે એ પ્રમાણે અદનમનોવૃત્તિવાળા શ્રાવકો, અને તેથી જે આવા પ્રકારના વિશેષણવાળા શ્રાવકો હોય તેઓ મિથ્યાદૃષ્ટિ દેવોની પૂજા શા માટે કરે ? પ્રત્યક્ષ વિરોધ આવે છે. આ પ્રમાણે બુદ્ધિશાળીઓએ વિચારવું. વળી- ઔપપાતિક ઉપાંગમાં પણ અંબડ પરિવ્રાજકના અધિકારમાં જિનચૈત્યોનું સાક્ષાત્ વંદનીયપણે કહેલું છે. તે સૂત્ર આ પ્રમાણે છે- અંબડ પરિવ્રાજકને અરિહંત અથવા અરિહંતની પ્રતિમાને છોડીને અન્ય તીર્થિકોને અથવા અન્યતીર્થિક દેવોને અથવા અન્ય તીર્થિકોએ ગ્રહણ કરેલી અરિહંતપ્રતિમાઓને વંદન કરવું અથવા નમસ્કાર કરવો, યાવત્ પપૃપાસના કરવી કલ્પતું નથી. ઇત્યાદિ. આ પ્રમાણે ઉપાસક દશાંગમાં પણ આનંદ શ્રાવકના અધિકારમાં જાણવું. - ' વળી- તેઓએ જે કહ્યું કે પ્રદેશ રાજાએ ચૈત્ય શા માટે ન કરાવ્યું. તેનો ઉત્તર આ છેપ્રદેશી રાજા જિનધર્મની પ્રાપ્તિ પછી કેટલો કાળ જીવ્યો? જેથી ચૈત્ય કરાવે. વળી બધાય શ્રાવકો

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326