________________
૨૭૮
આત્મપ્રબોધ
એક પ્લેચ્છ રાજાને જોયો. આ કોઈ પુરુષ છે એ પ્રમાણે વિચારીને તેણે રાજાને સત્કાર કર્યો અને પોતાની વસતિમાં લઈ ગયો. ત્યાર પછી રાજાએ પણ તેને ઉપકારી માની પોતાના નગરમાં લાવીને સ્નાન-વિલેપન-અમૂલ્ય વસ્ત્ર-આભરણ-શ્રેષ્ઠ મંદિર-ઈષ્ટ અન્ન-પાન આદિથી અતિ સંતોષ પમાડીને દરરોજ જાણે પોતાનું બીજું રૂપ હોય તેમ યતપૂર્વક તેની સંભાળ રાખી. ત્યાર પછી વર્ષાકાળે તેને લાંબા કાળ સુધી નિવાસ કરેલું તે અરણ્ય યાદ આવ્યું. ત્યારે તે ક્ષણ પણ ત્યાં નગરમાં રહેવા માટે ઇચ્છતો નથી. તેથી વસ્ત્ર-આભરણોનો ત્યાગ કરીને પોતાના મૂળવેષથી ત્યાંથી નીકળીને અરણ્યમાં ગયો. ત્યાં અરણ્યમાં રહેનારા બીજા સ્વેચ્છાએ લાંબા કાળે આવેલા તેને જોઈને ભેગા થઈને પૂછયું તું ક્યાં ગયો હતો? તેણે કહ્યું હું એક મોટા નગરમાં ગયો હતો. ફરી તેઓએ પૂછયું તે નગર કેવું હતું ? ત્યારે આ નગરના ગુણોને જાણતો હોવા છતાં ત્યાં ઉપમાનો અભાવ હોવાથી તે ગુણોને કહેવા માટે સમર્થ થતો નથી. આ દૃષ્ટાંત છે. આ પ્રમાણે કેવલજ્ઞાની પણ પોતાના અનંતજ્ઞાનના બળે સિદ્ધિ સુખને જાણતા હોવા છતાં પણ અહીં તેની ઉપમાનો અભાવ હોવાથી ભવ્ય જીવોની આગળ સિદ્ધિ સુખને કહેવા સમર્થ નથી. આ ઉપનય છે. (૧૯)
આ જ વસ્તુને ગાથાથી બતાવે છે– इय सिद्धाणं सुक्खं, अणोवमं नत्थि तस्स ओवम्मं । વિવિ વિરો , સાવરકમ સુદ વો[ ]લ્થ (?) | ૨૦ | આ પ્રમાણે સિદ્ધોનું સુખ અનુપમ છે. શાથી અનુપમ છે તે કહે છે
સિદ્ધિ સુખની ઉપમા આપી શકાય એવી કોઈ વસ્તુ નથી. તો પણ બાળજીવોને સમજાવવા માટે કંઈક વિશેષણ આપીને સિદ્ધિ સુખની સમાનતા બતાવનારું આ હવે કહેવાશે તે સાંભળો. (૨૦)
जह सव्वकामगुणियं, पुरिसो भोत्तूण भोयणं कोइ । तण्हाछुहाविमुक्को, अच्छिज जहा अमियतत्तो ॥२१॥ इय सव्वकालतित्ता,अतुलं निव्वाणमुवगया सिद्धा।
सासयमव्वाबाहं, चिटुंति सुही सुहं पत्ता ॥२२॥ જેમ કોઈ પુરુષ સંપૂર્ણ સુંદરતાએ કરી સંસ્કાર કરેલા ભોજનને જમીને સુધા અને તૃષાથી મુક્ત થઈને જાણે અમૃતથી તૃપ્ત થયેલો હોય તેમ રહે છે. આ પ્રમાણે મોક્ષને પામેલા સિદ્ધ ભગવંતો સાદિ-અનંત કાળ સુધી તૃપ્ત થયેલા=સર્વ પ્રકારે ઉત્સુક્તાની નિવૃત્તિ થવાથી પરમ સંતોષને પામેલા, તથા અતુલ=અનુપમ, શાશ્વતઃઅપ્રતિપાતિ, અવ્યાબાધ =અલ્પ પણ બાધા રહિત સુખને પામેલા છે. આથી જ સુખી રહે છે. (૨૧-૨૨) આ જ અર્થની વિશેષ ભાવના આ પ્રમાણે છેसिद्ध त्ति य बुद्ध त्ति य, पारग त्ति य परंपरगय त्ति । . उम्मुक्तकम्मकवया, अजरा अमरा असंगा य ॥२३॥