Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 292
________________ ચોથો પ્રકાશ - પરમાત્મતા ૨૭૯ णिच्छिण्णसव्वदुक्खा, जाइजरामरणबंधणविमुक्का । अव्वाबाहं सोक्खं, अणुहोति सासयं सिद्धा ॥२४॥ જેઓએ બાંધેલા આઠ પ્રકારના કર્મને ભસ્મીભૂત કરેલું છે તે સિદ્ધ કહેવાય. તે સિદ્ધો સામાન્યથી કર્મસિદ્ધ આદિ સિદ્ધો પણ હોય છે. કહ્યું છે કે कम्मे सिप्पे य विजाए, मंते जोगे य आगमे । अत्थजुत्तअभिप्पाए, तवे कम्मक्खए इय ॥१॥ અર્થ- કર્મ સિદ્ધ, શિલ્પ સિદ્ધ, વિદ્યા સિદ્ધ, મંત્ર સિદ્ધ, યોગ સિદ્ધ, આગમ સિદ્ધ, અર્થ સિદ્ધ, યુક્તિ સિદ્ધ, અભિપ્રાય સિદ્ધ, તપ સિદ્ધ અને કર્મક્ષયસિદ્ધ એ બધા સિદ્ધના ભેદો છે. તેથી કર્મસિદ્ધ વગેરે સિદ્ધોનો ત્યાગ કરવા માટે “વૃદ્ધાઃ' એ પ્રમાણે વિશેષણ આપ્યું છે. અજ્ઞાનરૂપી નિદ્રામાં સુતેલા જગતમાં બીજાના ઉપદેશ વિના જીવાદિ રૂપ તત્ત્વને જાણનારા તે બુદ્ધ કહેવાય છે. બુદ્ધો પણ સંસાર અને નિર્વાણ એમ ઉભયનો ત્યાગ કરીને રહેલા છે એમ કેટલાક માને છે. તેથી તેનો નિરાસ કરવા માટે “પાર તા:' એવું વિશેષણ આપ્યું છે. સંસારને અથવા પ્રયોજનના (=કાર્યના) સમૂહને પાર પામેલા છે તે પારગત કહેવાય છે. આવા પ્રકારના સિદ્ધોને પણ કેટલાક યદેચ્છાવાદિઓ ક્રમ વિના જ સિદ્ધ થયેલા છે એમ કહે છે. તેથી તેના મતને દૂર કરવા માટે પરંપYI+Iતા: ' એ પ્રમાણે વિશેષણ આપ્યું છે. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ પરંપરાથી અથવા ચૌદ ગુણ સ્થાનના ભેદથી ભેદવાળી પરંપરાથી સિદ્ધ થયેલા તે પરંપરાગત કહેવાય છે. આવા પ્રકારના સિદ્ધોને કેટલાક તત્ત્વથી અનિર્મુક્ત કર્મવાળા સ્વીકારે છે. “તીર્થના તિરસ્કારને જોવાથી અહીં આવે છે એ પ્રમાણે વચન હોવાથી ફરી સંસારમાં અવતરણ સ્વીકારે છે. આથી તે મતને દૂર કરવા માટે ‘૩નુp®ર્મવવા:' એવું વિશેષણ આપ્યું છે. જેઓએ પ્રબળતાથી ફરી ન આવવું પડે એ રીતે કર્મકવચનો ત્યાગ કર્યો છે તે ઉન્મુક્ત કર્મકવચ. આથી જ શરીરનો અભાવ હોવાથી જરાનો અભાવ છે માટે ‘ગર:' છે. શરીર ન હોવાથી પ્રાણત્યાગનો અસંભવ છે માટે સમર: છે, બાહ્ય અત્યંતર સંગરહિત હોવાથી મસ છે. તથા જેઓ સર્વ દુઃખને ઓળંગી ગયા છે તે નિસ્તીfસર્વવાદ છે. આવા શા માટે છે તે કહે છે- જાતિ-જરા-મરણ-બંધનથી વિમુક્ત જાતિ એટલે જન્મ. જરા એટલે વયની હાનિ. મરણ એટલે પ્રાણ નો ત્યાગ. બંધન એટલે આત્માને બાંધનારાં કર્મો. વિશેષથી મુક્ત તે વિમુક્ત. જન્મ વગેરેથી સંપૂર્ણપણે મુક્ત થયા હોવાથી વિશેષથી મુક્ત છે. મુક્ત એટલે જુદા થયેલા. સિદ્ધો જન્મ-જરા-મરણ-બંધનથી સંપૂર્ણપણે જુદા થયેલા હોવાથી જન્મ-જરા-મરણ-બંધનથી વિમુક્ત છે. તેથી સિદ્ધ ભગવંતો અવ્યાબાધ અને શાશ્વત સુખને અનુભવે છે. (૨૩-૨૪) . સિદ્ધના એકત્રીશ ગુણો હવે સિદ્ધોના એકત્રીશ ગુણો બતાવે છેसंठाण ५ वण्ण ५ रस ५ गंध २, फास ८ वेयं ३ गसंगभव ३ रहियं । इगतीसगुणसमिद्धं, सिद्धं बुद्धं जिणं नमिमो ॥२५॥

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326