________________
ચોથો પ્રકાશ - પરમાત્મતા
૨૭૭ જુએ છે. અહીં કેવલદર્શનની અનંતતા બતાવી તે સિદ્ધો અનંતા હોવાના કારણે જાણવી. અહીં પહેલાં જ્ઞાનનું ગ્રહણ કર્યું છે તે સૌ પ્રથમ જ્ઞાનના ઉપયોગવાળા હોય છે ત્યારે સિદ્ધ થાય છે એમ જણાવવા માટે છે. (૧૬)
સિદ્ધોનું સુખ નિરુપમ હોય છે હવે સિદ્ધો નિરુપમ સુખને ભોગવનારા હોય છે તે બતાવે છે–
नवि अस्थि माणुसाणं, तं सुक्खं नवि य सव्वदेवाणं ।
जं सिद्धाणं सुक्खं, अव्वाबाहं उवगयाणं ॥१७॥ સિદ્ધના જીવોને જે સુખ છે તે સુખ ચક્રવર્તી વગેરે મનુષ્યોને નથી જ, અને તે સુખ અનુત્તર સુધીના સર્વ દેવતાઓને પણ નથી જ. કેવા પ્રકારના સિદ્ધ ભગવંતોને આવું સુખ છે ? અવ્યાબાધાને પામેલાઓને. વિવિધ આબાધા તે વ્યાબાધા. વ્યાબાધાનો અભાવ તે અવ્યાબાધા. આવી અવ્યાબાધાને પામેલા સિદ્ધોને જે સુખ છે (તે સુખ ચક્રવર્તી વગેરેને પણ નથી) એ પ્રમાણે અર્થ છે. (૧૭).
સિદ્ધોના સુખ જેવું સુખ બીજે ક્યાંય નથી હવે સિદ્ધોને જે સુખ છે તેવું સુખ બીજે ક્યાંય નથી એમ બતાવે છે–
सुरगणसुहं समत्तं, सव्वद्धापिंडिअं अणंतगुणं ।।
णवि पावइ मुत्तिसुहं, णंताहिं वि वग्गवग्गेहिं ॥१८॥ અતીત-અનાગત અને વર્તમાનકાળથી ઉત્પન્ન થયેલું એવું જે દેવ સમુદાયનું સુખ, તે સુખને સર્વકાળના સમયથી ગુણવામાં આવે તો તે અનંતગુણ થાય. આવા પ્રમાણવાળું સુખ અસત્કલ્પના કરી એક-એક આકાશ પ્રદેશમાં સ્થાપન કરવામાં આવે અને આ પ્રમાણે સકલ આકાશ પ્રદેશ પૂરાવાથી જો કે અનંત થાય. તે અનંતને પણ અનંત વર્ગોથી વર્ગિત કરવામાં આવે તો પણ આવા પ્રકર્ષને પામેલું તે સુખ મુક્તિ સુખને પામતું નથી, અર્થાત્ મુક્તિ સુખની તોલે આવતું નથી. (૧૮) હવે સિદ્ધિ સુખ નિરુપમ છે તે બતાવે છે–
जह नाम कोइ मेच्छो, नयरगुणे बहुविहे वियाणंतो ।
न सक्कइ परिकहिउं, उवमाए तहिं असंतीए ॥१९॥ જે પ્રમાણે કોઈ મ્લેચ્છ ગૃહ-નિવાસ આદિ અનેક પ્રકારના નગરના ગુણોને જાણતો હોવા છતાં અરણ્યમાં ગયેલો તે અન્ય મ્લેચ્છોની આગળ તે ગુણોને કહેવા સમર્થ થતો નથી. શા માટે સમર્થ થતો નથી ? ત્યાં એવા પ્રકારની કોઈ ઉપમા નથી કે જેના આધારે તે ગુણોની સરખામણી કરી શકે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ તો કથાનથી જાણી શકાય તેમ છે. તે કથાનક આ પ્રમાણે છે
પ્લેચ્છનું દૃષ્ટાંત કોઈ એક અરણ્યમાં ઘણા પ્લેચ્છો રહે છે. હંમેશા ત્યાં જ રહેલા તેઓ વનના પશુઓની જેમ કાલને પસાર કરે છે. એક વખત ઘોડાથી હરણ કરાયેલો કોઈક રાજા ત્યાં અરણ્યમાં આવ્યો. ત્યારે