Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 271
________________ ૨૫૮ આત્મપ્રબોધ લોમહસ્તક (મોરપીછ)ને ગ્રહણ કર્યું. પછી તે વડે પ્રતિમાને પ્રમાર્જી, સૂર્યાભદેવની જેમ જિનપ્રતિમાની પૂજા કરી. પૂજા કરીને તે જ પ્રમાણે (સૂર્યાભદેવની જેમ) યાવત્ પનું દહન કર્યું. ધૂપ ઉખેવીને ડાબા ઢીંચણને ઊંચો રાખ્યો. જમણા ઢીંચણને પૃથ્વી તલ પર સ્થાપન કર્યો. સ્થાપન કરીને ત્રણ વાર મસ્તકને પૃથ્વી તલ ઉ૫૨ નમાવ્યું. નમાવીને કંઈક મસ્તકને ઊંચું કર્યું. ઊંચું કરીને બે હાથ જોડી યાવત્ મસ્તક ૫૨ અંજલિ કરીને આ પ્રમાણે બોલી- ‘અરિહંત ભગવાન યાવત્ સિદ્ધિપદને પામેલા જિનેશ્વરને નમસ્કાર થાઓ' ઇત્યાદિ કહી વંદના કરી, નમસ્કાર કર્યા, વંદના-નમસ્કાર કરી જિનેશ્વરના ગૃહની બહાર નીકળી. રાજપ્રશ્નીય ઉપાંગમાં પણ કહ્યું છે કે- ત્યાર પછી તે સૂર્યાભદેવ પુસ્તક રત્નને ગ્રહણ કરે છે, પુસ્તક રતને ખોળામાં અથવા ઉત્તમ સ્થાને મૂકે છે, મૂકીને પુસ્તકને ઉઘાડે છે, ઉઘાડીને પુસ્તક તને વાંચે છે, વાંચીને ધાર્મિક વ્યવસાય કરવાની અભિલાષા કરે છે. પુસ્તક રતને પાછું મૂકે છે. મૂકીને સિંહાસન ઉપરથી ઊભો થાય છે. ઊભો થઈને વ્યવસાય સભામાંથી પૂર્વદિશાના દ્વારથી નીકળે છે. નીકળીને જ્યાં નંદાપુસ્કરિણી ત્યાં આવે છે. ત્યાં આવીને નંદાપુસ્કરિણીના પૂર્વ દિશાના ત્રણ પગથિયારૂપ તોરણથી ઉતરે છે. ઉતરીને ત્યાં હાથ-પગનું પક્ષાલન કરે છે. પક્ષાલન કરીને આચમન કરે છે. આચમન કરીને ચોખ્ખો થાય છે. પછી પરમ પવિત્ર થયેલો તે એક મોટા, શ્વેત, રજતમય, નિર્મળ, જળથી પૂર્ણ=જળથી ભરેલા, મદોન્મત્ત હાથીના મુખાકૃતિવાળા કુંભ સમાન શૃંગારને (=કળશને) ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ત્યાં જે કમળો યાવત્ શતપત્રો, સહસ્રપત્રો છે તેને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને નંદાપુસ્કરિણીમાંથી બહાર આવે છે. બહાર આવીને જ્યાં સિદ્ધાયતન છે ત્યાં જવા માટે નિશ્ચય કરે છે. ત્યારે સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવો યાવત્ સોળ હજાર આત્મરક્ષક દેવો અને બીજા ઘણા સૂર્યાભવિમાનવાસી યાવત્ (દેવ-) દેવીઓ તેની પાછળ જાય છે. તેમાંથી કેટલાકે હાથમાં કમળને ધારણ કર્યા છે, યાવત્ કેટલાકે લાખ પત્રવાળા કમળને હાથમાં ધારણ કર્યા છે. તે દેવ દેવીઓ સૂર્યાભદેવની પાછળ-પાછળ જાય છે, તથા સૂર્યાભદેવના ઘણા આભિયોગિક દેવો અને દેવીઓ તેની પાછળ જાય છે. તેમાંથી કેટલાકે હાથમાં કળશને ધારણ કર્યા છે, કેટલાકે હાથમાં ધૂપ-ધાણાંને ધારણ કર્યા છે. આ રીતે હૃષ્ટ-પુષ્ટ થયેલા આભિયોગિક દેવો તેની પાછળ જાય છે. આ રીતે ચાર હજાર સામાનિક દેવોથી અને બીજા પણ દેવ-દેવીઓથી પરિવરેલો સૂર્યાભદેવ સર્વ ઋદ્ધિથી યાવત્ (વાજીંત્ર આદિ) વગાડવાથી થયેલા ધ્વનિપૂર્વક જ્યાં સિદ્ધાયતન છે ત્યાં આવે છે. ત્યાં આવીને સિદ્ધાયતના પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને જ્યાં દેવછંદ છે, જ્યાં જિનપ્રતિમાઓ છે ત્યાં આવે છે. ત્યાં આવીને જિનપ્રતિમાઓને જોતાં જ પ્રણામ કરે છે. પ્રણામ કરીને મોરપીંછીને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જિનપ્રતિમાઓને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને જિનપ્રતિમાઓને સુગંધી ચંદન આદિ સુગંધી પદાર્થોના રસ વડે મિશ્રિત જળથી સ્નાન કરાવે છે. સ્નાન કરાવીને સરસ ગોશીર્ષ ચંદન વડે ગાત્રો ઉપર વિલેપન કરે છે. વિલેપન કરીને સુરભિગંધ કાષાયિક વસ્ર વડે ગાત્રોને લૂછે છે.

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326