________________
૨૫૭
ચોથો પ્રકાશ - પરમાત્મતા
તેમાં પહેલાં સ્થાપના જિનોમાં તાત્ત્વિક જિન સ્વરૂપનું સ્મારકપણું આદિ પૂર્વે બતાવેલ સદ્ધર્મનું યુક્તપણું પ્રત્યક્ષ આદિ પ્રમાણથી સિદ્ધ છે. આથી જિનપ્રતિમાઓમાં સર્વથા ગુણશૂન્યપણાનો અભાવ હોવાથી અર્થાત્ જિનપ્રતિમાઓ ગુણથી શૂન્ય ન હોવાથી વંદનાદિ યોગ્યપણું છે જ, અર્થાત્ જિન પ્રતિમાઓ વંદન આદિને યોગ્ય છે જ. જિનપ્રતિમાના દર્શન-વંદન આદિથી તરત શુભ ધ્યાન પ્રગટ થતું હોવાથી સમ્યક્ત્વ નિર્મળ થાય છે. તેથી ‘સમ્યક્ત્વનો નાશ થાય છે’ એ પ્રમાણે તેઓએ જે કહ્યું હતું તે સર્વથા મિથ્યાત્વમૂળવાળું હોવાના કારણે બુદ્ધિશાળીઓએ તેનો આદર ન ક૨વો જોઈએ.
વળી- જ્યાં ચિત્રમાં આલેખેલી પણ સ્ત્રી હોય ત્યાં સાધુઓને રહેવાનો આચારાંગ વગેરેમાં નિષેધ કરેલો છે. સાક્ષાત્ સ્ત્રીના ગુણથી રહિત હોવા છતાં પણ તેની આકૃતિ માત્ર જ વિકારનું કારણ છે. તેથી જો તેના દર્શનથી વિકાર થાય છે તો પછી પરમ શાંતરસ અને અનુકૂળ સૌમ્ય આકા૨ને ધારણ કરનારી શ્રી જિનપ્રતિમાના દર્શનથી સારી બુદ્ધિવાળાઓને સદ્યાનનો સંભવ કેમ ન થાય ? અર્થાત્ થાય જ. એ પ્રમાણે બુદ્ધિશાળીઓએ વિવેકથી વિચારવું. પૂજા હિંસારૂપ છે ઇત્યાદિ ઉન્મત્તના પ્રલાપો છે.
વળી- તેઓએ જે કહ્યું હતું કે- આગમોમાં જિનચૈત્યવંદન વગેરેનો અધિકાર નથી, ચૈત્ય સ્થાપના આધુનિક છે, પૂજા હિંસારૂપ હોવાના કારણે અધર્મરૂપ છે, વૃક્ષ આદિનું સિંચન કરવામાં અને મિથ્યાત્વી દેવની પૂજા કરવા વગેરેમાં સમ્યક્ત્વનો નાશ નથી થતો, એ બધુંય ઉન્મત્ત પ્રલાપની જેમ સર્વથા જ અયુક્ત છે. કારણ કે આગમોમાં સ્થાને સ્થાને જિનચૈત્યવંદન-પૂજન આદિનો અધિકાર છે. આથી જ તેની સ્થાપના પણ પ્રાચીન સિદ્ધ થાય છે. જો પૂજા કરવી એ અધર્મ હોય તો આગમમાં પૂજાનું જે હિત-સુખ-મોક્ષ આદિ ફળ બતાવ્યું છે તેની સાથે વિરોધ આવે. અધર્મનું ફળ તો સ્થાને-સ્થાને તિર્યંચ નરકગતિ આદિ બતાવવામાં આવ્યું છે.
તથા- પીપળાદિ વૃક્ષના મૂળમાં સચિત્ત જલનું સિંચન આદિ જે વિધાન છે તે તો જિનધર્મની શ્રદ્ધાનો જ વિરોધી હોવાના કારણે સ્પષ્ટપણે મિથ્યાત્વીઓનું જ એ કામ છે એમ પ્રતીત જ છે. તથા સમ્યગ્દષ્ટિઓને અન્ય દેવને વંદન વગેરે કરવાનો રાજાભિયોગ આદિ આગારો સિવાય સર્વથા જ નિષેધ કરેલો છે. તેથી ઉત્સર્ગથી અન્ય દેવોને વંદન કરવામાં સમ્યક્ત્વનો નાશ જ થાય. વિવિધ શાસ્ત્રપાઠોથી પૂજાનું સમર્થન
હવે કહેલા અર્થને પ્રતિપાદન કરનારા કેટલાક વચનો બતાવવામાં આવે છે
તેમાં પહેલાં જ્ઞાતાધર્મકથાસૂત્રમાં કહેલી ઉક્તિ આ પ્રમાણે છે- ત્યાર પછી શ્રેષ્ઠ રાજકન્યા તે દ્રૌપદી જ્યાં સ્નાન કરવાનું ગૃહ હતું ત્યાં આવી. આવીને તેણીએ સ્નાન કર્યું, બલિકર્મ (ગૃહદેવતાનું પૂજન) કર્યું, મસી તિલકાદિક કૌતુક, દૂર્વાદિક મંગલ અને અશુભના નાશરૂપ પ્રાયશ્ચિત્ત કર્યું, નિર્મળ, રાજદ્વારમાં પ્રવેશ કરતાં શોભે તેવાં અને માંગલિક ઉત્તમ વસ્ત્રો પહેર્યાં. પછી સ્નાનગૃહમાંથી બહાર નીકળી. નીકળીને જ્યાં જિનેશ્વરનું ગૃહ ચૈત્ય હતું ત્યાં આવી. આવીને જિનેશ્વરના ગૃહ (ચૈત્ય)ને વિશે પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જિનેશ્વરની પ્રતિમાનું દર્શન થતાં પ્રણામ કર્યા. પ્રણામ કરી