________________
આત્મપ્રબોધ
તેનું ચિત્ત સંયમમાં સ્થિર જાણીને મહા આડંબરથી તેનો દીક્ષા મહોત્સવ કર્યો. ત્યારે અતિમુક્તક કુમા૨ સ્નાન-વિલેપન-વસ્ત્ર-આભરણ આદિથી વિભૂષિત શરીરવાળો, માતા-પિતા વગેરે ઘણા પરિવારથી પરિવરેલો મહાશિબિકામાં આરૂઢ થઈને વિવિધ વાજિંત્રોનો નાદ થયે છતે જ્યારે નગરની મધ્યમાં નીકળ્યો ત્યારે ધનના અર્થી ઘણા ભટ્ટ વગેરે લોકોએ મનોજ્ઞવાણીથી આ પ્રમાણે આશિષ આપી. તું ધર્મથી અને તપથી કર્મશત્રુઓને જીત-જીત. વળી હે જગતને આનંદ કરૈનારા ! તારું કલ્યાણ થાઓ. વળી તું નહીં જીતાયેલી ઇંદ્રિયોને ઉત્તમ જ્ઞાન-દર્શન-ચારિત્રથી જીત. અને જીતાયેલો સાધુધર્મ સારી રીતે પાળ, વળી તું વિદ્ન વિના સિદ્ધિ સ્થાનને પ્રાપ્ત કર.
૨૦૨
ત્યારપછી અતિમુક્તક કુમાર આ પ્રમાણે યાચકજનોથી સ્તુતિ કરાતો, નગરના નર-નારીઓથી આદરપૂર્વક જોવાતો, અર્થીજનોને ઇચ્છિત દાન આપતો, નગરની બહાર નીકળીને જ્યાં વીરસ્વામી સમવસર્યા છે ત્યાં આવીને શિબિકામાંથી ઉતર્યો. ત્યારપછી માતા-પિતાએ તે કુમારને આગળ કરીને શ્રીવીર સ્વામીની પાસે જઈને વંદનાદિ કરવાપૂર્વક આ પ્રમાણે કહ્યું: હે સ્વામી ! આ અતિમુક્તક કુમાર અમારો ઇષ્ટ, કાંત એક પુત્ર છે. પરંતુ જે પ્રમાણે કમળ કાદવમાં થાય છે અને પાણીમાં વધે છે છતાં કાદવ અને પાણીથી લેપાતો નથી, તે પ્રમાણે આ પણ શબ્દ અને રૂપ સ્વરૂપ કામોમાં ઉત્પન્ન થયો. ગંધ-૨સ-સ્પર્શ સ્વરૂપ ભોગોમાં વૃદ્ધિ પામ્યો. છતાં કામ અને ભોગોમાં અને મિત્ર-જ્ઞાતીયસ્વજન-સંબંધીઓમાં લેપાયો નહીં. પરંતુ આ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલો આપની પાસે દીક્ષા લેવા માટે ઇચ્છે છે. તેથી અમે બંને આપને આ શિષ્યરૂપ ભિક્ષા આપીએ છીએ. આપ પણ આનો સ્વીકાર કરો. સ્વામીએ કહ્યું: હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. પ્રતિબંધ ન કરો. ત્યાર પછી ભગવાનના વચન સાંભળીને ખુશ થયેલા અતિમુક્તક કુમારે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને અને નમીને ઈશાન ખૂણામાં જઈને સ્વયં જ આભરણ-માળા-અલંકારોને મૂક્યાં. ત્યારે માતાએ હંસલક્ષણ કપડાથી આભરણો વગેરે ગ્રહણ કરીને આંખોથી આંસુને મૂકતી અતિમુક્તક કુમારને
આ પ્રમાણે કહેવા લાગી. હે પુત્ર ! પ્રાપ્ત થયેલા સંયમ યોગોમાં તારે પ્રયત્ન કરવો. પ્રાપ્ત નહીં થયેલા સંયમયોગોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. વળી પ્રવ્રજ્યાના પાલનમાં પોતાના પુરુષાર્થપણાના અભિમાનને સફળ કરવો. પ્રમાદ તો ન કરવો. ત્યાર પછી પરિવાર સહિત માતા-પિતા ભગવાનને નમીને પોતાના સ્થાનમાં ગયા.
ત્યાર પછી અતિમુક્તકે સ્વામી પાસે આવીને વંદનાદિ કરીને દીક્ષા લીધી. સ્વામીએ પણ પાંચ મહાવ્રત ગ્રહણ કરાવવાપૂર્વક ક્રિયાકલાપ આદિ શીખવા માટે ગીતાર્થ સ્થવિરોને સમર્પિત કર્યો. ત્યાર પછી ભદ્રક પ્રકૃતિવાળા, વિનીત અતિમુક્તક નામના કુમાર સાધુ એક વખત મહાવૃષ્ટિ થયે છતે કાખમાં પાત્રુ અને રજોહરણ લઈને બહાર નીકળ્યા, અને ત્યાં વહેતા પાણીને જોઈને જેવી રીતે નાવિક નાવને વહાવે તેમ બાલ્ય અવસ્થા હોવાના કારણે માટીથી પાળી બાંધીને પાત્રાને આ મારી નાવ છે એ પ્રમાણે કલ્પીને ત્યાં વહાવતા રમત કરવા લાગ્યા. ત્યારે સ્થવિરોએ તેની અત્યંત અનુચિત તે ચેષ્ટાને જોઈને તેનો ઉપહાસ કરતા હોય તેમ ભગવાનની પાસે આવીને ભગવાનને આ પ્રમાણે પૂછ્યું: હે સ્વામી ! આપનો શિષ્ય અતિમુક્તક નામનો કુમાર શ્રમણ કેટલા ભવગ્રહણ કરી સિદ્ધ થશે ? ભગવાને કહ્યું: હે આર્યો ! મારો શિષ્ય અતિમુક્તક સાધુ આ જ ભવગ્રહણથી સિદ્ધ