________________
૧૪૯
બીજો પ્રકાશ - દેશવિરતિ મારા પુત્રને નીરોગી કરશે તેને અધું રાજ્ય આપીશ.” એ પ્રમાણે નગરમાં પટહ વગડાવ્યો. ત્યાં યશોદત્ત નામનો એક મહા શ્રીમંત શ્રેષ્ઠી રહેતો હતો. તેની શીલ વગેરે સર્વગુણોથી અલંકૃત લક્ષ્મીવતી નામની કન્યા હતી. તેણીએ પટહ નિવારીને કહ્યું: રાજપુત્રને નીરોગી કરીશ.” તેથી રાજાએ અતિ આદરથી તેણીને બોલાવી. તેણીએ પિતા વગેરેની સાથે તરત રાજાના મહેલમાં જઈને શીલના પ્રભાવથી પોતાના હાથના સ્પર્શથી તે રાજકુમારનો કોઢ દૂર કર્યો. ત્યારે ખુશ થયેલા રાજાએ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે મોટા મહોત્સવથી તે કન્યાને પોતાનો પુત્ર પરણાવ્યો. પુત્રને રાજ્ય ઉપર બેસાડીને સ્વયં ગુરુ પાસે દીક્ષા લીધી. ત્યાર પછી તે પતિ-પતીએ સુખેથી રાજ્યનું પાલન કર્યું. હવે એક વખત ત્યાં જ્ઞાની આચાર્ય આવ્યા. રાજા-રાણી પરિવાર સહિત તેમને વંદન કરવા માટે ગયા. ગુરુએ દેશના આપી. ત્યાર પછી દેશનાને અંતે તે બંનેએ રોગ ઉત્પત્તિનું કારણ પૂછયું એટલે ગુરુએ કહ્યું: હે રાજન્ ! પૂર્વભવમાં ઉપાર્જિત કરેલા દુષ્કર્મના ઉદયથી તારા શરીરમાં મહારોગ ઉત્પન્ન થયો. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે
વસંતપુરમાં મિથ્યાત્વથી મોહ પામેલી મતિવાળો દેવદત્ત નામનો વ્યવહારી રહેતો હતો. તેને ધનદેવ, ધનદત્ત, ધનમિત્ર, ધનેશ્વર નામના ચાર પુત્રો હતા. તેમાં ધનેશ્વર કોઈ વખત વ્યાપાર કરવા મૃગપુર ગયો. તે નગરમાં જિનધર્મનું પાલન કરવામાં તત્પર જિનદત્ત નામનો એક શ્રેષ્ઠી રહેતો હતો. તેની મૃગસુંદરી નામની કન્યા હતી. તેણીએ બાલ્ય અવસ્થામાં જ ગુરુ પાસે ત્રણ અભિગ્રહ લીધા હતા. (૧) જિનપૂજા કરીને (૨) અને સાધુઓને દાન આપીને પછી હું ભોજન કરીશ. (૩) રાત્રે ભોજન નહીં કરું. હવે કોઈ વખત અતિ અદ્ભુત રૂપવાળી તે મૃગસુંદરીને જોઈને તે વણિકપુત્ર ધનેશ્વર તેનામાં દઢ અનુરાગવાળો થયો. પરંતુ મિથ્યાષ્ટિ હોવાના કારણે શ્રેષ્ઠીએ કન્યા તેને ન આપી. તેથી તે કપટી શ્રાવક થઈને તે કન્યાને પરણીને ક્રમે કરી પોતાના નગરમાં ગયો. ત્યાં ધર્મની ઈર્ષ્યાથી મિથ્થામતિ એવા તેણે તેણીને જિનપૂજા આદિ ધર્મકાર્યનો નિષેધ કર્યો. ત્યારે પોતાના નિયમમાં સ્થિરચિત્તવાળી તેણીના ત્રણ ઉપવાસ થઈ ગયા. ચોથા દિવસે ઘરના દ્વારે આવેલા ગુરુને તેણે પોતાના નિયમનું રક્ષણ કરવાનો ઉપાય પૂછયો. ગુરુએ ગુણાગુણનો વિચાર કરીને કહ્યું: હે ભદ્રે ! તું ચૂલા ઉપર ચંદરવો બાંધજે. તેનાથી પાંચ સાધુને પ્રતિલાલવાથી (વહોરાવવાથી) અને પાંચ તીર્થને નમસ્કાર કરવાથી જેવું ફળ પ્રાપ્ત થાય તેવું ફળ તને થશે. તેથી તેણે ગુરુઆજ્ઞાથી તે પ્રમાણે કર્યું. ત્યારે સસરા વગેરેએ “આણે કંઈ પણ કામણ કર્યું છે એ પ્રમાણે વિચારીને ધનેશ્વરને તે વિચાર કહ્યો. તેણે ગુસ્સાથી તે ચંદરવો બાળી નાંખ્યો. તેણીએ બીજો બાંધ્યો. તેણે પણ તે જ પ્રમાણે બાળી નાખ્યો. આ પ્રમાણે સાત ચંદરવા લાગ્યા. ત્યાર પછી તે સ્વરૂપને જોઈને ખેદ પામેલા સસરાએ કહ્યું: હે ભદ્ર ! આ પ્રયાસ શા માટે કરે છે? તેણીએ કહ્યું : જીવદયા માટે. ત્યારે ફરી સસરાએ ગુસ્સાપૂર્વક કહ્યું: “તારે જો જીવદયા પાળવી હોય તો પિતાના ઘરે જા.” તેણીએ કહ્યું: કુલટાની જેમ એકલી હું નહીં જાઉં. કુટુંબ સહિત પિતાના ઘરે મોકલવી. તેથી કુટુંબ સહિત સસરો તેણીને લઈને મૃગપુર નગર તરફ ચાલ્યો. માર્ગમાં એક ગામમાં સસરાના પક્ષવાળાએ મહેમાનોની ભક્તિ માટે રાત્રે ભોજન તૈયાર કરેલું હતું. તેથી ભોજન માટે બધાય